________________
૮/૬ ० निश्चयदृष्ट्या व्यवहारपालनम् ।
९२७ इदमेवाभिप्रेत्योक्तम् आलापपद्धतौ “असद्भूतव्यवहारो द्विविधः, उपचरिताऽनुपचरितभेदात् । तत्र संश्लेषरहितवस्तुसम्बन्धविषय उपचरिताऽसद्भूतव्यवहारः, यथा 'देवदत्तस्य धनमिति” (आ.प.पृ.२०)। ए
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - अस्य नयस्य औपचारिकत्वेन इदं ज्ञाप्यते यदुत - ... निश्चयनयतः एकस्य द्रव्यस्य अन्यस्मिन् द्रव्ये स्वामित्वं नास्ति, न वा एकं द्रव्यम् अपरद्रव्यकार्यं । करोति। इदं चेतसिकृत्य लोकव्यवहारनिर्वाहकृते एव ‘इदमस्य गृहम्, तत् तस्य धनम्' इति । व्यवहारकरणे आत्मार्थी मिथ्यात्वमोहोदयाऽकलङ्कितः स्यात् । अत एव “निश्चयं हृदि धृत्वैव, श व्यवहारं य आचरेत् । प्राप्स्यति पुण्यशाली सः, पारं भवोदधेर्ननु ।।” (सी.स्त.५/४) इति यशोविजयवाचकैः क गुर्जरभाषानिबद्धे सीमन्धरस्वामिस्तवने पञ्चविंशत्युत्तरशतगाथाप्रमाणे पठ्यते । एतत्सर्वं विस्मृत्य .. लोकव्यवहारनिमग्नो रङ्को जीवः आत्मभानं विमुच्य मोक्षमार्गात् परिभ्रश्यति । इदमात्मार्थिना न कदापि विस्मर्तव्यम् । इत्थमेव “कर्मक्षयेण जीवस्य स्वस्वरूपस्थितिः शिवम्” (ष.द.स.१६) इति षड्दर्शन- का समुच्चये मलधारिराजशेखरसूरिप्रदर्शितं शिवस्वरूपमविलम्बेनाऽऽविर्भवेत् ।।८/६।।
& સંશ્લેષશૂન્યમાં ઉપચરિત અસભૂત વ્યવહાર (વ.) આવા જ અભિપ્રાયથી આલાપપદ્ધતિ ગ્રંથમાં જણાવેલ છે કે “અસદ્દભૂત વ્યવહારના બે ભેદ છે. ઉપચરિત અને અનુપચરિત. પરસ્પર સંશ્લેષશૂન્ય વસ્તુઓના સંબંધને પોતાનો વિષય બનાવનાર નય ઉપચરિત અસભૂત વ્યવહાર કહેવાય છે. જેમ કે “દેવદત્તનું ધન' - આ પ્રમાણેનો વ્યવહાર.”
5 લોકવ્યવહારમાં ગળાડૂબ ન બનીએ આધ્યાત્મિક ઉપનય - આ વ્યવહારનય ઔપચારિક છે, ઉપચારપ્રધાન છે. તેનાથી એવું જણાય છે કે નિશ્ચયનયથી એક દ્રવ્યનું બીજા દ્રવ્ય ઉપર સ્વામિત્વ હોતું નથી. નિશ્ચયથી એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કોઈ કાર્ય પણ કરતું નથી. આ તાત્ત્વિક બાબતને લક્ષમાં રાખીને ફક્ત લોકવ્યવહારના નિર્વાહ માટે મોટુનું ઘર', “
પિન્ટનું ધન, ઈત્યાદિ બોલવામાં આવે તો મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયથી જીવી કલંકિત ન બને. તેથી જ શ્રી સીમંધરસ્વામીના સવાસો ગાથાના સ્તવનમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જણાવેલ છે કે :
નિશ્ચય દૃષ્ટિ હૃદય ધરી જી, પાળે જે વ્યવહાર,
પુણ્યવંત તે પામશે જી, ભવસમુદ્રનો પાર.” (પાંચમી ઢાળ, ચોથી ગાથા) ઉપરોક્ત તાત્ત્વિક હકીકતને ભૂલીને તથાવિધ લોકવ્યવહારમાં ગળાડૂબ બનેલો રાંક જીવ આત્મભાન ભૂલીને મોક્ષમાર્ગથી ભ્રષ્ટ થાય છે. આ વાત આત્માર્થી સાધકે કદાપિ ભૂલવી ન જોઈએ. આ રીતે જ આપણું શિવસ્વરૂપ = સિદ્ધસ્વરૂપ ઝડપથી પ્રગટે. શિવસ્વરૂપને જણાવતાં માલધારી શ્રી રાજશેખરસૂરિજીએ પદર્શનસમુચ્ચયમાં જણાવેલ છે કે “કર્મોનો ઉચ્છેદ થવાથી જીવ પોતાના સ્વરૂપમાં રહે તે જ શિવ = સિદ્ધિ = મુક્તિ છે.' (ટાદ)