SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ८/१३ • नयोपदेशवृत्तिसंवादप्रदर्शनम् . स्याद्वादकल्पलतायां सप्तमस्तबके श्रूयते। प्रकृते 'अपृथक्त्वेन = एकद्रव्यत्वेन' इति विवरणतः ऋजुसूत्रनयः अनुपचरितद्रव्यनिक्षेपमभ्युपगच्छतीति सिद्धमित्याकूतम् । यथोक्तं विशेषावश्यकभाष्ये '“इच्छइ સુનિ મયં સો રૂવૅ વિતુ ન પુદત્ત” (વિ..મા.૨૮૪૮) તા “મુક્તિ = કનુયોગ દ્વારસૂત્ર' | ‘સો = ऋजुसूत्रः'। अधिकन्तु जिज्ञासुभिः विशेषावश्यकभाष्य-स्याद्वादकल्पलतातोऽवसेयम् । “यदि चानुपयोगांशमादाय वर्तमानावश्यकपर्याये द्रव्यपदोपचाराद् द्रव्यावश्यकत्वसङ्गतिकरणेऽपि ‘एकोऽनुपयुक्त एकं द्रव्यावश्यकमि'त्यत्रानुपयोगस्य विषयनियन्त्रितत्वेनाऽर्थेक्यादुद्देश्य-विधेयभावानुपपत्तिरिति विभाव्यते, વ્યાખ્યાના સાતમા સ્તબકમાં સંભળાય છે. પ્રસ્તુતમાં “અપૃથકત્વ' શબ્દનો અર્થ “એકદ્રવ્યત્વ' કરવાથી ઋજુસૂત્રનય અનુપચરિત દ્રવ્યનિક્ષેપને માને છે – તેમ સિદ્ધ થાય છે. આ પ્રમાણે સ્યાદ્વાદકલ્પલતાવિવરણનું તાત્પર્ય જણાય છે. કેમ કે વિશેષાવશ્યકભાષ્યમાં શ્રીજિનભદ્રગણી ક્ષમાશ્રમણે જણાવેલ છે કે “ઋજુસૂત્ર દ્રવ્યનિક્ષેપને માટે જ છે. પરંતુ અનેક દ્રવ્યાવશ્યકને (પૃથક્વને) નથી માનતો. આ મુજબ અનુયોગદ્વારસૂત્રમાં જણાવેલ છે.” આ રીતે શ્રીજિનભદ્રગણીજીનો મત છે. આ અંગે અધિક જાણકારી જિજ્ઞાસુ વાચકવર્ગે વિશેષાવશ્યકભાષ્યમાંથી તથા સ્યાદ્વાદકલ્પલતામાંથી મેળવી લેવી. તાર્કિકમતનું નિરાકરણ : નયોપદેશવૃત્તિ , (“રિ.) “અનુપયોગસ્વરૂપ પારિભાષિક દ્રવ્યાંશને લઈને વર્તમાન આવશ્યકપર્યાયમાં ‘દ્રવ્ય' પદનો ઔપચારિક પ્રયોગ કરીને “અનુપયુક્ત સામાયિક આદિ વર્તમાન આવશ્યકપર્યાય ઋજુસૂત્રના મતે દ્રવ્યઆવશ્યક છે' - આ પ્રમાણે, તાર્કિકમતાનુસાર, અર્થસંગતિ કરવામાં આવે તો પણ અનુયોગદ્વારસૂત્રમાં એક અનુપયુક્ત ઋજુસૂત્રના મતે એક દ્રવ્યઆવશ્યક છે' - આ પ્રમાણે જે જણાવેલ છે ત્યાં પૂર્વાર્ધ ભાગ ઉદેશ્યરૂપ અને ઉત્તરાર્ધ ભાગ વિધેયસ્વરૂપ હોવાથી ઉદેશ્ય-વિધેયભાવની અસંગતિ થશે. મતલબ ઉં! કે “એક અનુપયુક્ત આવશ્યક” ને ઉદેશીને “એક દ્રવ્ય આવશ્યક'નું વિધાન અનુયોગદ્વારસૂત્રમાં કરવામાં આવેલ છે. ઉદેશ્યભાગમાં અનુપયોગ વિષયથી નિયંત્રિત થયેલો છે. કારણ કે ઉપયોગ નિયમા સવિષયક સે હોય છે. તેથી ઉદેશ્યભાગનો અર્થ થશે - “એક આવશ્યકગોચર વર્તમાન ઉપયોગનો અભાવ.' તથા વિધેયભાગમાં પણ ‘દ્રવ્યઆવશ્યક' કહેવા દ્વારા ઉપરોક્ત રીતે વિષયથી નિયંત્રિત એવો અનુપયોગ પ્રવેશ પામેલ છે. પરંતુ આ રીતે માનવામાં તો ઉદેશ્ય વિભાગનો અર્થ અને વિધેય વિભાગનો અર્થ એક બની જશે. તેથી ઉદેશ્ય-વિધેયભાવ જ અસંગત થઈ જશે. કારણ કે અનુપયોગસ્વરૂપે જ દ્રવ્યઆવશ્યકતાનું પ્રતિપાદન એવું સૂચવે છે કે દ્રવ્ય આવશ્યક એટલે અનુપયુક્ત આવશ્યક. અર્થાત્ આવશ્યકવિષયક વર્તમાન ઉપયોગનો અભાવ. તેથી “એક અનુપયુક્ત આવશ્યક એક દ્રવ્યઆવશ્યક છે' - આ પ્રમાણે અનુયોગદ્વારસૂત્રમાં ઋજુસૂત્રનો જે મત દર્શાવેલ છે, તેનું અર્થઘટન એમ થશે કે એક અનુપયુક્ત આવશ્યક એક અનુપયુક્ત આવશ્યક છે.' અર્થાત્ “એક આવશ્યકગોચર વર્તમાન ઉપયોગનો અભાવ એ એક આવશ્યકગોચર વર્તમાન ઉપયોગનો અભાવ છે.' અહીં ઉપરોક્ત વાક્યના પૂર્વાર્ધમાં રહેલ ઉદેશ્ય ભાગ અને ઉત્તરાર્ધમાં રહેલ વિધેય ભાગ – આ બન્નેના અર્થમાં કશો જ તફાવત 1. इच्छति श्रुते भणितं स द्रव्यं किन्तु न पृथक्त्वम् ।
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy