SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ प्रतिव्यक्ति तुल्यपरिणतेः तिर्यक्सामान्यरूपता २/५ જે જે રૂપે એકત્વ નિયમ તે તે રૂપ સામાન્ય કહીએ *વિવારે નિ માવો* ર હિવઈ કોઈ ઈમ કહિસ્યાં જે “ઘટાદિક ભિન્ન વ્યક્તિમાં જિમ ઘટતાદિક એક સામાન્ય છઇ, સ તિમ પિંડ-કુસૂલાદિક ભિન્ન વ્યક્તિમાં મૃદાદિક એક સામાન્ય છઈ તો તિર્યસામાન્ય-ઊર્ધ્વતાસામાન્યનો સ્યો વિશેષ છે ?” प उच्यते। येन येन रूपेण एकत्वनियमनं तत् तद् रूपं सामान्यं कथ्यते इत्याशयः। यथा नील-पीत -रक्तादिषु विभिन्नप्रदेशिषु घटविशेषेषु घटत्वम् एकरूपतामेव दर्शयति तथा शबल-शाबलेय-बाहुलेयादिषु ____ भिन्नप्रदेशिषु गोपिण्डविशेषेषु गोत्वलक्षणं तिर्यक्सामान्यं हि समानाकारतामेवोपदर्शयतीति भावः । तदुक्तं प्रमाणनयतत्त्वालोकालङ्कारे वादिदेवसूरिभिः “प्रतिव्यक्ति तुल्या परिणतिः = तिर्यक्सामान्यम् शबल -શાયત્તે વિષેિપુ નોર્વ પ્રથા” (પ્ર.ન.ત.૧/૪) રૂતિ. क ननु यथा नील-पीत-रक्तादिघटादिषु व्यक्तिविशेषेषु घटत्वादिकमेकमेव सामान्यं तथा पिण्ड -कुशूलादिषु व्यक्तिविशेषेषु मृदादिकमप्येकमेव सामान्यमिति को विशेषः तिर्यक्सामान्योर्ध्वतासामान्यઘટત્વસ્વરૂપ શક્તિ જ એકાકારતાની = ઘટાદારતાની પ્રતીતિ કરાવતી હોવાથી ઘટત્વસ્વરૂપ શક્તિ એ તિર્યસામાન્ય કહેવાય. તમામ ઘડાઓ જુદી જુદી માટીમાંથી બનેલા હોવાથી જુદા જુદા છે. તેમ છતાં તે વિભિન્ન ઘડાઓમાં ઘટાદારતાને જણાવનારું કોઈ તત્ત્વ હોય તો તે ઘટત્વ છે. તમામ ઘડાઓમાં અનુગતરૂપે ઘટાકાર જણાય છે. માટે તમામ ઘડાઓમાં અનુગત ઘટત્વ તે જ તિર્યસામાન્ય કહેવાય છે. તાત્પર્ય એ છે કે જે સ્વરૂપે પદાર્થોમાં એકત્વનું = એકાકારનું નિયમન થઈ શકે તે તે સ્વરૂપ તે વ્યવહારથી સામાન્ય કહેવાય છે. ઘટવરૂપે તમામ ઘડાઓમાં એકાકારતાની પ્રતીતિનું નિયમન થતું હોવાથી ઘટવ સ્વરૂપ દ્રવ્યશક્તિ સામાન્ય (અહીં તિર્યસામાન્ય) કહેવાય છે. જેમ વિભિન્ન અવયવોમાં રહેનારા C નીલ-પીત-રક્ત વગેરે જુદા જુદા ઘડાઓમાં ઘટત્વશક્તિ એકરૂપતાને જ દેખાડે છે, તેમ શબલ (= કાબરચીતરી), કાળી, ધોળી વગેરે ગાયો જુદા જુદા અવયવોમાં રહેતી હોવાથી જુદી જુદી છે. તેમ છતાં તે વિલક્ષણ ગોપિંડમાં “ગોત્વસ્વરૂપ તિર્યસામાન્ય ખરેખર સમાનાકારતાને જ દેખાડે છે અર્થાત વિભિન્ન વર્ણોવાળી તમામ ગાયોને ગાયસ્વરૂપે જણાવવાનું કાર્ય ગોત્વસ્વરૂપ તિર્લફસામાન્ય કરે છે. તેથી જ પ્રમાણનયતત્તાલોકાલંકારમાં વાદિદેવસૂરિ મહારાજે જણાવેલ છે કે “દરેક જુદી જુદી વ્યક્તિમાં સમાન એવી પરિણતિ તિર્યસામાન્ય કહેવાય છે. જેમ કે કાબરચીતરી, કાળી, ધોળી વગેરે ગામોમાં ગોત્વસ્વરૂપ સમાન પરિણતિને તિર્યસામાન્ય કહે છે.” શકા :- (ન.) જેમ ભૂરા-પીળા-લાલ વગેરે જુદા જુદા ઘડાઓમાં ઘટતસ્વરૂપ એક જ અનુગતધર્મ સામાન્ય કહેવાય છે. તેમ મૃતપિંડ-સ્થાસ-કોશ-કુશૂલ વગેરે વિભિન્ન વસ્તુઓમાં માટી પણ અનુગત એવું એક જ સામાન્ય તત્ત્વ છે. તો પછી તિર્લફસામાન્યમાં અને ઊર્ધ્વતા સામાન્યમાં શું તફાવત છે? અનુગત ઘટત્વને તિર્યસામાન્ય કહેવાય તો અનુગત મૃદ્રવ્યને પણ તિર્યસામાન્ય જ કહેવું જોઈએ. અથવા * સિ.માં “સામાન્ય કહી વ્યવહરિ ઈ પાઠ. * ..* ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૩+૪+૯+૧૧)+ સિ.આ.(૧) માં છે....' ચિહ્નયમધ્યવર્તી પાઠ કો.(૩)માં નથી. • હિવઈ = હવે. આધારગ્રંથ- આનંદઘનબાવીસી સ્તબક (જ્ઞાનવિમલસૂરિકત), કુસુમાંજલિ (જિનરાજસૂરિકૃત), નેમિરંગરત્નાકરછંદ, હરિવિલાસ રાસલીલા.
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy