SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ १०१० सामायिकाधिकरणादौ नैगम-सङ्ग्रहाद्यभिप्रायभेदविद्योतनम् ० ८/१५ स्थानाङ्गसूत्रे “तिपतिट्ठिया णरगा पन्नत्ता। तं जहा - पुढविपतिहिता, आगासपतिट्ठिता, आयपतिहिता । णेगम-संगह-ववहाराणं पुढविपतिट्ठिया, उज्जुसुतस्स आगासपतिट्ठिया, तिण्हं सद्दणयाणं आयपतिट्ठिया” (स्था.३/ । ३/सू.१९२ पृ.२५७) इति तथापि प्रदेश-प्रस्थकाद्युदाहरणेषु तु तदभिप्रायः भिद्यत एवेति न नैगमः सर्वथा तयोरन्तर्भावयितुं शक्य इत्यवधेयम् । प्रदेशाधुदाहरणं चोपलक्षणं सामायिकाधिकरण-करणकालादीनाम्, तेष्वपि स्थलेषु नैगमस्य सङ्ग्रह - व्यवहाराभ्यां भेदात् । तथाहि - (१) नैगमनये मनोज्ञद्रव्येषु व्यवस्थितस्य सामायिक निर्वर्त्यते, सङ्ग्रहादिनये तु सर्वद्रव्येषु व्यवस्थितस्य । तदुक्तं विशेषावश्यकभाष्ये “कीरइ सामाइयं नेगमो मणुण्णेसु સયાફિયુ મારુ” (વિ..મ.રૂરૂ૮૧) રૂત્તિ, “સા વિંતિ તો સવ્યવÒસુ” (વિ...રૂરૂ૮૬) રૂતિ વા અભિપ્રાય બદલાતો નથી. તેથી સ્થાનાંગસૂત્રમાં જણાવેલ છે કે નરક ત્રણ સ્થાનમાં પ્રતિષ્ઠિત છે. તે આ રીતે - (૧) પૃથ્વીપ્રતિષ્ઠિત, (૨) આકાશપ્રતિષ્ઠિત અને (૩) આત્મપ્રતિષ્ઠિત. નૈગમ, સંગ્રહ અને વ્યવહાર નયના મતે નરક પૃથ્વીપ્રતિષ્ઠિત છે. ઋજુસૂત્રનયના મતે નરક આકાશપ્રતિષ્ઠિત છે, આકાશમાં રહેલ છે. તથા છેલ્લા ત્રણ શબ્દનય (સાંપ્રત, સમભિરૂઢ, એવંભૂત નય) મુજબ નરક આત્મપ્રતિષ્ઠિત છે, સ્વપ્રતિષ્ઠિત છે. મતલબ કે છેલ્લા ત્રણ નયના મતે નરક પોતાના સ્વરૂપમાં જ રહેલ છે, અન્યત્ર નહિ.” આ પ્રમાણે સ્થાનાંગસૂત્ર મુજબ નૈગમ, સંગ્રહ અને વ્યવહાર નયનો અભિપ્રાય નરકના આધાર વિશે એકસરખો જ છે. તો પણ પ્રદેશ, પ્રસ્થક વગેરે ઉદાહરણોમાં તો નૈગમાદિ ત્રણેય નયનો અભિપ્રાય બદલાય જ છે. તેથી નૈગમનયનો સંગ્રહ કે વ્યવહાર નયમાં સર્વથા = સંપૂર્ણતયા અંતર્ભાવ કરવો શક્ય નથી. આ બાબત ખ્યાલમાં રાખવી. - સામાયિકના અધિકરણને વિશે નચમતભેદ - (પ્રશા.) “પ્રદેશ વગેરે ઉદાહરણમાં નૈગમનો અભિપ્રાય સંગ્રહ-વ્યવહારના અભિપ્રાયથી જુદો પડે છે' - આવું જે અહીં જણાવેલ છે તે ઉપલક્ષણ છે. મતલબ કે પ્રદેશ વગેરે દષ્ટાંત સિવાય પણ બીજા એવા ઘણા સ્થળો છે, જેમાં નૈગમ્મત સંગ્રહ-વ્યવહારના મતથી જુદો પડતો હોય. દા.ત. સામાયિકનું અધિકરણ કયા દ્રવ્યો છે ? જીવ સામાયિકનો કર્તા ક્યારે બને ? ઈત્યાદિ બાબતમાં પણ નૈગમનો મત સંગ્રહાદિના અભિપ્રાયથી જુદો પડે છે. તે આ રીતે સમજવું. (૧) નૈગમનયના મતે મનગમતા શયન-આસનાદિ દ્રવ્યોમાં રહેલો જીવ સામાયિકને (= સમતાને) કરે છે. જ્યારે સંગ્રહ વગેરે નયોના અભિપ્રાયથી તો ઈષ્ટ-અનિષ્ટ સર્વ પ્રકારના શયનાસનાદિ દ્રવ્યોમાં રહેલો જીવ સામાયિકને કરે છે.આ અંગે વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “મનગમતા શયનાદિ દ્રવ્યોમાં રહેલો જીવ સામાયિકને કરે છે. આમ નૈગમનય કહે છે. બાકીના સંગ્રહાદિ નયો કહે છે કે ઈષ્ટ શયનાદિના બદલે અનિષ્ટ કટાસણા-શયનાદિ ઉપર જીવ બેસેલો હોય તો પણ તે સામાયિકને કરે જ છે. તેથી ઈષ્ટ-અનિષ્ટ સર્વ દ્રવ્યોમાં રહેલો જીવ સામાયિકને કરે છે.” 1. त्रिप्रतिष्ठिता नरकाः प्रज्ञप्ताः। तद्यथा - पृथिवीप्रतिष्ठिताः, आकाशप्रतिष्ठिताः, आत्मप्रतिष्ठिताः। नैगम-सङ्ग्रह-व्यवहाराणां पृथिवीप्रतिष्ठिताः, ऋजुसूत्रस्य आकाशप्रतिष्ठिताः, त्रयाणां शब्दनयानामात्मप्रतिष्ठिताः। 2. क्रियते सामायिकं नैगमो मनोज्ञेष शयनादिकेषु भाषते। 3. शेषा ब्रुवन्ति ततः सर्वद्रव्येषु ।
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy