SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ७५२ * चतुर्विधनैगमस्वरूपविचारः ૬/૨૦ रा पु सङ्कल्पभेदात् । विशेषावश्यके तूपचारस्य भिन्नग्रहणात् चतुर्विधः । नैके गमा आशयविशेषा यस्य स नैगमः । तत्र चतुःप्रकारा आरोपाः द्रव्यारोप - गुणारोप- कालारोप- कार्या( कारणा ? ) द्यारोपभेदात् । तत्र ( १ ) गुणे द्रव्यारोपः, पञ्चास्तिकायवर्तनागुणस्य कालस्य द्रव्य (त्व) कथनम् । एतद् गुणे द्रव्यारोपः । ( २ ) आत्मैव ज्ञानम् मु (ज्ञानमेवात्मा ?) अत्र द्रव्ये गुणारोपः । (३) वर्तमानकाले अतीतकालारोपः 'अद्य दीपोत्सवे वीरनिर्वाणम्' । वर्तमानकाले अनागतकालारोपः 'अद्य पद्मनाभनिर्वाणम्' । एवं षड् भेदाः । (४) कारणे कार्यारोपः, 'बाह्यक्रियाया धर्मत्वं' धर्मकारणस्य धर्मत्वेन कथनम् । अंशो द्विविधः - भिन्नोऽभिन्नश्च । सङ्कल्पोऽपि द्विविधः स्वपरिणामरूपः कार्यान्तरपरिणामश्चेत्यादिः । શતમેલો નૈમ" (૧.૬.સા. પૃ.૧૦૦) તિા का त्रिधा नैगम इत्युपलक्षणम्, अन्यथाऽपि नैगमभेदानां शास्त्रे उपलम्भात् । तथाहि - तत्त्वार्थ(ગ) સંકલ્પના ભેદથી નૈગમના ત્રણ ભેદ છે. વિશેષાવશ્યકભાષ્યમાં તો ઉપચારને આરોપ વગેરેથી ભિન્ન બતાવેલ છે. તેમાં ઉપચાર ઉમેરીએ તો નૈગમના ચાર ભેદ થાય. ન એક અનેક ગમ = અભિપ્રાયવિશેષ જેમાં હોય તે નૈગમ. મતલબ કે નૈગમનય અનેકઆશયી છે. ચાર પ્રકારે આરોપર્નંગમ (તંત્ર.) તેમાં (ક) આરોપર્નંગમના ચાર ભેદ છે. (૧) દ્રવ્યારોપ, (૨) ગુણારોપ, (૩) કાલારોપ, (૪) કાર્યાદિ આરોપ . (૧) તેમાંથી ગુણને વિશે જે દ્રવ્યારોપ કરવો તે દ્રવ્યારોપ. જેમ કે પંચાસ્તિકાયનો જે વર્તનાપરિણામ ગુણધર્મ છે, તે જ કાળ છે. આવા ગુણધર્મસ્વરૂપ કાળને દ્રવ્ય કહેવું તે આરોપિત કથન છે. પરંતુ વસ્તુતઃ કાળ એ કાંઈ સ્વતંત્ર દ્રવ્ય નથી. તેથી ઉપરોક્ત આરોપિત કથનને દ્રવ્યારોપ નૈગમનય સ્વરૂપે જાણવું. (૨) ‘આત્મા એ જ જ્ઞાન છે’ આ વાક્યમાં આત્મદ્રવ્યમાં તાદાત્મ્યસંબંધથી જ્ઞાનગુણનો આરોપ થાય છે. તેથી આ ગુણારોપ નૈગમનય કહેવાય. (૩) કાલારોપ. તેના છ ભેદ ॥ છે. સૌપ્રથમ છે વર્તમાનકાળમાં અતીતકાળનો આરોપ. જેમ કે ‘આ દીપોત્સવ મહાવીર મહારાજાનો નિર્વાણકલ્યાણકદિવસ છે’ - આ વાક્ય વર્તમાનકાળમાં અતીતકાળનો આરોપ કરે છે. તથા ‘આજે પદ્મનાભ મૈં તીર્થંકરનો નિર્વાણકલ્યાણકદિવસ છે' - આવું કથન તે વર્તમાનકાળમાં ભવિષ્યકાળનો આરોપ કરે છે. તેથી એ કાલા૨ોપનો બીજો ભેદ કહેવાય. પદ્મનાભ તીર્થંકર આવતી ચોવીશીમાં થવાના છે. તેથી તેમનું નિર્વાણ પણ ભવિષ્યકાલીન છે. અહીં તેમના ભાવી નિર્વાણકલ્યાણકદિવસનો વર્તમાનમાં ઉપચાર કર્યો છે. આ રીતે ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળના બે – બે ભેદ કરવાથી કાલારોપના છ ભેદ થાય. (૪) ‘બાહ્યક્રિયા એ ધર્મ છે’ આવું કથન કરવું તે ધર્મના કારણને ધર્મ તરીકે જણાવવાના લીધે કારણમાં કાર્યનો આરોપ કરનાર આરોપર્નંગમનો ચોથો ભેદ છે. htt - = (અંશો.) તથા (ખ) અંશના બે પ્રકાર છે - ભિન્ન અને અભિન્ન. તેમજ (ગ) સંકલ્પના પણ બે ભેદ છે - સ્વપરિણામરૂપ અને કાર્યાન્તરપરિણામ સ્વરૂપ. આ રીતે અનેક ભેદ-પ્રભેદ પડવાથી નૈગમનયના સેંકડો ભેદ છે.” આ રીતે નયચક્રસાર ગ્રંથમાં ખરતરગચ્છીય શ્રીદેવચન્દ્ર ઉપાધ્યાયજીએ જણાવેલ છે. * નૈગમનયના નવ ભેદ (ત્રિયા.) નૈગમનયના અન્ય જે ત્રણ ભેદ અહીં જણાવેલ છે, તે પણ ઉપલક્ષણ સમજવું. મતલબ
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy