SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ १००२ 0 प्रस्थकाद्युदाहरणेषु नैगमाभिप्रायभेदः . રે તો હિ પણિ કિહાંઈક પ્રદેશાદિ દષ્ટાંત સ્થાનઈ (તેથી) ભિન્ન થાઈ છઇ. प स्युरिति दिगम्बरैः वक्तुं शक्यते। तथापि सङ्ग्रह-व्यवहाराभ्यां नयाभ्यां नैगमः क्वचित् पूर्वोक्तेषु (४/१३) वक्ष्यमाणेषु (८/१८) च प्रदेश-प्रस्थक-वसतिदृष्टान्तेषु भिद्यते। तथाहि 'नैगमनयः तावद् धर्माऽधर्माऽऽकाश-जीव-स्कन्धानां , तद्देशस्य चेति षण्णां प्रदेशमाह । सङ्ग्रहस्तु धर्माऽधर्माऽऽकाश-जीव-स्कन्धानां पञ्चानामेव प्रदेशमाह, शं यतः देश-प्रदेशौ मिथो नातिरिच्येते, ‘दासेन मे खरः क्रीतो दासोऽपि मे, खरोऽपि मे' इति के न्यायाद् देशस्य स्वीयत्वेन तत्प्रदेशस्याऽपि स्वीयत्वाऽव्यभिचारात् । ततश्च पञ्चानामेव प्रदेश इति सङ्ग्रहमतम् । __व्यवहारस्त्वाह - पञ्चानां प्रदेशस्तदा स्याद् यदि साधारणः स्यात्, यथा ‘पञ्चानां गोष्ठिकानां છ મૂલ નય પ્રાપ્ત થશે. આવું દિગંબર વગેરે વિદ્વાનો શ્વેતાંબરોને કહી શકે છે. પ્રદેશ ઉદાહરણમાં નૈગમ-સંગ્રહનયનું મંતવ્ય વિભિન્ન જ (તથાપિ) તો પણ શ્વેતાંબરમતાનુસાર સાત મૂળ નયનો વિભાગ વ્યાજબી જ છે. કારણ કે નૈગમનય પૂર્વોક્ત (૪/૧૩) તથા આગળ (૮/૧૮) જણાવાશે તે પ્રદેશ, પ્રસ્થક, વસતિ દષ્ટાંતમાં સંગ્રહ-વ્યવહાર કરતાં જુદો પડે છે. તે આ રીતે સમજવું. સૌપ્રથમ પ્રદેશ દષ્ટાંતમાં નૈગમનય ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, જીવ, પુદ્ગલસ્કંધ અને તેનો દેશ - આ છ ના પ્રદેશને જણાવે છે. જ્યારે સંગ્રહનય તો ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, જીવ અને પુદ્ગલસ્કંધ - આ પાંચના જ પ્રદેશને જણાવે છે. દેશના પ્રદેશને તે જુદો માનતો નથી. આનું કારણ એ છે કે દેશ અને પ્રદેશ વચ્ચે પરસ્પર કોઈ » ફરક નથી. સંગ્રહનયનું મંતવ્ય એવું છે કે ધર્માસ્તિકાય વગેરેનું પોતાના દેશમાં (= અંશમાં) સ્વીત્વ = સ્વસંબંધિત્વ વિદ્યમાન છે. તેથી ધર્માસ્તિકાય વગેરેના દેશના પ્રદેશમાં ( = નિરંશ અંશમાં) પણ { તેનું સ્વાયત્વ અવશ્ય આવી જાય છે. આ માટે એક ન્યાય પ્રસિદ્ધ છે. જેમ કોઈ વ્યક્તિનો દાસ = ગુલામ જો ગધેડાને ખરીદે, તો તે વ્યક્તિ પોતાના ગુલામે ખરીદેલ ગધેડાને પણ પોતાનો જ સમજે છે. કારણ કે તે વ્યક્તિને પોતાના ગુલામમાં સ્વાયત્વની બુદ્ધિ છે. તેથી ગુલામે ખરીદેલ ગધેડામાં પણ તેને સ્વીત્વની બુદ્ધિ થાય છે. આ ન્યાયથી ધર્માસ્તિકાયદેશમાં ધર્માસ્તિકાયનું સ્વાયત્વ રહે છે તો ધર્માસ્તિકાયદેશસંબંધી પ્રદેશમાં પણ ધર્માસ્તિકાયનું સ્વાયત્વ રહેવું અનિવાર્ય છે. તેમાં કોઈ વિસંવાદ નથી. નૈગમન, ધર્માસ્તિકાય વગેરેના દેશના પણ પ્રદેશનો સ્વીકાર કરે છે. જ્યારે સંગ્રહનય તે રીતે માનવાના બદલે ઉપરોક્ત રીતે ધર્માસ્તિકાય વગેરે પાંચના જ પ્રદેશનો સ્વીકાર કરે છે. છ પ્રદેશ દૃષ્ટાંતમાં વ્યવહારનયનું પ્રતિપાદન (વ્યવદર) સંગ્રહનયની જેમ વ્યવહારનય “ધર્માસ્તિકાય વગેરે પાંચ દ્રવ્યના પ્રદેશ છે” આવું માનતો નથી. વ્યવહારનયનો આશય એવો છે કે જે એક વસ્તુ અનેક વ્યક્તિસંબંધી હોય તેમાં જ અનેકવ્યક્તિસંબંધિત્વનો વ્યવહાર માન્ય થઈ શકે. જેમ એક ગોષ્ઠીમાં રહેવાવાળા પાંચ માણસોનું સ્વામિત્વ જે સુવર્ણદ્રવ્યમાં હોય તે સુવર્ણદ્રવ્યને ઉદેશીને એવો વ્યવહાર થઈ શકે છે કે “પાંચ માણસોનું આ સુવર્ણ
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy