SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ • देवसेनस्य बाधाऽसिद्धिप्रसङ्गः । १०२७ रूदैवम्भूत-द्रव्यार्थिक-पर्यायार्थिकाऽर्पिताऽनर्पिताऽर्थनय-व्यञ्जननय-शुद्धनयाऽशुद्धनय-नामनय-स्थापनानय -द्रव्यनय-भावनयाऽतीतनयाऽनागतनय-प्रत्युपन्ननयान्यतमनयविषयभिन्नविषयकत्वादिति प्रयोगात् पूर्वोक्तरीत्या (८/१०) त्रयोविंशतिविधनयसिद्धिरापद्येत, आक्षेप-परिहारयोः तुल्ययोग-क्षेमत्वात् । सूक्ष्मदृष्ट्या वा चतुश्चत्वारिंशन्नयाः प्रसज्येयुः। ततश्च नवविधनयविभागप्रदर्शनमनुचितमेव ।। व्यर्थविशेषणघटितत्वस्य चोपलक्षणतया देवसेनीयहेतोः बाधितत्वम्, स्वरूपाऽसिद्धत्वं सत्प्रतिपक्षि- की तत्वञ्च बोध्यम् । तथाहि - (१) नैगमस्य द्रव्यार्थिकनयत्वेन नैगमान्यसङ्गहाद्यष्टकान्तर्गतद्रव्यार्थिकनयव्यावृत्तत्वं बाध्यते। ___(२) सङ्ग्रहादिसप्तकान्यतमविषयभिन्नविषयकत्वेऽपि द्रव्यार्थिकनयविषयविषयकतया सङ्ग्रहा- ण સિદ્ધિ કરવા માટે એવો અનુમાન પ્રયોગ કરે કે “નગમનય સ્વતરભિન્ન છે. કારણ કે સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ, એવંભૂત, દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક, દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક, અર્પિતનય, અનર્પિતનય, અર્થનય, વ્યંજનનય, શુદ્ધનય, અશુદ્ધનય, નામય, સ્થાપનાનય, દ્રવ્યનય, ભાવનય, અતીતનય, અનાગતનય, વર્તમાનનયના વિષયથી ભિન્ન વિષયનું અવગાહન કરનાર છે' - તો તેની સામે કોઈ પણ પ્રકારનો પ્રતિકાર દેવસેનજી નહિ કરી શકે. કારણ કે હેતુના શરીરમાંથી અર્પિત વગેરે તેર નયોની બાદબાકી કરવા માટે દેવસેનજી જે યુક્તિ દેખાડશે, તે જ યુક્તિથી દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયની પણ હેતુમાંથી બાદબાકી થઈ જશે. ત્રેવીસ નયની સિદ્ધિ કરનાર વિદ્વાનના મતમાં વ્યર્થવિશેષણઘટિત હેતુ, વ્યર્થગૌરવ, અધિક કથન વગેરે જે સમસ્યાઓ દેવસેનજી દેખાડશે, તે તે સમસ્યાઓ નવનયનો વિભાગ દેખાડનાર દેવસેનજીને પણ અવશ્ય લાગુ પડશે. તથા તે આપત્તિઓના નિવારણ માટે જે જે સમાધાન દેવસેનજી તરફથી જણાવવામાં આવશે, તે તે સમાધાનો બાવીસ નયને સાધનારા વિદ્વાન માટે પણ સુલભ હશે. આ રીતે તો ૨૩ અથવા પૂર્વે (૮/૧૦) જણાવ્યા મુજબ સૂક્ષ્મદષ્ટિથી ૪૪ નયની સિદ્ધિ = અનુમિતિ થવાની આપત્તિ આવશે. માટે દેવસેનજીએ નવ નયનો જે વિભાગ દેખાડેલ છે, તે તદન અનુચિત ફલિત થાય છે. દેવસેનમતમાં બાધ, સ્વરૂપઅસિદ્ધિ અને સસ્ત્રતિપક્ષ ક્ષ (વ્યર્થ.) અહીં દેવસેનીય હેતુ વ્યર્થવિશેષણથી ઘટિત છે' - આવું જે જણાવેલ છે, તે ઉપલક્ષણ છે, અન્ય દોષનું સૂચક છે. તેથી પ્રસ્તુતમાં દેવસેનીય હેતુમાં બાધ, સ્વરૂપઅસિદ્ધિ અને સત્પતિપક્ષ - આ ત્રણ દોષ પણ સમજી લેવા. તે આ રીતે :- (૧) દિગંબર અને શ્વેતાંબર – બન્ને પરંપરામાં નૈગમ દ્રવ્યાર્થિકનય તરીકે માન્ય છે. દ્રવ્યપ્રધાન = દ્રવ્યાર્થિક હોવાથી નૈગમનમાં સંગ્રહાદિઅષ્ટકઅન્યતરવિષયભિન્નવિષયકત્વ હેતુ દ્વારા સંગ્રહાદિ આઠ નયની જે વ્યાવૃત્તિ = ભિન્નતા સાધવી છે તે બાધિત થાય છે. આનું કારણ એ છે કે નૈગમેતર = નૈગમભિન્ન સંગ્રહાદિ આઠ નયોમાં દ્રવ્યાર્થિકનયનો દિગંબર- મત મુજબ સમાવેશ થાય છે તથા સાધ્યકોટિપ્રવિષ્ટ દ્રવ્યાર્થિકનયવ્યાવૃત્તિ તો નૈગમનયમાં અવિદ્યમાન છે, બાધિત છે. નૈગમનય તો દ્રવ્યાર્થિક જ છે. તેથી તે દ્રવ્યાર્થિકનયથી વ્યાવૃત્ત = ભિન્ન કઈ રીતે સંભવે ? આમ સાધ્યશૂન્યતાનો પક્ષમાં નિશ્ચય થવાથી દેવસેનમતમાં બાધ દોષ લાગુ પડે છે. (૨) તથા નૈગમનય દ્રવ્યાર્થિકનય હોવાથી જ તે દ્રવ્યાર્થિકનયવિષયભિન્નવિષયનું અવગાહન કરતો
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy