SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ છે પ્રસ્તાવના છે $....... શ્રીમદ્ વિજય મુનિચન્દ્રસૂરીશ્વરજી મ.સા. મહોપાધ્યાય શ્રીયશોવિજય ગણિવરની “દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ” નામે પ્રખ્યાત કૃતિ છે. સ્વોપજ્ઞ ટબો, ગણિવર શ્રીયશોવિજયજી મ. કૃત રાસનું સંસ્કૃત રૂપાંતર, ટબાનુસારી વિસ્તૃત સંસ્કૃત ટીકા અને ગુજરાતી વિવેચન સાથે તે કૃતિ આજે પ્રસિદ્ધ થઈ રહી છે. તે ઘણા આનંદનો વિષય છે. • નામકરણ : આ કૃતિની આદ્ય કડી આ પ્રમાણે છે :- “શ્રીગુરુ જીતવિજય મન ધરી શ્રી વિજય સુગુરુ આદરી; આતમ-અર્થિનઈ ઉપગાર, કરું દ્રવ્યઅનુયોગ વિચાર.” આ પ્રમાણે આ કૃતિનું ‘દ્રવ્યાનુયોગ વિચાર’ એવું નામ ગ્રંથકારને અભિપ્રેત હોય એમ જણાય છે. ગ્રંથના અંતે કે સમગ્ર ગ્રંથમાં ક્યાંય ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' એવું નામ સૂચિત નથી. છતાં આ જ નામ સર્વત્ર પ્રચલિત બન્યું છે એ વાત ચોક્કસ છે. તથા આ નામ મહોપાધ્યાયજીએ પોતે જ પ્રચલિત કર્યું હોય તેમ જણાય છે. મહોપાધ્યાયજીએ લખેલા ત્રણ પત્રો મળે છે. એક સંસ્કૃતમાં અને બે ગુજરાતી ભાષામાં લખાયેલા છે. ગુજરાતીમાં લખાયેલ પ્રથમ કાગળ વિ.સ. ૧૭૩૧ કે તે પછી લખાયેલો છે. શા. હરરાજ અને શા. દેવરાજ ઉપર પ્રશ્નના ઉત્તર તરીકે લખાયેલા આ વિસ્તૃત કાગળમાં પૃ. ૧૦૧ ઉપર ‘દ્રવ્ય-ગુણ -પર્યાયનો રાસ' નો ઉલ્લેખ છે. ઉપાધ્યાયજીના જીવન અને કવન વિષે અનેક ગ્રંથો દ્રષ્ટવ્ય છે. “યશોવંદના”, “શ્રુતાંજલી’, ‘મહો. યશોવિજય સ્મૃતિગ્રંથ', “મહોપાધ્યાય યશોવિજય સ્વાધ્યાયગ્રંથ', “અમર ઉપાધ્યાય”, “યશોવિજય પ્રવચનમાળા', “યશોભારતી આદિ. માનવિજયકૃત નયવિચાર - સાત નયનો રાસ, હેમરાજકૃત સં. ૧૭૨૬ માં નયચંદ્રરાસ પ્રસ્તુત રાસ પછી રચાયા છે. એવી રીતે ઉપદેશ અને અધ્યાત્મ વિષયક ઉપદેશાત્મકોશ, ધ્યાનદીપિકા, અધ્યાત્મકલ્પદ્રુમ ચોપાઈ વગેરે રચાયા છે. આવી ઘણી કૃતિઓ પર આ રાસની છાયા કે અસર જોઈ શકાય છે. પ્રસ્તુત રાસની ચોથી ઢાળનું વિવેચન કરતાં થયેલ વિશેષ ફુરણાઓને સંકલિત કરવા આ. અભયશેખરસૂરિજીએ “સપ્તભંગી વિંશિકા સ્વીપજ્ઞ ટીકા સાથે રચી છે. • મહોપાધ્યાયજી અને તેઓશ્રીની કૃતિઓ છે. મહોપાધ્યાય યશોવિજયજી ગણિવરના નામ-કામ જૈન જગતમાં જાણીતા છે. “યશોદોહન' વગેરે પુસ્તકોના લેખોમાં શ્રીહીરાલાલ ૨. કાપડિયા વગેરેએ ઉપાધ્યાયજીના જીવન અને ગ્રંથો વિષે વિગતે લખ્યું છે. અહીં એ બધાના આધારે ઉપયોગી થોડીક વિગતો જોઈએ. મહોપાધ્યાયશ્રીની સંસ્કૃતમાં ૧૩૦ જેટલી, પ્રાકૃતમાં ૧૦, ગુજરાતીમાં ૧૦૦ જેટલી, હિન્દીમાં ૧૫ જેટલી રચનાઓની નામાવલિ યશોદોહન પુસ્તકમાં (પૃ.૪૦૪ થી) અપાયેલી છે. આમાં પ્રગટ,
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy