SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૬/૨ ___• बीजपदोत्पन्नं श्रुतम् अर्थसमम् 0 ___“अविसंवादिनः अर्थस्य दृष्टिवादमूलकत्वात् तन्निराकरणे दृष्टिवादस्यैव तत्त्वतो निराकरणम्” (द्वा.द्वा.२/ प १४ वृ.) इति द्वात्रिंशिकावृत्तिवचनं च व्याख्यातम्, 'राग-द्वेषौ न कार्यो, कस्याऽपीर्ष्यादिकं न .. कार्यम्' इत्यादिः अर्थः जिनेश्वरसम्मतः घुणाक्षरन्यायेन अन्यदर्शनकारैरुच्यते तदा परोक्तत्वमात्रेण तत्खण्डने जिनेश्वर-गणधर-द्वादशाङ्ग्याद्याशातना मूढता च प्रसज्येतामिति भावनीयम्। प्रकृते “अत्थो = गणहरदेवो, आगमसुत्तेण विणा सयलसुदणाणपज्जाएण परिणदत्तातो। तेण समं श सुदणाणं अत्थसमं । अथवा अत्थो बीजपदं, तत्तो उप्पण्णं सयलसुदणाणं अत्थसमं” (ध.१४/५, ध.११/८/८) + इति धवलावचनमपि अनुसन्धेयम् । – Tu ) બીજાની સાચી વાતના ખંડનમાં જિનમતનું ખંડન ) (“વિ.) દ્વાત્રિશદ્ધાત્રિશિકા નામના ગ્રંથની સ્વોપલ્લવૃત્તિમાં મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે જણાવેલ છે કે “અન્યદર્શનમાં જણાવેલા જે અર્થનો જિનવચન સાથે વિસંવાદ ન આવતો હોય તે અર્થ દૃષ્ટિવાદમાંથી ઉત્પન્ન થયેલો છે - તેમ જાણવું. તેથી જિનવચનની સાથે વિસંવાદ ન ધરાવતા અન્યદર્શનના પદાર્થનું નિરાકરણ કરવામાં આવે તો પરમાર્થથી તે નિરાકરણ દષ્ટિવાદનું = જિનાગમનું જ નિરાકરણ = ખંડન બની જાય છે. કેમ કે તે અર્થ જિનાગમમૂલક જ છે.” અમે ઉપર જે બાબત જણાવેલ છે તેના દ્વારા પ્રસ્તુત ઉપદેશપદ વગેરે ત્રણે ગ્રંથની વાતોની છણાવટ થઈ જાય છે - તેમ સમજવું. પ્રસ્તુતમાં “રાગ-દ્વેષ ન કરવા.” “કોઈની ઈર્ષ્યા કે નિંદા ન કરવી' - આ અર્થ કહેવાય. આ અર્થ જિનેશ્વર ભગવાનને સંમત છે. આ જ અર્થને ઘુણાક્ષરન્યાયથી અન્યદર્શનકાર જુદા શબ્દ દ્વારા જણાવે એટલા માત્રથી તેની વાતનું ખંડન કરવા બેસી જવું તે જિનેશ્વર ભગવંતની જ આશાતના 2 છે, ગણધર ભગવંતની પણ આશાતના છે, જિનસંમત દ્વાદશાંગીની પણ આશાતના છે. તથા આ ખંડન છે કરવાનું વલણ જીવની મૂઢ મનોદશાને સૂચવે છે. માટે તેવું ન કરવાની અહીં સૂચના મળે છે. વા અ અર્થ એટલે ગણધર ભગવંત : ધવલા જ (પ્રવૃત્ત) પ્રસ્તુત બાબતમાં ધવલા ગ્રંથનું વચન પણ અનુસંધાન કરવા યોગ્ય છે. ત્યાં જણાવેલ છે, છે કે “અર્થ તો ગણધર ભગવાન છે. કારણ કે આગમશાસ્ત્ર વિના જ ગણધર ભગવંત સમસ્ત શ્રુતજ્ઞાનના પર્યાયથી પરિણમેલા હોય છે. તેના સમાન જે શ્રુતજ્ઞાન હોય તે અર્થસમાન શ્રુતજ્ઞાન જાણવું. અથવા બીજપદને અર્થ કહેવાય. તેનાથી જે સમસ્ત શ્રુતજ્ઞાન ઉત્પન્ન થાય તે અર્થસમાન શ્રુતજ્ઞાન જાણવું.” સ્પષ્ટતા :- ગણધર ભગવંતને શબ્દાત્મક દ્વાદશાંગીનો અભ્યાસ કરવો પડતો નથી. આગમશાસ્ત્ર વિના જ ગણધર ભગવંત સમસ્ત શ્રુતજ્ઞાનના પર્યાયથી પરિણમે છે. આ વાત અર્થમાં પણ લાગુ પડે છે. “કોઈની ઈર્ષ્યા કે નિંદા ન કરવી” આવો અર્થ આગમશાસ્ત્ર વિના પણ શ્રુતજ્ઞાનના પર્યાયથી પરિણમે છે. મતલબ કે શબ્દાત્મક આગમશાસ્ત્ર વિના શ્રુતજ્ઞાનના પર્યાયથી પરિણમેલા ગણધર દેવો જેમ ભાવશ્રુત સ્વરૂપ છે, તેમ ઉપરોક્ત અર્થ પણ શબ્દાત્મક આગમશાસ્ત્ર વિના શ્રુતજ્ઞાનના પર્યાયથી પરિણત થયેલ હોવાથી ભાવશ્રુત સ્વરૂપ છે. આ અર્થ એટલે સાધકની તેવા પ્રકારની અંતરંગ શ્રુતજ્ઞાનીય પરિણતિ. 1. अर्थः = गणधरदेवः, आगमसूत्रेण विना सकलश्रुतज्ञानपर्यायेण परिणतत्वात्। तेन समं श्रुतज्ञानम् अर्थसमम्। अथवा अर्थः बीजपदम्। तत उत्पन्नं सकलश्रुतज्ञानम् अर्थसमम्।
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy