SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૬/૨ ० जीवाजीवाभिगमसूत्रादिविरोधविमर्शः । ६८३ लक्षणद्रव्यस्य नित्यत्वं प्रतिपादितं तद् द्रव्यार्थिकनयापेक्षया बोध्यम्, तन्नये द्रव्यस्य नित्यत्वात् । य प्रकृतपर्यायार्थिकनयस्तु रत्नप्रभापृथिवीलक्षणपर्यायस्य नित्यत्वमाचष्टे । इत्थञ्च द्रव्यार्थिकनयेन यद् द्रव्यं तस्यैव पर्यायार्थिकनयेन पर्यायत्वम्, उभयनयतश्च तन्नित्यत्वमेव । रत्नप्रभा पृथिवी तु वर्णादिपर्यायैरनित्येत्यत्र को विरोध इति चेत् ? । न, उद्देश्यतावच्छेदकभेदापत्तेः। तथाहि – 'रत्नप्रभापृथिवीलक्षणं द्रव्यं द्रव्यार्थिकनयतो नित्यम्, श रत्नप्रभापृथिवीलक्षणश्च पुद्गलपर्यायः पर्यायार्थिकनयतो नित्यः, रत्नप्रभा तु वर्णादिपर्यायतोऽनित्या' क इत्येवमभ्युपगमे पर्यनुयोग-प्रत्युत्तरयोः उद्देश्यतावच्छेदकभेदो दुरपह्नवः । न हि यस्मिन्नेव नित्यत्वमनित्यत्वञ्चाऽऽशक्येते तस्मिन्नेव तौ विधीयते भवता किन्तु एकस्मिन् नित्यत्वं विधीयतेऽन्यत्र चाऽनित्यत्वमिति उद्देश्यतावच्छेदकभेदापत्तिः दुर्निवारैव भवन्मते । तत्परिहाराय च जीवाऽजीवाभिगमाદ્રવ્યસ્વરૂપ રત્નપ્રભાપૃથ્વીને નિત્ય જણાવેલ છે. તથા અહીં પર્યાયાર્થિકનયના પ્રથમ ભેદની દૃષ્ટિએ તે જ રત્નપ્રભા પૃથ્વીને પર્યાયસ્વરૂપે નિત્ય બતાવેલ છે. મતલબ કે જીવાભિગમ વગેરેમાં જે રત્નપ્રભા પૃથ્વીની નિત્યતા અંગે વાત છે તે દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ રત્નપ્રભાપૃથ્વીસ્વરૂપ દ્રવ્યની વાત જાણવી. કેમ કે દ્રવ્યાર્થિકનયથી દ્રવ્ય નિત્ય છે. તથા રત્નપ્રભાપૃથ્વી જ પુદ્ગલનો પર્યાય પણ છે, જેને અહીં પર્યાયાર્થિકના પ્રથમ ભેદથી નિત્ય જણાવેલ છે. આમ દ્રવ્યાર્થિકનયથી દ્રવ્ય કહો કે પર્યાયાર્થિકનયથી પુદ્ગલનો પર્યાય કહો - બન્ને અહીં એક જ વસ્તુ છે. તથા તેને જ અહીં ઉપરોક્ત બન્ને નયથી નિત્ય બતાવેલ છે. તથા રત્નપ્રભા પૃથ્વી તો વર્ણાદિપર્યાયથી અનિત્ય છે. તેથી અહીં પર્યાયાર્થિકનયનો પ્રથમ ભેદ જે કહે છે તેને જીવાજીવાભિગમ વગેરે આગમસૂત્રો સાથે લેશ પણ વિરોધ જણાતો નથી. ક ઉદેશ્યતાઅવચ્છેદકભેદનું આપાદન અને સમાધાન :- (ર, ત) ના, તમારી દલીલ વ્યાજબી નથી. કારણ કે તે મુજબ માનવામાં તો ઉદેશ્યતાઅવચ્છેદક ધર્મમાં ભેદ આવી પડશે. તે આ રીતે સમજવું. તમે કહો છો તે મુજબ અર્થ એવો d! ફલિત થશે કે “રત્નપ્રભાપૃથ્વીસ્વરૂપ દ્રવ્ય દ્રવ્યાર્થિકનયથી નિત્ય છે. તથા રત્નપ્રભાપૃથ્વીસ્વરૂપ પુદ્ગલપર્યાય પર્યાયાર્થિકનયથી નિત્ય છે. જ્યારે રત્નપ્રભા પૃથ્વી તો વર્ણાદિ પર્યાયથી અનિત્ય છે.” જીવાજીવાભિગમ- હા સૂત્રસંદર્ભનું અને આલાપપદ્ધતિ સંદર્ભનું ઉપરોક્ત રીતે અર્થઘટન તમારા કથન મુજબ કરવામાં આવે તો - ઉદેશ્યતાઅવચ્છેદકભેદ દોષને તમે છુપાવી નહિ શકો. કારણ કે “રત્નપ્રભા પૃથ્વી શાશ્વત છે કે અશાશ્વત ?' આ પ્રમાણે જીવાજીવાભિગમમાં જેને ઉદ્દેશીને નિત્યત્વની અને અનિત્યત્વની શંકા પ્રશ્નાર્થરૂપે કરવામાં આવેલ છે, તેને જ ઉદ્દેશીને તે બન્નેનું વિધાન તમારા દ્વારા કરવામાં નથી આવતું. પણ એકને ઉદેશીને નિત્યત્વનું વિધાન થાય છે તથા બીજાને ઉદ્દેશીને અનિત્યત્વનું વિધાન થાય છે. “રત્નપ્રભા પૃથ્વીસ્વરૂપ દ્રવ્ય દ્રવ્યાર્થિકનયથી નિત્ય છે તથા રત્નપ્રભા પૃથ્વી તો વર્ણાદિપર્યાયથી અનિત્ય છે આ રીતે જવાબ આપવામાં પ્રશ્નમાં અને પ્રત્યુત્તરમાં ઉદેશ્યતાઅવચ્છેદક બદલાઈ જાય છે. આ વાત એકદમ સ્પષ્ટ છે. ઉદેશ્યતાઅવચ્છેદકભેદની આપત્તિના નિવારણ માટે જીવાજીવાભિગમ વગેરેનો સંદર્ભ આ પ્રમાણે યોજવો જોઈએ કે - “રત્નપ્રભાપૃથ્વી” એવા શબ્દથી પ્રતિપાદ્ય વસ્તુ દ્રવ્યાર્થિકનયથી નિત્ય છે
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy