SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ १२६ ० परिभाषान्तरप्रकाशनम् ० ૨/૨ y ‘मुखं चन्द्र इव' इत्यादिवत् प्रकृते मुक्तावलीनिष्ठमुक्ता-तद्गुणभेदांशे एव दृष्टान्तस्य अभिमतत्वात्, ' न तु सर्वथेति न दोषः। र व्यक्त्या गुण-पर्यायौ व्यपदेश्यौ शक्त्या च द्रव्यमित्यपि परिभाषान्तरम् । शक्तिस्तु व्यक्तिव्यापिका म व्यक्तितश्च भिन्ना । इदमत्राकूतम् - व्यक्तिपदेन कार्यस्वरूपावस्थालक्षणा अभिव्यक्तिरुच्यते शक्तिपदेन - च सुषुप्तावस्था कारणस्वरूपावस्थालक्षणा स्थितिरुच्यते । उपादानकारणं कालान्तरे कार्यमभिव्यनक्ति । - अतः उपादानं शक्तिरुच्यते उपादेयं च व्यक्तिरिति। व्यक्तिपदं सक्रियतां सूचयति शक्तिपदं च क निष्क्रियतां स्थितिलक्षणाम् । व्यक्तिपदम् उत्पाद-व्ययौ आह शक्तिपदञ्च ध्रौव्यम् । ध्रौव्यादेव द्रव्यमपि णि शक्तिपदेन उच्यते । द्रव्यव्यक्तत्वाद् गुण-पर्यायौ व्यक्तिपदेन प्रोच्यते । परमार्थतो द्रव्यं स्वाश्रितम्, गुण-पर्यायास्तु द्रव्याश्रिताः। द्रव्यं विना गुणादेरवृत्तेः द्रव्यस्य तादात्म्यसम्बन्धेन व्यापकता गुण १ -पर्याययोश्च अपृथग्भावसम्बन्धेन स्वसमानाधिकरणैकप्रदेशत्वसम्बन्धेन वा व्याप्यतेत्यवधेयम् । & માળા દૃષ્ટાંત ભેદઅંશમાં ગ્રાહ્ય સમાધાન :- (‘મુd) અહીં મોતીની માળાનું દષ્ટાંત ગ્રહણ કરેલ છે તે સર્વ અંશે દાન્તિકમાં લાગુ પાડવાનું નથી પણ અમુક અંશે જ લાગુ પાડવાનું છે. માળાના દષ્ટાંતથી અહીં ફક્ત એટલું જ જણાવવું છે કે જેમ મોતીની માળા મોતીથી અને મોતીના ઉજ્વલતાદિ ગુણોથી ભિન્ન છે તેમ દ્રવ્ય પર્યાયથી અને ગુણથી ભિન્ન છે. જેમ કે “મુખ ચંદ્ર જેવું છે' - આ ઉપમા ચંદ્રગત સૌમ્યતા -આફ્લાદકતા-વર્તુલતા વગેરે અંશમાં જ અભિમત હોય છે, નહિ કે ચંદ્રગત કલંકિતતા-દૂરવર્તિત્વ આદિ અંશમાં. તે રીતે પ્રસ્તુતમાં સમજવું. તેથી પર્યાયમાં ગુણની સિદ્ધિ થવાની આપત્તિને અવકાશ નથી. શક્તિ-વ્યક્તિનો વિચાર છે (વ્યવસ્થા.) “વ્યક્તિરૂપે ગુણ તથા પર્યાય કહેવાય તથા શક્તિરૂપે દ્રવ્ય કહેવાય' - આવી પણ વા એક પરિભાષા છે. શક્તિ વ્યક્તિને વ્યાપ્ત છે. અર્થાત્ વ્યક્તિને વ્યાપીને શક્તિ રહેલ છે. મતલબ કે અવિનાભાવસંબંધથી શક્તિ વ્યક્તિની સાથે સંકળાયેલી છે. શક્તિ વ્યાપક છે. વ્યક્તિ વ્યાપ્ય છે. સ તેમ છતાં શક્તિ વ્યક્તિથી ભિન્ન છે. પ્રસ્તુતમાં કહેવાનો આશય એ છે કે – વ્યક્તિ એટલે અભિવ્યક્તિ. કાર્યસ્વરૂપ અસ્થિરઅવસ્થા એટલે વ્યક્તિ. તથા શક્તિ એટલે સુષુપ્ત અવસ્થા. કારણસ્વરૂપ સ્થિરઅવસ્થા એટલે શક્તિ. તેથી “શક્તિ' શબ્દથી સ્થિતિ કહેવાય છે. ઉપાદાનકારણ કાલાન્તરમાં કાર્યને વ્યક્ત કરે છે. તેથી ઉપાદાન કારણ = શક્તિ. ઉપાદેય કાર્ય = વ્યક્તિ. “વ્યક્તિ” શબ્દ સક્રિયતાને દર્શાવે છે. શક્તિ' શબ્દ નિષ્ક્રિયતાને સ્થિરતાને દર્શાવે છે. વ્યક્તિ' શબ્દ ઉત્પાદ-વ્યયને જણાવે છે. “શક્તિ' શબ્દ ધ્રૌવ્યને જણાવે છે. દ્રવ્ય ધ્રુવ હોવાથી શક્તિશબ્દથી વાચ્ય છે. દ્રવ્યથી વ્યક્ત થતા હોવાથી ગુણ-પર્યાય વ્યક્તિપદથી વાચ્ય છે. દ્રવ્ય પરમાર્થથી સ્વાશ્રિત છે. ગુણ અને પર્યાય દ્વવ્યાશ્રિત છે. દ્રવ્ય વિના ગુણપર્યાય રહેતા નથી. માટે દ્રવ્ય વ્યાપક છે તથા ગુણાદિ વ્યાપ્ય છે. દ્રવ્યમાં જ ગુણ-પર્યાય હોય છે. અપૃથગુભાવ સંબંધથી અથવા સ્વસમાનાધિકરણ એકપ્રદેશ–સંબંધથી = સ્વસામાનાધિકરણ્યસમાનાવચ્છેદકસંબંધથી (આગળ બતાવી ગયા તે સંબંધથી) ગુણ-પર્યાય જ્યાં હોય ત્યાં તાદાભ્યસંબંધથી
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy