________________
६/१३
* ऋजुसूत्रे ध्रौव्यग्राहकत्वमीमांसा
एतेन प्राग् (६/१) मेरुप्रमुखाणां यन्नित्यत्वमुक्तं तदपि समर्थितम्, तदीयसंस्थानपर्यायस्य स्थिरत्वादित्यवधेयम् ।
७८५
प
अत्र आलापपद्धतौ “ऋजुसूत्रो द्विविधः । सूक्ष्मर्जुसूत्रः, यथा - एकसमयावस्थायी पर्यायः । स्थूलर्जुसूत्रः, रा यथा - मनुष्यादिपर्यायाः तदायुःप्रमाणकालं तिष्ठन्ति” (आ.प. पृ. ८) इति देवसेनोक्तिरपि स्मर्तव्या, सूक्ष्मर्जुसूत्र - नयतः प्रतिक्षणं पर्यायविपरिवर्तनेऽपि स्थूलर्जुसूत्रमते तत्सन्तानापेक्षया तावन्तं कालं तेषां स्थायित्वोक्तेः । कार्त्तिकेयानुप्रेक्षाव्याख्याकृतोऽपि (गा. २७४) अत्रैवमेवाऽभिप्रायः ।
ST
इदञ्चात्रावधेयम् - ऋजुसूत्रः अर्थनयः । अर्थनयत्वेऽपि व्यञ्जनपर्यायग्राहकत्वात् स्थूलर्जुसूत्रस्या- क ऽशुद्धत्वम्, अर्थपर्यायमात्रग्राहकत्वात् सूक्ष्मर्जुसूत्रस्य तु शुद्धत्वमिति ।
र्णि
का
न च ध्रौव्यपर्यायग्राहकत्वे ऋजुसूत्रस्याऽध्रुवपर्यायग्राहकत्वराद्धान्तव्याकोपः तदग्राहकत्वे चाऽसद्विषयकत्वापत्तिः, उत्पाद - व्यय - ध्रौव्ययुक्तस्यैव सल्लक्षणत्वादिति व्याघ्र-तटीन्यायापात इति वाच्यम्, (તે.) અહીં પર્યાયને સ્થિર પણ જણાવેલ છે. તેથી આ જ છઠ્ઠી શાખાના પ્રથમ શ્લોકમાં મેરુ પર્વત વગેરેને નિત્ય કહેલ હતા તેનું પણ સમર્થન થઈ જાય છે. કારણ કે મેરુ પર્વત વગેરેના સંસ્થાન પર્યાય સ્થિર છે. આ વાત ખ્યાલમાં રાખવી.
* સ્કૂલપર્યાય દીર્ઘકાલીન
(સત્ર.) પ્રસ્તુતમાં આલાપપદ્ધતિનું ઋજુસૂત્રસંબંધી વચન પણ યાદ કરવા યોગ્ય છે. ત્યાં દેવસેનજી જણાવે છે કે “ઋજુસૂત્રનયના બે પ્રકાર છે. (૧) સૂક્ષ્મ ઋજુસૂત્ર; જેમ કે ‘પર્યાય એક સમય રહે છે.' (૨) સ્થૂલ ઋજુસૂત્ર; જેમ કે ‘મનુષ્ય પર્યાય મનુષ્યના આયુષ્ય સુધી રહે છે’ - આ પ્રમાણે ઋજુસૂત્રના બે ભેદ છે.” સૂક્ષ્મ દૃષ્ટિએ પ્રતિક્ષણ સર્વ પર્યાય બદલાવા છતાં મનુષ્યપર્યાયના પ્રવાહની અપેક્ષાએ, સ્થૂલ ઋજુસૂત્રનયના મતે, તેટલા કાળ સુધી (=મનુષ્ય જીવન પર્યન્ત) મનુષ્યપર્યાય સ્થાયી કહેવાય છે. આ અંગે કાર્તિકેયાનુપ્રેક્ષાવૃત્તિકારનો પણ અભિપ્રાય સમાન જ છે.
* દ્વિવિધ ઋજુસૂત્રનયમાં શુદ્ધિ-અશુદ્ધિ
(રૂવગ્યા.) અહીં એક વાત ધ્યાનમાં રાખવી કે ઋજુસૂત્રનય એ અર્થનય છે, વ્યંજનનય નથી. તેથી સ્થૂલ અને સૂક્ષ્મ બન્ને ઋજુસૂત્રનો વિષય અર્થપર્યાય બનવા જોઈએ. પરંતુ સ્થૂલ ઋજુસૂત્ર તો અર્થનય હોવા છતાં વ્યંજનપર્યાયનો દીર્ઘકાલસ્થાયી પર્યાયનો ગ્રાહક છે. તેથી સ્થૂલ ઋજુસૂત્ર અશુદ્ધ અર્થનય કહેવાય. તથા સૂક્ષ્મ ઋજુસૂત્રનય તો માત્ર અર્થપર્યાયને = ક્ષણિકપર્યાયને માને છે. તેથી તે શુદ્ધ અર્થનય છે. :- (ન હૈં.) સત્ પદાર્થ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત હોય છે. તેથી ઉત્પાદ-વ્યય પર્યાયની જેમ ધ્રૌવ્ય નામના પર્યાયને પણ ઋજુસૂત્રનયે સ્વીકારવો જોઈએ. અન્યથા ઋજુસૂત્રવિષયમાં સત્ત્નું લક્ષણ સંગત થઈ ન શકે. જો ઋજુસૂત્રનય ધ્રૌવ્ય પર્યાયને સ્વીકારે તો ક્ષણભંગુર પર્યાયને સ્વીકા૨વાની પોતાની આગવી માન્યતાને તેણે તિલાંજલિ આપવી પડે. તથા તેને ન સ્વીકારવામાં આવે તો ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત પદાર્થ સત્ હોવાથી ઋજુસૂત્રના વિષયમાં સત્ત્નું લક્ષણ ન જવાથી ઋજુસૂત્રનયને અસદ્વિષયક માનવાની આપત્તિ આવે. આમ ‘એક બાજુ ગંગા નદી અને બીજી બાજુ વાઘ' આવી જટિલ પરિસ્થિતિનું નિર્માણ થશે.
=