SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ એ દ્રવ્યાનુયોગપરામર્શર્ષિકાસુવાસકારની હદયોર્થિક + વ્યાખ્યાનું ગુજરાતી વિવેચન (= કર્ણિકાસુવાસ) અને ટિપ્પણાદિનો તે જ પૃષ્ઠમાં સમાવેશ થઈ શકે. આ પ્રમાણે ગ્રંથનું Seting કરવાથી વાચકવર્ગને પાના આગળ-પાછળ ઉથલાવવા નહિ પડે. (૫) ગુજરાતી વિવેચનમાં પ્રાયઃ પ્રત્યેક પેરેગ્રાફના પ્રારંભમાં ()માં સંસ્કૃત વ્યાખ્યાનું પ્રતીક આપવું જેથી વાચકને ઉપરના વ્યાખ્યાગ્રંથ જોડે અનુવાદ સંલગ્ન કરવામાં અનુકૂળતા રહે. (૬) રાસની પ્રત્યેક નવી ગાથાનો દ્રવ્યાનુયોગપરામર્શના નૂતન શ્લોકનો પ્રારંભ નવા પૃષ્ઠથી કરવો. (૭) ગુજરાતી વિવેચનમાં અવસરે વિષયને અનુરૂપ અવનવા શીર્ષક (Heading) મૂકી વાચકોને આગળના ગ્રંથવાંચન માટે તૈયાર કરવા. આવી રીતે ગ્રંથના સેટીંગ માટે મહેનત કરી છે. રાસઅનુસારી દ્રવ્યાનુયોગપરામર્શ એટલે દિવ્ય અને ભવ્ય કલ્પવૃક્ષ ! રાસની સત્તર ઢાળ મુજબ એ કલ્પવૃક્ષનું સંવર્ધન એટલે સત્તર શાખા. - ટબાને અનુસરીને કલ્પવૃક્ષનું ખીલવું એ કુસુમખચિત રંગબેરંગી કર્ણિકા. નૂતન ગુજરાતી વિવેચન એ કર્ણિકાની ચોતરફ મઘમઘતી મસ્ત સુવાસ. આ પરામર્શકર્ણિકા સુવાસ અહીં અવતરણિકા, શ્લોકાર્થ, શંકા-સમાધાન, પ્રશ્ન-પ્રત્યુત્તર, પૂર્વપક્ષ -ઉત્તરપક્ષ, જિજ્ઞાસા-શમન, તર્ક-તથ્ય, તાળુ-ચાવી, દલીલ-નિરાકરણ, સ્પષ્ટતા, આધ્યાત્મિક ઉપનય... ઈત્યાદિ ક્રમથી ફેલાયેલ છે. આ અંગે વિશેષ વિગત માટે જુઓ પ્રસ્તુત પ્રસ્તાવનામાં જ દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા સુવાસ” ની રૂપરેખા પૃ.86. પ્રથમ ભાગમાં ગ્રંથપ્રારંભ પૂર્વે રાસ-ટબો-દ્રવ્યાનુયોગપરામર્શ-પરામર્શકર્ણિકાવ્યાખ્યામાં આવેલા પદાર્થોની વિસ્તૃત સૂચિ (Tree) આપેલ છે. (જુઓ પૃષ્ઠ – 96 થી 162) આવા પ્રકારના પ્રારંભિક પરિશિષ્ટથી ચોક્કસ પ્રકારના વિષયોની અભિરુચિ ધરાવનાર અધ્યેતાઓને પોતાના મનપસંદ વિષયોને માણવા તે-તે પૃષ્ઠો ઉપર ઝડપથી સરકવાની સુંદર તક સરળતાથી મળશે. તેમજ અવસરે સિંહાવલોકન/વિહંગાવલોકન માટે પણ અનુકૂળતા રહેશે. પ્રત્યેક શાખાના પ્રારંભ પૂર્વે ૧ પાનામાં તે - તે શાખાની સંક્ષિપ્ત વિષયમાર્ગદર્શિકા (સંસ્કૃતમાં) તથા ૧ પૃષ્ઠમાં તે શાખાનો ટૂંકસાર આપેલ છે. તથા દરેક શાખાના અંતે બે પૃષ્ઠમાં તે-તે શાખામાં આવેલા પદાર્થોની અનુપ્રેક્ષા (પ્રશ્નપત્રો આપવામાં આવેલ છે. (તેના જવાબ સાતમા ભાગમાં ૧૭ મા પરિશિષ્ટમાં છે.) ગ્રંથના અંતે છેલ્લા (= સાતમા) ભાગમાં હસ્તપ્રતોમાં વિદ્યમાન અંતિમ પુષ્પિકા-લેખક-પ્રેરક -હસ્તપ્રતલેખનસ્થળ વગેરેનો નિર્દેશ કરેલ છે. તથા ૧૮ પરિશિષ્ટો આપેલ છે. આ ક્રમથી સમગ્ર ગ્રંથનું સંપાદન કરવામાં આવેલ છે. સંસ્કૃત વ્યાખ્યાની રચનાપદ્ધતિ છે (૧) દ્રવ્યાનુયોગપરામર્શની વ્યાખ્યા કરતી વખતે પ્રારંભમાં પ્રત્યેક શ્લોકની અવતરણિકા આપીને દંડાન્વય જણાવેલ છે. ત્યાર બાદ તેની વ્યાખ્યા “રાસ' ના સંશોધિત-સંવર્ધિત ટબાને અનુસરીને કરેલ છે. ટબાના શબ્દાર્થને-ભાવાર્થને સંસ્કૃત વ્યાખ્યામાં સંપૂર્ણતયા સમાવવાનો યથાશક્ય પ્રયાસ થયો છે. તથા શક્યતા મુજબ “ટબા'ની પ્રત્યેક પંક્તિના સમર્થન માટે શ્વેતાંબર-દિગંબર-જૈનેતર શાસ્ત્રોના સંદર્ભોને છૂટથી દર્શાવેલ છે. ટબામાં જે જે પ્રાચીન અવતરણો મહોપાધ્યાયજી મહારાજે લીધેલ છે, તેની સંપૂર્ણ
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy