SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૮/૧ ० नवनयनिरूपणमन्याय्यम् । नयाः। ते च नैगमादयः सप्त” (आ.सू.वृ.पृ.३) इत्युक्तम् । “साम्प्रतं नयाः, ते चाऽमी - नैगम-सङ्ग्रह -વ્યવહાર-સૂત્ર-શદ્ધ-સમઢવધૂતાવ્યા કર્તવ” (લૂ.શ્ર..૨/૪.૭/પૂ.૮૦/9.૪૨૬) રૂત્યવસ્યા सूत्रकृताङ्गसूत्रवृत्ती अपि एवकारेण मूलनयविभागे सप्ताऽतिरिक्तनयनिषेधोऽकारि । दशवैकालिकवृत्ती (१/५/नि.१४८)हरिभद्राचार्यः प्रवचनसारोद्धारे (गाथा-८४७) च नेमिचन्द्राचार्यः सप्त मूलनया दर्शिताः।। ततश्च नवधा मूलनयविभागप्रदर्शनं नाऽऽगमसम्मतं न वा युक्तिसङ्गतमाभातीति फलितमेतावता। म प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'नैगमाद्यन्तर्भावान्न द्रव्यार्थिक-पर्यायार्थिकनययोः पार्थक्योपदर्शनं युक्तमाभाती'ति यदुक्तं ग्रन्थकृता तत इदं शिक्षितव्यं यदुत केनचित् कारणेन कस्यचिदुक्तेरस्मदसम्मतत्वेऽपि तं प्रति अस्मद्वक्तव्यं स्वादुशब्दगर्भं यथा स्यात् तथा कार्यम्, न तु कटु । -कर्कशशब्दगर्भम् । अस्मच्छब्दा नोद्वेगसूचकाः, अपि तु कारुण्यदर्शकाः स्युः तथा कार्यम्। अधिकारदर्शकभाषां परित्यज्य प्रेम-वात्सल्यगर्भा भाषाऽस्माभिः प्रयोक्तव्या । ततश्च महामुनिः योगसारे का “નિઃપવન્તનિર્મ¢ પ્રાનોતિ પરમં હિમ્” (યો.સા.૬/૪૨) રૂતિ૮/T. નય કહેવાય. તે નૈગમાદિ સાત છે - આમ જણાવેલ છે. તથા તેઓશ્રીએ જ સૂયગડાંગસૂત્રવ્યાખ્યાના અંત ભાગમાં પણ જણાવેલ છે કે “હવે નયનું નિરૂપણ કરવાનો અવસર છે. તે નયો (૧) નૈગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર, (૪) ઋજુસૂત્ર, (૫) શબ્દ, (૬) સમભિરૂઢ, (૭) એવંભૂત - આ પ્રમાણે સાત જ છે.” જકારનો પ્રયોગ કરવા દ્વારા શ્રીશીલાંકાચાર્યજીએ મૂલન વિભાગમાં સાત નયથી વધારે નયનો પ્રવેશ કરવાનો નિષેધ કરેલ છે. આ કથનથી સૂચિત થાય છે કે આગમિક પરંપરામાં પણ “મૂલનય નવ પ્રકારના છે' - આવો વિભાગ માન્ય નથી. શ્રીહરિભદ્રસૂરિએ દશવૈકાલિકવ્યાખ્યામાં (૧/૫/નિયુક્તિગાથા ૧૪૮ પૃ.) તથા શ્રીનેમિચન્દ્રાચાર્યજીએ પ્રવચનસારોદ્ધારમાં (ગાથા-૮૪૭) મૂળ નય સાત જ જણાવેલ છે. તેથી અત્યાર સુધીની ચર્ચા દ્વારા “નવ પ્રકારે મૂલનયનું પ્રદર્શન આગમસંમત પણ જણાતું નથી કે તર્કસંગત પણ જણાતું નથી' - એવું ફલિત થાય છે. જે ખફા થવાના બદલે ખેદને વ્યક્ત કરીએ * આધ્યાત્મિક ઉપનય :- “મૈગમ વગેરે સાત નયમાં દ્રવ્યાર્થિકનયનો અને પર્યાયાર્થિકનયનો સમાવેશ થઈ જવાથી તે બન્ને નયને અલગ કરીને નવ નયનું નિરૂપણ કરવું વ્યાજબી જણાતું નથી” – આવું પોતાનું તાત્પર્ય ગ્રંથકારશ્રીએ જે શબ્દમાં રજૂ કરેલ છે, તેનાથી એક એવો બોધપાઠ આપણે શીખવા જેવો છે કે કોઈ પણ વ્યક્તિની વાત આપણને કોઈ પણ કારણસર ગમતી ન હોય, મંજૂર ન હોય, તે વાતનો સ્વીકાર કરવો વ્યાજબી જણાતો ન હોય તો પણ તે વ્યક્તિની સામે આપણા શબ્દો પથ્થર જેવા ભારેખમ ન હોવા જોઈએ પરંતુ હળવાફૂલ હોવા જોઈએ. આપણા શબ્દો સામેની વ્યક્તિ પ્રત્યે નારાજગી વ્યક્ત કરવાને બદલે દિલગીરી વ્યક્ત કરે તેવા જોઈએ, ખફા થવાને બદલે ખેદ વ્યક્ત કરે તેવા જોઈએ. ટૂંકમાં તાત્પર્ય એ છે કે અધિકારની ભાષામાં બોલવાને બદલે પ્રેમ-લાગણી-વાત્સલ્યની ભાષાનો, તેવા સમયે પણ, પ્રયોગ કરવો. તેના લીધે મહામુનિ યોગસારમાં દર્શાવેલ, સર્વ ક્લેશોથી રહિત પરમ પદને પ્રાપ્ત કરે છે. (૮૯)
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy