SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ८७४ ० मूर्तस्याऽमूर्ताऽव्याघातकता 0 ૭/૪ ___ वस्तुतो मतिज्ञानम् आत्मनोऽमूर्त्तस्याऽमूर्तो गुणः। तत्र विजातीयपुद्गलगुणस्य मूर्त्तत्वस्योप चारात् स्वगुणे विजातीयगुणोपचारोऽसद्भूतव्यवहारोपनयः कथ्यते । तदुक्तम् आलापपद्धती RT “વિનાન્દસમૂતવ્યવદાર, યથા - “મૂર્ત મતિજ્ઞાનમ્', તો મૂર્તદ્રવ્યેળ નનિતમ્” (સા.પ. પૂ.૧૦) તિા. युक्तञ्चतत्, मतिज्ञानस्य केवलममूर्त्तत्वे प्रतिकूलमूर्त्तद्रव्येण व्याघातो न स्यात् । किन्तु कुड्यादिना - व्यवहिते घटादौ मतिज्ञानस्य व्याघातो भवत्येव । अतो तत्र मूर्तस्वभावोऽप्रत्याख्येयः। न ह्यमूर्त्तकस्वभावस्य गगनादेरिव मूर्त्तिमता द्रव्येण व्याघातः सम्भवति । इदमेवाभिप्रेत्य नयचक्रे द्रव्यस्वभावप्रकाशे च “'मुत्तं क इह मइणाणं मुत्तिमद्दव्येण जणियं जम्हा। जइ ण हु मुत्तं णाणं ता कह खलियं हि मुत्तेण ?।।” (न.च.५४, of द्र.स्व.प्र.२२६) इति । त्रैकालिकसमस्तमूर्त्ताऽमूर्त्तद्रव्य-पर्यायगोचरम् आत्मशुद्धस्वभावसम्भूतं हि केवलज्ञानं तु न मूर्तम्, मूर्त्तद्रव्याजन्यत्वात्, मूर्तेनाऽस्खलनाच्चेत्यादिकमूहनीयम् । प्रकृते “मूर्तसाधुगुणाः हि ज्ञानादयो मूर्ताद् अव्यतिरिक्तत्वात् कथञ्चिद् मूर्ती अपि शक्यन्ते वक्तुम् । (વસ્તુ) વાસ્તવમાં તો મતિજ્ઞાન આત્માનો ગુણ છે. આત્મા અમૂર્તિ છે. તેથી મતિજ્ઞાન પણ અમૂર્ત ગુણ છે. મૂર્તત્વ તો પુદ્ગલ દ્રવ્યનો ગુણ છે. પુદ્ગલ જડ છે. આત્મા ચેતન છે. તેથી મતિજ્ઞાન અને મૂર્તત્વ પરસ્પર વિજાતીય દ્રવ્યના ગુણ બને છે. આથી મતિજ્ઞાનમાં મૂર્તત્વ ગુણનો ઉપચાર કરવો તે સ્વગુણમાં વિજાતીય ગુણનો ઉપચાર કરવા સ્વરૂપ અસભૂત વ્યવહાર ઉપનય કહેવાય છે. તેથી આલાપપદ્ધતિ ગ્રંથમાં જણાવેલ છે કે “વિજાતિ અસભૂત વ્યવહાર બીજો અસભૂત જાણવો. જેમ કે “મતિજ્ઞાન મૂર્ત છે.” કારણ કે મૂર્તદ્રવ્યથી તે ઉત્પન્ન થયેલ છે - આ પ્રમાણેનો વ્યવહાર.” 8 મતિજ્ઞાન મૂર્ત છે . (યુ.) આ વાત યોગ્ય છે. કારણ કે જો મતિજ્ઞાન અમૂર્ત જ હોય તો પ્રતિકૂલ મૂર્ત દ્રવ્યથી મતિજ્ઞાનનો આ વ્યાઘાત થઈ ન શકે. પરંતુ દીવાલ વગેરથી ઢંકાયેલા ઘડા વગેરેને વિશે મતિજ્ઞાનનો વ્યાઘાત તો થાય જ વિ છે. તેથી મતિજ્ઞાનમાં મૂર્તસ્વભાવનો અપલાપ કરી ન શકાય. કેવલ અમૂર્તસ્વભાવવાળા ગગન વગેરેનો મૂર્ત દ્રવ્યથી વ્યાઘાત થતો નથી. તેમ મતિજ્ઞાન ફક્ત અમૂર્તસ્વભાવવાળું હોય તો તેનો પણ મૂર્ત દ્રવ્યથી ૨વ્યાઘાત સંભવી ન શકે. પરંતુ મૂર્ત દ્રવ્યથી મતિજ્ઞાનનો વ્યાઘાત તો થાય જ છે. આથી મતિજ્ઞાન મૂર્ત છે. આ જ અભિપ્રાયથી નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે “પ્રસ્તુતમાં મતિજ્ઞાન મૂર્તિ છે. કારણ કે તે મૂર્ત દ્રવ્યથી ઉત્પન્ન થયેલ છે. જો મતિજ્ઞાન મૂર્ત ન હોય તો મૂર્તદ્રવ્યથી મતિજ્ઞાન અલિત કેમ થાય?’ ત્રણ કાળના તમામ મૂર્ત-અમૂર્ત દ્રવ્ય અને તેના સર્વ પર્યાયો કેવલજ્ઞાનના વિષય છે. કેવલજ્ઞાન પોતાના વિષયોથી ઉત્પન્ન નથી. કારણ કે અતીતાદિ પદાર્થો અવિદ્યમાન હોવા છતાં કેવલજ્ઞાનના વિષય બને છે. કેવલજ્ઞાન તો આત્માના શુદ્ધસ્વભાવના કારણે પ્રગટ થાય છે. કેવલજ્ઞાન મૂર્ત ન કહેવાય. કારણ કે તે મૂર્તદ્રવ્યથી ઉત્પન્ન થતું નથી તથા મૂર્તદ્રવ્યથી અલિત થતું નથી. આ રીતે અહીં ઊહાપોહ કરવો. # સાધુગુણ કથંચિત્ મૂર્વ : વિશેષાવશ્યકવૃત્તિ * (ક) પ્રસ્તુતમાં વિશેષાવશ્યકભાષ્યની મલધારવ્યાખ્યાનો એક સંદર્ભ પણ અનુસંધાન કરવા યોગ્ય 1. मूर्तमिह मतिज्ञानं मूर्तिमद्रव्येण जनितं यस्मात्। यदि न हि मूर्तं ज्ञानं ततः (तर्हि) कथं स्खलितं हि मूर्तेन?।।
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy