SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ८/१४ ० साम्प्रतादिनयेऽतिरिक्तार्थग्राहकता 0 ૭ નય કહતાં જિમ અલગો ઉપદેશ છઇં, તિમ અભ્યારઈ દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિકનો અલગો ઉપદેશ હુસ્ય” - તો શબ્દ, સમભિરૂઢ, એવંભૂત નય જિમ વિષયભેદ છઇ, તિમ દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકનો ૭ D નયથી ભિન્ન વિષય દેખાડો. ૩ નયનઈં એક સંજ્ઞાઈ સંગ્રહી ૫ નય કહિયા છઇં, પણિ બિ વિષય ભિન્ન છઈO. ઈહાં વિષય (ભેદક) ભિન્ન નથી લેશો. न च यथा तत्त्वार्थसूत्रे पञ्चनयादेशानुसारतो नैगमादिषु पञ्चसु नयेषु अन्तर्भूतयोरपि समभिरूद्वैवम्भूतनययोः सप्तनयादेशानुसारतः पृथगुक्तिः तथा सप्तनयादेशानुसारतो नैगमादिषु सप्तसु नयेषु अन्तर्भूतयोः अपि द्रव्यार्थिक-पर्यायार्थिकनययोरस्मन्मते पृथगुक्तिः सम्भवेदेवेति वाच्यम्, यत एवं सति शब्दात् समभिरूढवम्भूतनययोरिव नैगमादिभ्यः सप्तभ्यो द्रव्यार्थिक-पर्यायार्थिकनययोः श विषयपार्थक्यं दर्शनीयं स्यात् । साम्प्रत-समभिरूदैवम्भूतनयान् शब्दनयपदेन सङ्गृह्य पञ्चनयकथनेऽपि तेषां काल-कारकादिभेद-शब्दभेद-क्रियाभेदलक्षणो विषयभेदः समस्त्येव । इत्थं पञ्चभ्यो नयेभ्यः सप्तवत् = सप्तनयेष्विव सप्तभ्यो नयेभ्यः नवनयेषु भेदलेशः = स्तोकविषयभेदः अपि नैव वर्तते । ततश्च नवमूलनयकल्पना अजागलस्तनन्यायेन निष्फलैव । # દ્રવ્યાર્થિકાદિ સ્વતન્મ નય : દિગંબર * દિગંબર :- (ન ઘ.) જેમ તત્ત્વાર્થસૂત્રમાં જણાવેલ પાંચ નયના આદેશ મુજબ નૈગમ આદિ પાંચે નયોમાં પ્રવેશ પામનાર એવા પણ સમભિરૂઢ અને એવંભૂત નયનું, સાત નયના આદેશ મુજબ, અલગ વિધાન કરવામાં આવેલ છે. તેમ સાત નયના આદેશ મુજબ નૈગમ આદિ સાત નયોમાં અન્તર્ભાવ પામનાર દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક નયનું અમારા મતે પૃથફ કથન સંભવી શકે જ છે. તેથી દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયને અલગ પાડીને નવ પ્રકારના નયોનો વિભાગ દર્શાવવામાં કોઈ દોષ આવતો નથી. જ સાત નયથી ભિન્ન વિષય દ્રવ્યાર્થિકાદિમાં અસંભવ . શ્વેતાંબર :- (a.) જો આ રીતે તમે દિગંબરો નૈગમ આદિ સાત નયો કરતાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક | નયને અલગ જણાવતા હો તો શબ્દનય કરતાં જેમ સમભિરૂઢ અને એવંભૂત નયનો વિષય શાસ્ત્રમાં અલગ જણાવેલ છે, તેમ નૈગમ આદિ સાત નવો કરતાં દ્રવ્યાર્થિક તથા પર્યાયાર્થિક નયનો વિષય અલગ બતાવવો પડશે. પાંચ નયને બતાવનાર ઉમાસ્વાતિજી મહારાજે સાંપ્રત, સમભિરૂઢ અને એવંભૂત નયનો શબ્દનય' એવા નામથી સંગ્રહ કરીને “મૂળ નયો પાંચ છે' - એવું કથન કરેલ છે. તેમ છતાં પણ સાંપ્રત, સમભિરૂઢ અને એવંભૂત - આ ત્રણે નયોમાં વિષયભેદ રહેલો જ છે. સાંપ્રતનય કાલ, કારક, લિંગ વગેરેના ભેદથી અર્થભેદ માને છે. સમભિરૂઢનય શબ્દભેદથી અર્થભેદ માને છે. તથા એવંભૂતનય ક્રિયાભેદથી અર્થભેદ માને છે. આ રીતે છેલ્લા ત્રણ નયોમાં પરસ્પર વિષયભેદ તો રહેલો જ છે. તેથી સહનયવાદી આચાર્યના મતે “મૂળ નયો સાત છે' - તે વાત વ્યાજબી જ છે. પરંતુ આ રીતે પાંચ નયો કરતાં સાત નયમાં જેમ વિષયભેદ રહેલો છે, તે રીતે સાત નવો કરતાં નવ નયોમાં આંશિક પણ વિષયભેદ ૪ પુસ્તકમાં કરતાં પાઠ છે. કો.(૧૨)+પા. પ્રતનો પાઠ અહીં લીધો છે. જે સિ.માં “અલગો’ પદ નથી. • પુસ્તકોમાં નઈ પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. ૨ ફક્ત લી.(૪)માં ‘બિં” પાઠ છે. 1 કો.(૧૩)માં “કઈ નહી’ પાઠ.
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy