SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ☼ सदसत्स्वभावकार्यतुच्छताविचारः १६३ प = इदमेवाभिप्रेत्य महोपाध्याययशोविजयैः अपि शुद्धसङ्ग्रहनयात्मकशुद्धद्रव्यार्थिकमतानुसारेण नयोपदेशे “आदावन्ते च यन्नास्ति मध्येऽपि हि न तत्तथा । वितथैः सदृशाः सन्तोऽवितथा इव लक्षिताः । । ” (नयो. १४) इत्युक्तम्। तद्वृत्तिः नयामृततरङ्गिणी तु प्रकृते “ आदावन्ते च यद् वस्तु नास्ति, तद् मध्येऽपि रा मध्यमकालेऽपि न तथा = नास्तीत्यर्थः । न हि प्रागभाव-ध्वंसानवच्छिन्नकालसम्बन्धः सत्तेत्यभ्युपगन्तुं शक्यम्, म उत्पत्ति-विनाश्यतासमययोः उत्पत्ति-विनाश-व्यापारव्यग्रयोरन्वयिव्यवहारात् । न च तद्विवेके मध्यभागः कश्चिदवशिष्यते इक्षुदण्डस्येव सकलमूलाऽग्रभागच्छेदे । किञ्च, पूर्वं पश्चाच्चासत्स्वभावस्य कथं मध्यमक्षणे सत्स्वभावत्वम्, स्वभावविरोधात् । ‘मध्यक्षणे सन्नेव पर्यायः पूर्वाऽपर-कालयोरसद्व्यवहारकारीति न स्वभावविरोधः' इति चेत् ? तर्हि पूर्वाऽपरकालयोरसत्स्वभाव एवायं मध्यक्षणसम्बन्धेन सद्व्यवहारकारीत्येव किं न स्वीक्रियते । (મેવ.) આ જ બાબતને લક્ષમાં રાખીને નયોપદેશ નામના ગ્રંથમાં મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે પણ શુદ્ધસંગ્રહનયસ્વરૂપ શુદ્ધદ્રવ્યાર્થિકનયના મત મુજબ જણાવેલ છે કે “પ્રારંભમાં અને પ્રાન્તે જે વસ્તુ નથી હોતી તે વસ્તુ વચલા સમયે પણ નથી હોતી. જગતના ભાવો તુચ્છ વસ્તુ જેવા હોવા છતાં પણ અતુચ્છ જેવા જણાય છે.” નયોપદેશ ગ્રંથ ઉપર ઉપાધ્યાયજી મહારાજે નયામૃતતરંગિણી નામની વ્યાખ્યા રચેલ છે. ઉપરોક્ત શ્લોકના તાત્પર્યની સ્પષ્ટતા કરતા તેમણે ત્યાં જણાવેલ છે કે “શરૂઆતમાં અને અંતે જે વસ્તુ નથી હોતી તે વસ્તુ વચલા સમયે પણ નથી હોતી. આનું કારણ એ છે કે ‘પ્રાગભાવથી અને પ્રÜસાભાવથી અનવચ્છિન્ન એવા વર્તમાન કાળનો સંબંધ ‘સત્તા’ · આવું સ્વીકારવું શક્ય નથી. કેમ કે ઉત્પત્તિસમયે અને વિનાશ્યતાસમયે ક્રમશઃ ઉત્પત્તિવ્યાપારમાં અને વિનાશવ્યાપારમાં વ્યગ્ર હોય તેવા પદાર્થમાં જ અન્વયી (સત્) તરીકેનો વ્યવહાર થાય છે અને ઉત્પત્તિ સુ -વિનાશનો વિવેક કરવામાં આવે તો વચલો કોઈ ભાગ બાકી રહેતો નથી. (કેમ કે પ્રતિસમય ઉત્પાદ -વ્યય ચાલુ જ હોય છે) જેમ શેરડીના સાંઠાનો સઘળો મૂળનો ભાગ અને સઘળો અગ્ર ભાગ છેદી નાખવામાં આવે તો શેરડીના સાંઠામાં વચ્ચે કશું બાકી રહેતું નથી. - al જે સત્-અસત્ સ્વભાવમાં વિરોધ (વિઝ્યુ.) વળી, આગળ અને પાછળ જેનો સ્વભાવ અસત્ હોય તે પદાર્થ મધ્યમ ક્ષણમાં કઈ રીતે સત્ હોય ? કારણ કે સત્ત્વભાવમાં અને અસત્વભાવમાં પરસ્પર વિરોધ છે. જે વસ્તુનો સ્વભાવ સત્ હોય તેનો સ્વભાવ અસત્ ન હોઈ શકે. જેનો સ્વભાવ અસત્ હોય તેનો સ્વભાવ સત્ ન હોઈ શકે. માટે આગળ અને પાછળ અસત્સ્વભાવવાળી વસ્તુનો સ્વભાવ વચ્ચે પણ અસત્ જ હોય તેવું સિદ્ધ થાય છે. :- (‘મધ્ય.) વચલી ક્ષણોમાં સત્ત્વભાવને ધારણ કરનારો જ પર્યાય પૂર્વ કાળમાં અને પશ્ચાત્ કાળમાં (અસત્ત્વભાવને ધારણ કર્યા વિના જ) પોતાના વિશે અસત્ તરીકેનો વ્યવહાર કરાવે તેવું માનવામાં વિરોધને અવકાશ નથી. અહીં પૂર્વ-પશ્ચાત્-મધ્યમ ક્ષણમાં સ્વભાવભેદ સ્વીકારવામાં આવતો નથી. આ વિનિગમના વિરહ २/९ = (પ્રત્યુત્તર :- (તĚિ.) તમારી માન્યતામાં વિનિગમનાવિરહ દોષ લાગુ પડે છે. કેમ કે ‘મધ્યમ ક્ષણમાં સત્ સ્વભાવને ધારણ કરનારો પર્યાય આગળ-પાછળની ક્ષણમાં અસત્ વ્યવહારને કરાવે છે' - આ क AL
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy