SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૮/૪ 0 नवधा मूलनयविभागोऽनुचितः । ९९५ शुद्धपर्यायार्थिकनयः अनुपचरितव्यवहारनयप्रविष्टः, शुद्धपर्यायाणां निरुपाधिकत्वात्, तत्र चाऽस्य । षष्ठीबोधितजीवभेदाऽवगाहित्वादिति पूर्वोक्तरीत्या (८/५) भावनीयम् । (६) कर्मोपाधिसापेक्षस्वभावोऽनित्याऽशुद्धपर्यायार्थिकनयः ‘संसारिणामुत्पत्ति-मरणे स्तः' इति । प्ररूपकः सोपाधिकपर्याय-पर्यायिभेदावगाहितया उपचरितव्यवहारनये समाविशति । ततश्च षड्विधा-न नामपि पर्यायार्थिकभेदानां शुद्धाऽशुद्धर्जुसूत्रादिनयेभ्यो विषयपार्थक्यं नैव सम्भवतीति सिद्धम् । म इत्थं द्रव्यार्थिकभेदानां नैगमादौ पर्यायार्थिकभेदानाञ्च ऋजुसूत्रादौ समावेशेन नयसप्तकगोचरतः ... तयोः विषयभेदः न सिध्यतीति नवधा नयविभागप्रदर्शनमन्याय्यमिति फलितम् । न च गो-बलिवर्दन्यायेन द्रव्यार्थिक-पर्यायार्थिकनययोः नैगमादिसप्तनयेभ्यः कथञ्चिद्विषयभेदात् ॥ तेभ्यः तौ अतिरिच्यते इति श्रोतृबोधवैशद्यार्थं निरूप्यतेऽस्माभिरिति वाच्यम्, પર્યાયો સિદ્ધતુલ્ય શુદ્ધ છે. પર્યાયાર્થિકના પ્રસ્તુત પાંચમાં ભેદનો અનુપચરિત વ્યવહારનયમાં સમાવેશ થઈ શકે છે. કારણ કે શુદ્ધ પર્યાયો નિરુપાધિક છે, સ્વાભાવિક છે. તથા આ નય શુદ્ધપર્યાયોમાં જીવના ભેદનું અવગાહન કરે છે. ષષ્ઠી વિભક્તિ ભેદદ્યોતક છે. ગુણ-ગુણી, પર્યાય-પર્યાયી વગેરેમાં વ્યવહારનય ભેદગ્રાહક બને છે. તેથી તેને વ્યવહારનય કહેવો જરૂરી છે. તથા નિરુપાધિક શુદ્ધપર્યાયવિષયક હોવાથી તે વ્યવહારને અનુપચરિત કહેવો ઉચિત છે. પ્રસ્તુત શાખાના પાંચમા શ્લોકમાં દર્શાવ્યા મુજબ આ સમજી લેવું. (૬) કર્મજન્ય ઉપાધિને સાપેક્ષ એવા સ્વભાવને ધારણ કરનાર અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિકના એવી પ્રરૂપણા કરે છે કે “સંસારી જીવોના જન્મ-મરણ થાય છે. પ્રસ્તુત છઠ્ઠા પર્યાયાર્થિકનયનો ઉપચરિત વ્યવહારનયમાં સમાવેશ થાય છે. કારણ કે જન્મ-મરણ વગેરે સોપાધિક પર્યાયના ભેદનું પર્યાયીમાં = સંસારી જીવમાં તે અવગાહન કરે છે. ષષ્ઠી વિભક્તિ ભેદબોધક છે. તથા ભેદઅવગાહી હોય તેવી વ્યવહારનય બને. જન્મ-મરણ જીવના અશુદ્ધ પર્યાય છે, સોપાધિક પર્યાય છે. તેથી સોપાધિક વ્યવહારનયમાં તેનો સમાવેશ કરવો વ્યાજબી છે. નવનચકલ્પના અયોગ્ય છે (ઘં.) આમ પર્યાયાર્થિકનયના છ પ્રકારના ભેદોનો શુદ્ધ-અશુદ્ધ ઋજુસૂત્રનય વગેરેમાં સમાવેશ થઈ જતો હોવાથી પર્યાયાર્થિકનયના બધાય ભેદોમાં શુદ્ધ-અશુદ્ધ ઋજુસૂત્રનય વગેરે કરતાં વિષયભેદ સંભવતો નથી જ – તેવું સિદ્ધ થાય છે. આમ દ્રવ્યાર્થિકના દશ ભેદનો નૈગમ આદિ નયમાં અને પર્યાયાર્થિકના છ ભેદનો ઋજુસૂત્ર વગેરે નયમાં સમાવેશ થઈ જવાથી નૈગમ આદિ સાત નયોના વિષય કરતાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયના વિષયમાં ભેદ સિદ્ધ થઈ શકતો નથી. તેથી નૈગમ આદિ સાત નયોના બદલે દ્રવ્યાર્થિક આદિ નવ નયનો જે વિભાગ દેવસેનજીએ દર્શાવેલ છે, તે વ્યાજબી નથી. આવું ઉપરોક્ત ચર્ચા દ્વારા ફલિત થાય છે. દિગંબર :- (ઘ.) નૈગમ આદિ સાત નવો કરતાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયમાં ગો -બલિવઈન્યાયથી કથંચિત્ વિષયભેદ રહેલો હોવાથી “નૈગમ આદિ સાત નો કરતાં તે બન્ને નયો અતિરિક્ત = સ્વતંત્ર છે' - એવું અમે શ્રોતાને સ્પષ્ટ બોધ થાય તે માટે નિરૂપણ કરીએ છીએ.
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy