SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ७८३ ६/१३ ० स्थूलवर्तमानार्थविचारः । अनेन प्रथमस्य ऋजुसूत्रभेदस्य मनुष्यपर्यायग्राहकत्वे सूक्ष्मत्वं कथम् ? सूक्ष्मत्वं चेत्, प मनुष्यपर्यायग्राहकत्वं कथम् ? इति प्रत्याख्यातम्, शुद्धवर्त्तमानक्षणमात्रस्थितिकतया मनुष्यपर्यायग्राहकत्वेन तदुपपत्तेः । प्रकृते स्थूल सूत्रनयस्तु सजातीयपर्यायसन्ततिकालं यावत् तदन्तःपातिपर्यायं वर्तमानकालीनतया * अभ्युपगच्छति । अत एव मनुष्यायुःप्रमाणकालं यावद् मनुष्यपर्यायसन्तानगतैकत्वं प्रतिसन्धाय 'अयं श मनुष्यः, अयं मनुष्य' इति ब्रूते स्थूल सूत्रः । इत्थं स्थूल सूत्रः स्थूलवर्तमानकालीनपर्यायं सत्त्वेन क न च क्षणमात्रस्थितिकातिरिक्तार्थग्रहणेन ऋजुसूत्रसीमाऽतिक्रमणात् स्थूलर्जुसूत्र-व्यवहारनययोः साङ्कएँ प्रसज्येतेति शकनीयम, વાત સૂક્ષ્મ ઋજુસૂત્રનયની દૃષ્ટિમાં સુનિશ્ચિત છે. સમસ્યા :- (.) ઋજુસૂત્રનો પ્રથમ ભેદ મનુષ્યપર્યાયને માને તો તે સૂક્ષ્મ કઈ રીતે કહી શકાય? કારણ કે મનુષ્યપર્યાય તો દીર્ઘકાલીન છે. જો ઋજુસૂત્રનો પ્રથમ ભેદ સૂક્ષ્મ હોય તો દીર્ઘકાલીન એવા મનુષ્યપર્યાયને કઈ રીતે ગ્રહણ કરી શકે ? સામામાન :- (શુદ્ધ) જુસૂત્રનો પ્રથમભેદ સર્વ પર્યાયની સ્થિતિને માત્ર શુદ્ધ વર્તમાનક્ષણ પૂરતી જ માને છે. આ વાત હમણાં જ બતાવી ગયા છીએ. તેથી પ્રથમ ઋજુસૂત્ર મનુષ્યપર્યાયને પણ ફક્ત શુદ્ધ વર્તમાન ક્ષણમાં જ વિદ્યમાન હોવા સ્વરૂપે ગ્રહણ કરશે. આ કારણસર તેને સૂક્ષ્મ કહેવો યુક્તિયુક્ત જ છે. સ્થૂલ જુસૂત્રનયનું નિરૂપણ કરે (7) સૂક્ષ્મ ઋજુસૂત્રનય જે મનુષ્ય પર્યાયને ક્ષણિક માને છે, તે મનુષ્ય પર્યાય બીજી ક્ષણે આ નાશ પામે છે અને નૂતન મનુષ્ય પર્યાય ઉત્પન્ન થાય છે. આમ મનુષ્યઆયુષ્યકાળ પર્યન્ત મનુષ્ય પર્યાયનો પ્રવાહ ચાલે છે. પ્રવાહ, પરંપરા, ધારા, સ્રોત, સંતાન, સંતતિ વગેરે સમાનાર્થક શબ્દો છે. મનુષ્ય- CRI આયુષ્યપ્રમાણ કાળ સુધી એકસરખી મનુષ્યપર્યાયસંતતિ ચાલે છે. તે સજાતીય સંતતિ કહેવાય છે. તથા મનુષ્ય આયુષ્યની સમાપ્તિ થતાં વિજાતીય પર્યાયની ધારા ચાલે છે. પ્રસ્તુતમાં સ્થૂલ ઋજુસૂત્રનય સજાતીયપર્યાયસંતાનકાળ સુધી તે સંતાનમાં રહેલા પર્યાયને વર્તમાનકાલીનરૂપે ગ્રહણ કરે છે. તેથી જ મનુષ્યઆયુષ્યપ્રમાણ કાળ સુધી મનુષ્યપર્યાયપ્રવાહગત એકત્વનું અનુસંધાન કરીને “આ માણસ છે, આ માણસ છે' - આ પ્રમાણે સ્થૂલ ઋજુસૂત્રનય બોલે છે. આમ સ્થૂલ ઋજુસૂત્રનય જે વર્તમાનકાલને માને છે તે સૂક્ષ્મ = ૧ ક્ષણ નથી પરંતુ સ્થૂલ = મનુષ્યઆયુષ્યપ્રમાણ ૮૦-૯૦ વર્ષ સ્વરૂપ છે. આવા સ્કૂલવર્તમાનકાલીન પર્યાયને સ્થૂલ ઋજુસૂત્રનય સત્ = વાસ્તવિક સ્વરૂપે માને છે. શંકા :- (૧ ૨.) ઋજુસૂત્રનયનો વિષય તો ક્ષણિક પર્યાય છે. જો ઉપર જણાવ્યા મુજબ જીવનપર્યન્ત સ્થાયી મનુષ્યપર્યાયને પૂલ ઋજુસૂત્રનય માને તો ઋજુસૂત્રનયની વિષયમર્યાદાનું અતિક્રમણ થઈ જશે. આવું થવાથી સ્થૂલ ઋજુસૂત્રનય અને વ્યવહારના સંકીર્ણ = એકમેક બનવાની આપત્તિ આવશે.
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy