SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ १०१४ ० निश्चयादिनयेषु नैगमादिसमवतार: 0 ८/१५ शेषनयानां द्रव्यार्थिक-पर्यायार्थिकविकल्परूपतया प्रतिपादनेन तयोः समवतारस्य युक्तत्वात् । एतेन नैगमादीनां सप्तानां सङ्ग्रहादीनां वा षण्णां नयानां निश्चयनय-व्यवहारनययोः ज्ञाननय -क्रियानययोश्च समवतारोऽपि व्याख्यातः, स्थूलदृष्ट्या नैगमादीनां त्रयाणां व्यवहारनय-क्रियानययोः ऋजुसूत्रादीनां च निश्चयनय-ज्ञाननययोः समावेशसम्भवात् । इदमेवाभिप्रेत्योक्तं विशेषावश्यकभाष्ये “एयाण समोयारो दव्वट्ठिय-पज्जवट्ठियदुगम्मि। सेसेसु य संभवओ ताणं च परोप्परं कज्जो ।।” (वि.आ.भा. એ રૂ૫૮૭) રૂક્તિા સત્ર “= નિશ્ચયન -વ્યવહાર-જ્ઞાન-ક્રિયાવિનવુ પૂર્વોપુ વા સતનયશપુ” क (वि.आ.भा.३५८७ मल.पृ.) इति तद्वृत्तौ हेमचन्द्रसूरयः प्राहुः । यथोक्तं सूत्रकृताङ्गवृत्तौ शीलाङ्काचार्येण - પ “જ્ઞાન-ક્રિયાનયમોઃ સર્વેકરિ તે થયા સમવસરળીયા” (.૨/૭/૮ પૃ.૪ર૭) તિા તે = सप्त नयाः'। सप्तानां षण्णां वा नयानां द्रव्यार्थिक-पर्यायार्थिकनयाभ्यां सर्वथा विषयपार्थक्ये तेषां तयोरन्तर्भाव एव विशेषावश्यकभाष्यप्रभृतिप्रदर्शितोऽनुपपन्नः स्यात् । દ્રવ્યાર્થિકાય છે. તથા તીર્થંકરના વચનોના વિષયભૂત વિશેષપદાર્થના વિસ્તારની મુખ્યતયા સૌપ્રથમ વ્યાખ્યાન કરનાર પર્યાયાર્થિકનાય છે. બીજા નયો તે બન્નેના વિકલ્પ છે.' આ રીતે દિવાકરજીએ અન્ય નયોને દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક નયના વિકલ્પરૂપે જણાવેલ હોવાના લીધે તે બન્નેમાં અન્ય નયોનો સમાવેશ થાય તે તર્કસંગત જ છે. તેથી નવવિધ મૂલન વિભાગ વ્યાજબી નથી. હ9 જ્ઞાન-કિયાનયમાં સાત નયનો સમવતાર હશે (ક્તન.) દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયમાં સાત કે છ નયનો સમાવેશ આગમવિહિત હોવાની હમણાં જે વાત કરી તેનાથી અન્ય બે બાબત પણ સ્પષ્ટ થઈ જાય છે કે નિશ્ચયનયમાં અને વ્યવહારનયમાં તથા જ્ઞાનનયમાં અને ક્રિયાનમાં પણ નૈગમાદિ સાત નયોનો કે સંગ્રહાદિ છે નયોનો સમાવેશ થઈ જ જાય છે. સ્થૂલ દૃષ્ટિથી કે સામાન્ય દૃષ્ટિથી વિચારીએ તો નૈગમાદિ ત્રણ નયોનો વ્યવહારનયમાં અને ક્રિયાનમાં વાં સમાવેશ સંભવે છે. તથા ઋજુસૂત્રાદિ ચાર નિયોનો નિશ્ચનયમાં અને જ્ઞાનનયમાં સમાવેશ સંભવે છે. આ જ અભિપ્રાયથી શ્રીજિનભદ્રગણી ક્ષમાશ્રમણે વિશેષાવશ્યકભાષ્ય ગ્રંથમાં જણાવેલ છે કે “નૈગમાદિ આ સાત નયોનો દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક - આ બે નયમાં સમવતાર = સમાવેશ થાય છે. તથા શેષ = નિશ્ચય, વ્યવહાર, જ્ઞાનનય, ક્રિયાનય વગેરેમાં અથવા પૂર્વોક્ત ૭૦૦ નયોમાં પણ નૈગમાદિ નયોનો સમાવેશ થાય છે. તેમ જ નૈગમાદિનયોનો પણ યથાસંભવ પરસ્પર સમાવેશ કરવો.' શ્રીશીલાંકાચાર્યજીએ પણ સૂયગડાંગવ્યાખ્યામાં જણાવેલ છે કે “જ્ઞાનનય અને ક્રિયાનય – આ બન્નેમાં પ્રસ્તુત નૈગમાદિ સાતેય નયોનો સમવતાર શાસ્ત્રપરિકર્મિત સ્વમતિથી કરવો.” આ અંગે જો નૈગમાદિ સાત નયોનો કે સંગ્રહાદિ છ નયોનો વિષય દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયના વિષય કરતાં સર્વથા ભિન્ન હોય તો સાત કે છ નયોનો તે બન્ને નયમાં સમાવેશ થવાની વાત વિશેષાવશ્યકભાષ્ય વગેરે ગ્રંથો દેખાડે છે તે જ અસંગત થઈ જાય. આમ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયનું નૈગમાદિ નયોથી સ્વતંત્ર અસ્તિત્વ તર્કશાસ્ત્ર અને આગમ દ્વારા બાધિત હોવાથી નવ પ્રકારે મૂલ નયનો વિભાગ દેખાડવો વ્યાજબી નથી - તેવું સિદ્ધ થાય છે. 1. एतेषां समवतारः द्रव्यार्थिक-पर्यवार्थिकद्विके । शेषेषु च सम्भवतः तेषां च परस्परं कार्यः ।।
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy