SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ १००८ • 'स्वात्मनि वसामि' नैगमसम्मतविकल्पः । ८/१५ प्रकृते “निलयनौपम्यं यथा - 'क्व वसति भवान् ?' इति पृष्टे कश्चिदाह 'लोकेऽहं वसामि, तथा, तिर्यग्लोके, मनुष्यक्षेत्रे, जम्बूद्वीपे, भरतक्षेत्रे, मध्यमखण्डे, पाटलिपुत्रे, वसतौ, संस्तारके, आकाशप्रदेशेषु, रा यावदाह - 'स्वात्मनि वसामि' इत्येवम् एतान् सर्वानपि प्रकारान् नैगमो मन्यते” (वि.आ.भा.२१८८ मल.वृ.) म इति विशेषावश्यकभाष्यमलधारवृत्तिप्रबन्धोऽपि विशिष्य विज्ञैः अवधातव्यः । ___“वत्थु वसइ सहावे” (वि.आ.भा.२२४२) इत्यादिरूपेण विशेषावश्यकभाष्ये वसतिदृष्टान्ते शब्दादिनयमतम् उपदर्शितं तदपीहाऽनुसन्धेयम् । इत्थञ्च प्रस्थक-वसतिदृष्टान्तयोः नैगम-व्यवहारयोः अभिप्रायैक्येऽपि नैगम-सङ्गहयोः अभिप्रायभेदः समस्त्येव । प्रदेशोदाहरणे तु नैगम-सङ्ग्रह-व्यवहाराणां त्रयाणामपि नयानाम् अभिप्रायभेदः આધારતા અને દેવદત્તનિષ્ઠ આધેયતા પરસ્પર સાકાંક્ષ હોવાથી પરસ્પરથી નિરૂપિત બને છે. આ રીતે જ ઘર અને દેવદત્ત વચ્ચે આધાર-આધેયભાવ સિદ્ધ થાય છે. તેથી વાસ શબ્દનો અર્થ છે દેવદત્તમાં રહેલ ગૃહાયત્વ. તથા તે તો પલંગ પર ચડેલ, ગાદી-ગાદલા ઉપર બેસેલ દેવદત્તમાં જ ઘટી શકે છે. આવો સંગ્રહનયનો અભિપ્રાય છે. તેમજ નૈગમનયે અને વ્યવહારનયે સસ્તારકારૂઢભિન્ન પુરુષમાં ગૃહાધેયત્વ સ્વરૂપ વાસાર્થનો જે આરોપ કરેલ છે, તેને સંગ્રહનય સ્વીકારતો નથી. કેમ કે સંગ્રહાય ઉપચારમાં માનતો નથી. ઈત્યાદિ બાબત મહોપાધ્યાય શ્રીયશોવિજય મહારાજે નરહસ્ય ગ્રંથમાં સ્પષ્ટપણે જણાવેલી છે. િવસતિ દૃષ્ટાંતમાં નૈગમમંતવ્યઃ વિશેષાવશ્યકભાષ્યવ્યાખ્યા છે (.) પ્રસ્તુતમાં વસતિદષ્ટાન્ત અંગે વિશેષાવશ્યકભાષ્યમલધારવ્યાખ્યામાં જણાવેલ પ્રબંધ વિજ્ઞ હું વાચકવર્ગે વિશેષ રીતે ધ્યાનમાં રાખવા યોગ્ય છે. ત્યાં જણાવેલ છે કે “નિલયન દષ્ટાંત આ મુજબ છે કે - “આપ ક્યાં વસો છો ?' આ પ્રમાણે કોઈ પ્રશ્ન પૂછે ત્યારે સામેનો માણસ કહે છે કે ‘(૧) રે લોકમાં વસુ છું. (૨) તિછલોકમાં રહું છું. (૩) મનુષ્યક્ષેત્રમાં રહું છું. (૪) જંબૂદ્વીપમાં વસવાટ કરું છું. (૫) ભરતક્ષેત્રમાં રહું છું. (૬) મધ્યમખંડમાં રહું છું. (૭) પાટલિપુત્ર શહેરમાં રહું છું. (૮) મકાનમાં રહું છું. (૯) પથારીમાં રહું છું. (૧૦) આકાશપ્રદેશોમાં રહું છું. યાવત્ (૧૧) સ્વાત્મામાં રહું છું.” – આ મુજબના તેના બધાય પ્રકારના જવાબોને નૈગમનય માન્ય કરે છે.” જ વસતિદૃષ્ટાન્તમાં શુદ્ધનચમત છે (“લ્યું. “વસ્તુ સ્વભાવમાં વસે છે' - ઈત્યાદિરૂપે વિશેષાવશ્યકભાષ્યમાં વસતિ દૃષ્ટાન્તમાં શબ્દાદિ શુદ્ધનયોનો મત જણાવેલ છે. તેનું પણ પ્રસ્તુતમાં અનુસંધાન કરવું. a નૈગમનયનો સંગ્રહ-વ્યવહારથી બહિર્ભાવ (લ્ય.) આ રીતે પ્રસ્થક અને વસતિ - આ બે ઉદાહરણમાં નૈગમનયનો અને વ્યવહારનયનો અભિપ્રાય એક હોવા છતાં નૈગમ અને સંગ્રહ નયનો અભિપ્રાય જુદો પડી જ જાય છે. આમ નૈગમનો અભિપ્રાય સંગ્રહનય કરતાં કથંચિત્ અલગ બનવાથી સંગ્રહનય કરતાં નૈગમનય જુદો સિદ્ધ થાય છે. 1. વસ્તુ વસતિ વસાવા
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy