SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ १००६ सङ्ग्रहनये कार्योपचारानङ्गीकारः प र्भावेषु यथोत्तरशुद्धा नैगमभेदाः । अतिशुद्धनैगमस्त्वाकुट्टितनामानं प्रस्थकमाह । व्यवहारस्याऽप्येवमेव मार्गः । ८/१५ सङ्ग्रहस्तु विशुद्धत्वात् कारणे कार्योपचारं कार्याऽकरणकाले च प्रस्थकं नाङ्गीकुरुते । वसतिः = आधारता। सा च यथोत्तरशुद्धानां नैगमभेदानां लोके, तिर्यग्लोके, जम्बूद्वीपे, છે. આ નૈગમનયના ક્રમશઃ ઉત્તરોત્તર ચઢિયાતી શુદ્ધિવાળા પ્રકાર છે. પ્રસ્થકનિમિત્તક વનગમનક્રિયા કરતાં કાછેદનક્રિયા પ્રસ્થકની નજીક છે. આમ નજીકનો ઉપચાર હોવાથી અરણ્યગમન કરતાં કાછેદનને પ્રસ્થક કહેનાર નૈગમ શુદ્ધ છે. કાચ્છેદન કરતાં કાષ્ઠતક્ષણક્રિયા પ્રસ્થકની વધુ નજીક છે. તેના કરતાં પણ કાષ્ઠઉત્કિરણક્રિયા પ્રસ્થકની વધુ નજીક છે. તેના કરતાં પણ કાઠલેખનક્રિયા પ્રસ્થકની વધુ સમીપવર્તી છે. તેના કરતાં પણ પ્રસ્થકપર્યાયનો આવિર્ભાવ વધુ શુદ્ધ પ્રસ્થક છે. આથી દર્શિત નૈગમનયના છ ભેદો ક્રમશઃ ઉત્તરોત્તર વધુ શુદ્ધિને ધારણ કરનારા છે. (૭) અતિશુદ્ધ નૈગમનય તો જે કાષ્ઠપાત્રને રાજા કે સરકાર તરફથી ‘પ્રસ્થક' તરીકેનો સિક્કો લાગેલો છે, તેને જ પ્રસ્થક તરીકે સ્વીકારે છે. કારણ કે રાજમહોરવાળા પ્રસ્થકમાં જ લોકો વારંવાર અસ્ખલિત રીતે ‘પ્રસ્થક' શબ્દનો પ્રયોગ કરે છે. સાર્વલૌકિક અસ્ખલિત ‘પ્રસ્થક’શબ્દપ્રયોગવિષયભૂત તે પ્રસ્થક જ વાસ્તવિક પ્રસ્થક છે. કારણ કે તેમાં ઉપચારનું મિશ્રણ નથી. વનગમનાદિ ક્રિયાના ઉદેશ્યસ્વરૂપ કાષ્ઠખંડમાં જે પ્રસ્થકપર્યાય છે, તે તરતમભાવથી અશુદ્ધિ ધરાવે છે. તેથી અરણ્યપ્રસ્થાન, કાછેદન આદિ ક્રિયાના વિષયભૂત કાષ્ઠમાં પ્રસ્થક તરીકેનો વ્યવહા૨ અતિશુદ્ધ નૈગમનય કરતો નથી. * પ્રસ્થક દૃષ્ટાંતમાં વ્યવહારનયનો અભિપ્રાય 1. (વ્યવ.) પ્રસ્થક ઉદાહરણમાં વ્યવહારનયનું મંતવ્ય પણ નૈગમનય જેવું જ છે. તેમાં પણ પ્રથમ છ ભેદ તરતમભાવવાળી ઉત્તરોત્તર ચઢિયાતી શુદ્ધિને ધારણ કરનારા છે. જ્યારે અતિશુદ્ધ વ્યવહારનય અનુપચિરત રાજમહોરયુક્ત પ્રસ્થકને જ પ્રસ્થક તરીકે માને છે. (સજ્જ.) જ્યારે સંગ્રહનય તો વિશુદ્ધ હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર માનતો નથી. તથા પ્રસ્થક તરીકેનું કાર્ય ન થતું હોય ત્યારે પ્રસ્થકને પ્રસ્થક તરીકે માનવા તૈયાર નથી. સ્પષ્ટતા :- પ્રસ્થક દૃષ્ટાંતમાં મૈગમ અને વ્યવહાર નયની માન્યતા કરતાં સંગ્રહનયની માન્યતા જુદી જ છે. વનગમન, કાચ્છેદન, તક્ષણ આદિ ક્રિયાનો વિષય બનનાર કાષ્ઠ એ પ્રસ્થક પ્રત્યે પરંપરાથી કારણભૂત છે. તેથી તેમાં પ્રસ્થકસ્વરૂપ કાર્યનો ઉપચાર કરીને નૈગમ અને વ્યવહાર નય ‘પ્રસ્થક’ તરીકેનો વ્યવહાર માન્ય કરે છે. પરંતુ સંગ્રહનય કારણમાં કાર્યનો ઉપચાર માનતો નથી. તેમજ નૈગમાદિસંમત પ્રસ્થક જ્યારે અનાજને માપવાનું કામ ન કરે ત્યારે પણ સંગ્રહનય તેનો પ્રસ્થક તરીકે સ્વીકાર નથી કરતો. Ø ‘વસતિ' દૃષ્ટાંતથી સાત નયનો વિચાર (વતિ.) નૈગમનયનો વિષય પ્રદેશ, પ્રસ્થક અને વસતિ દૃષ્ટાંતમાં સંગ્રહનય કરતાં જુદો પડે છે આ વાત પૂર્વે જણાવેલી. તેમાંથી પ્રદેશ અને પ્રસ્થક દૃષ્ટાંતના નિરૂપણમાં તે વાતને આપણે સમજી ગયા. હવે તૃતીય ‘વસતિ’ દૃષ્ટાંતનો અવસર છે. અહીં ‘વસતિ’ શબ્દનો અર્થ ‘આધારતા’ વિવક્ષિત છે. ‘દેવદત્ત વસે છે’ - આ વાક્યને સાંભળીને શ્રોતાને પ્રશ્ન ઉદ્ભવે છે કે ‘દેવદત્ત ક્યાં વસે છે?' -
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy