SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ १०५६ • मूलनयमार्गच्छिद्रकरणम् अनुचितम् । ८/१९ केवलं मुग्धशिष्यध्यन्धनरूपेण ज्ञातव्या। नानातन्त्रानुसारेण विविधानि प्रमाणलक्षणानि तु अग्रे | (૧ર/૧૪) રવિષ્યન્ત રૂત્યવધેય वस्तुतः प्रमाण-नयौ हि यथावस्थितवस्तुस्वरूपोपलब्धेः मुख्यमार्गी । मूलनयमार्गच्छिद्रतो नवविधनय स -त्रिविधोपनयकल्पनया नयमार्गो दूष्यते देवसेनेन । शिष्यमतिपरिकर्मणार्थम् उपनयानां युज्यमानत्वेऽपि उपचारबहुलविस्तृतार्थकमूलव्यवहारनयान्तःपातिनां तेषां स्वातन्त्र्येण कल्पना नैव युज्यते। जिनमता- नभिज्ञतया आपातरमणीयकपोलकल्पितकल्पनातो जिनोक्तप्रमाण-नयमार्गव्यवस्था दूषयितुं नार्हति । यद्यपि वचनमार्गतुल्यसङ्ख्याकत्वमेव नयमार्गाणां तथापि मूलनयविभागः सप्तधैव निरूढो जिनमते । पूर्वोक्तरीत्या (८/९) सप्तसु नैगमादिनयेषु द्रव्यार्थ-पर्यायार्थनयौ समाविशतः त्रिविधाश्च નવ પ્રકારના નયની અને ત્રણ પ્રકારના ઉપનયની પ્રક્રિયા કેવલ મુગ્ધ શિષ્યોની બુદ્ધિને આંધળી કરવા સ્વરૂપ જ જાણવી. અનેક દર્શનોના આધારે પ્રમાણના વિવિધ લક્ષણો આગળ બારમી શાખાના ચૌદમા શ્લોકની વ્યાખ્યામાં બતાવવામાં આવશે. તેની વિજ્ઞ વાચકવર્ગે નોંધ લેવી. ઈ ઉપનયોનો વિવિધ વ્યવહારનયોમાં સમાવેશ છે (વસ્તુ) વાસ્તવમાં યથાવસ્થિતપણે વસ્તુના સ્વરૂપની જાણકારી મેળવવાના મુખ્ય વ્યવસ્થિત માર્ગો તો પ્રમાણ અને નય છે. મૂળનયમાર્ગની સીધી સડકમાં પણ છીંડાઓ પાડીને દેવસેનજી નવ પ્રકારના નયની અને ત્રણ પ્રકારના ઉપનયની કલ્પના કરે છે. તેથી મૂળનયમાર્ગ ડહોળાય છે, દૂષિત થાય છે. નયમાર્ગના યાત્રીઓ વ્યામોહમાં પડે છે. શિષ્યબુદ્ધિને તીક્ષ્ણ કરવા માટે, સૂક્ષ્મ બનાવવા માટે ઉપનયો ઉપયોગી જરૂર છે. પરંતુ સાત મૂળ નયના ત્રીજા ભેદ સ્વરૂપ વ્યવહારનયમાં જ તેનો સમાવેશ થઈ શકે છે. કેમ કે મૂળ વ્યવહારનય ઉપચારબહુલ છે. તથા તેનો વિષય વ્યાપક છે. છતાં ઉપચારબહુલ વિવિધ ઉપનયોનો વ્યવહારનયમાં સમાવેશ કરવાના બદલે તેનાથી સ્વતંત્રરૂપે ઉપનયોની કલ્પના દેવસેન {3કરે છે. તે બિલકુલ વ્યાજબી નથી. “દેવસેનજી જે વિષયોનું નિરૂપણ કરે છે, તે શ્વેતાંબરોને માન્ય જ નથી કે વિપરીત છે' - એવું નથી, પરંતુ જે રીતે તે વિષયોનું નિરૂપણ કરે છે, તે રીતે વ્યાજબી ર નથી. તે રીત વ્યામોહને પેદા કરનારી છે. સાચી હકીકત પણ ખોટી પદ્ધતિએ રજૂ કરવામાં આવે ત્યારે હકીકતને ધક્કો પહોંચે છે. જિનેશ્વર ભગવંતના મતની સાચી જાણકારી ન હોવાથી આપાતરમણીય કપોલકલ્પિત કલ્પનાઓ કરીને જિનોક્ત પ્રમાણ સ્વરૂપ નેશનલ હાઈવે (રાષ્ટ્ર-ધોરીમાર્ગ) અને નયાત્મક સ્ટેટ હાઈવે (રાજ્ય-ધોરીમાર્ગ) અંગેની વ્યવસ્થાને દૂષિત કરવી એ બિલકુલ વ્યાજબી નથી. * મૂલનય સાત જ વ્યાજબી છે ? (વિ.) જો કે જેટલા વચનમાર્ગ - વાણી વ્યવહાર છે, તેટલા જ નયમાર્ગ છે. તો પણ સમજવા માટે મૂળનયનો વિભાગ સાત પ્રકારે જ જિનમતમાં પ્રસિદ્ધ છે. પૂર્વે આ જ શાખાના નવમા શ્લોકમાં જણાવેલી પદ્ધતિ મુજબ નૈગમાદિ સાત નયોમાં જ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય સમાઈ જાય છે. તો પછી શા માટે સ્વતંત્ર નવ નયની પ્રરૂપણા કરવી ? તથા સાતમી શાખામાં દર્શાવેલ દેવસેનસંમત ત્રણ પ્રકારના ઉપનયોનો છઠ્ઠી શાખામાં દર્શાવેલ ઉપાધ્યાય દેવચક્વસંમત બે પ્રકારના વ્યવહારનયના અનેક
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy