SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ * प्रभाकरमिश्रमतद्योतनम् ८४५ यथोक्तं मीमांसाशाबरभाष्यवृत्तौ बृहत्यां प्रभाकरमिश्रेण “भेदप्रत्ययेऽपि अभेदोपचारो दृष्टः 'कुन्तान् प પ્રવેશવેતિ” (મી.શા.મા.વૃ.૧/૧/૯) તિા ] म तदुक्तं तत्त्वार्थराजवार्तिके अकलङ्काचार्येण अपि "पर्यायार्थत्वेन आश्रयेण परस्परव्यतिरेकेऽपि एकत्वाध्यारोपः ततश्चाभेदोपचारः" (त.रा.वा.४/४२/१४/२५३) इति । देहच्छेद-भेदादिप्रयुक्तजीववेदनालक्षणनिमित्ततः अहिंसापालनादिप्रयोजनतश्च प्रवर्त्तमानत्वाद् अयम् उपनयः शास्त्रकृतां सम्मत इति भावनीयम् । ये त्वात्मानं विभुं मन्यन्ते तेषां नैयायिकादीनां मते नैतदुपचार-व्यवहाराऽहिंसापालनादिकं सम्भवति । શરીરને ઉદ્દેશીને ‘આ મનુષ્ય આત્મા છે’ આવો સાર્વલૌકિક વ્યવહાર પ્રસિદ્ધ જ છે. સ્વૈચ્છિક રીતે જ આ વ્યવહાર પ્રસિદ્ધ છે. તે રીતે ‘એકેન્દ્રિય શરીર જીવ છે’ - આવો શાસ્ત્રીય વ્યવહાર પણ પ્રસિદ્ધ છે. (ચો.) મીમાંસાશાબરભાષ્યની બૃહતી નામની વ્યાખ્યામાં પ્રભાકરમિશ્ર નામના મીમાંસક વિદ્વાને પણ જણાવેલ છે કે “ભેદની પ્રતીતિ થવા છતાં પણ અભેદ ઉપચાર જોવા મળે છે. જેમ કે ભાલા અને ભાલાધારી વચ્ચે ભેદ હોવા છતાં પણ ભાલાધારીમાં ભાલાનો અભેદ આરોપ કરીને ‘ભાલાઓને આવવા દો’ આ પ્રમાણેનો વ્યવહાર જોવા મળે છે.'' ઊ ભિન્નમાં અભેદબુદ્ધિ ઊ (તવું.) તત્ત્વાર્થરાજવાર્તિક ગ્રંથમાં દિગંબરાચાર્ય શ્રીઅકલંકસ્વામીએ પણ જણાવેલ છે કે ‘પર્યાયાર્થનો આશ્રય કરવામાં આવે તો પરસ્પરભિન્ન વસ્તુમાં પણ એકત્વનો અધ્યારોપ = આરોપ થાય છે. તેના લીધે અભેદ ઉપચાર થાય છે.' આમ ભિન્ન વસ્તુમાં પણ અભેદ ઉપચાર શાસ્ત્રસંમત છે તેમ સિદ્ધ થાય છે. લક્ષણ-સંજ્ઞા-કાર્ય વગેરેની ષ્ટિએ શરીર અને આત્મા પરમાર્થથી જુદા હોવા છતાં પણ જડ એવા શરીરને છેદવામાં-ભેદવામાં આવે તો આત્માને દુઃખનો અનુભવ થાય છે. આથી સંસારી અવસ્થામાં દેહધારી જીવો અને દેહ વચ્ચે કથંચિત્ અભેદ માનવો જરૂરી છે. તો જ જીવદયાપાલન વગેરે શક્ય બને. આમ દેહછેદ-ભેદપ્રયુક્ત જીવવેદનાસ્વરૂપ નિમિત્તવશ અને અહિંસાપાલન વગેરે શું પ્રયોજનવશ પ્રવર્તવાના લીધે ‘પૃથ્વી શરીર જીવ છે’ આ વચન સ્વરૂપ અસદ્ભૂત વ્યવહાર ઉપનય શાસ્ત્રકારોને સંમત છે. આ વાતની ઊંડાણથી વિચારણા કરવી. ७/६ → આત્મા વિભુ નથી કે (વે.) જે નૈયાયિક વગેરે વિદ્વાનો આત્માને વિભુ સર્વવ્યાપી માને છે તેમના મત મુજબ તો આ દેહ આત્મા છે' આવો ઉપચાર, દેહોપઘાતથી આત્મપીડાનો વ્યવહાર, અહિંસાપાલન વગેરે સંભવી નહિ શકે. કારણ કે આત્મા શરીરની બહાર પણ હોય તો શરીરને જ ઉદ્દેશીને આત્માનો ઉપચાર કેમ થાય ? ટેબલ, ખુરશી વગેરેને ઉદેશીને આત્માનો ઉપચાર કેમ ન થાય શરીરની જેમ મકાન, દુકાન આદિમાં તોડ-ફોડ થાય ત્યારે આત્માને પીડા શા માટે ન થાય ? વગેરે પ્રશ્નોના સંતોષકારક સત્ય સમાધાન નૈયાયિકમત મુજબ મળી શકતા નથી. ઘડાનો નાશ કરવામાં આવે તો પણ આત્માની - क [0] का -
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy