SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હૃદયોર્મિ૰ કારણ બને, મોક્ષપ્રાપક બને. સમ્યગ્દર્શન-જ્ઞાનશૂન્ય એવી ભાવશુદ્ધિ પણ મોક્ષફલક ન બને,તો ફક્ત બાહ્યાચારશુદ્ધિ તો કઈ રીતે મોક્ષજનક બને ? ન જ બને. દીક્ષા લઈને, ઉપલક રીતે શાસ્ત્રના પદાર્થને પકડી, પોતાના પોપટીયા બોધમાં જ જે રાચ્યો-માચ્યો રહે, તે ઉગ્ર બાહ્યાચાર પાળવા છતાં રાગાદિ વિભાવપરિણામનો પક્ષ ન છોડવાથી સમ્યગ્દર્શનથી બાહ્ય દૂરવર્તી જાણવો. આત્મઝૂરણા વગરનું ગોખણપટ્ટીવાળું જ્ઞાન તારક ન બને. ‘હું’ ની ગહન તલાશ અને સમ્યક્ તપાસ વિનાની કોરી વિદ્વત્તા કે ઉપદેશપટુતા કદાચ બીજાને મંત્રમુગ્ધ કરે. પણ સમ્યગ્દર્શનની પરીક્ષામાં તો તે સ્વયં નાપાસ જ થાય. સમ્યજ્ઞાન અને સમ્યક્ ચારિત્ર પણ સમકિતના આધારે જ રહે છે. માટે જ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિ પૂર્વે સમ્યક્ત્વને મેળવવાનો પ્રયાસ કરવાનો છે. તો જ આત્માનો આધ્યાત્મિક પ્રવાસ અને પ્રયાસ સફળ અને સાર્થક બને. આવું ષષ્ટિશતકવૃત્તિમાં પ્રારંભમાં જ જણાવેલ છે. તેથી જ અપુનબંધકાદિને સંયોગવિશેષમાં દીક્ષા આપ્યા બાદ ગુરુએ શિષ્યના આત્મામાં સૌ પ્રથમ દર્શન મોહનીયનો ઉચ્છેદ થાય તથા સમ્યગ્દર્શન પ્રગટ થાય તે માટે પ્રયત્ન કરવાનો છે. આવું ‘પંચવસ્તુમાં શ્રીહરિભદ્રસૂરિજીએ તથા બૃહત્કલ્પભાષ્યવૃત્તિમાં (ગાથા-૩૩૨) શ્રીમલયગિરિસૂરિજીએ જણાવેલ છે. અરે ! સાધુજીવન તો શું ? શ્રાવકજીવનમાં જિનપૂજા વગેરે આચાર પાળતાં પૂર્વે જ મિથ્યાત્વને છોડવાની વાત શ્રાદ્ધવિધિવ્યાખ્યામાં જણાવેલ છે. મતલબ કે જિનપૂજાદિ બાહ્ય આરાધનાઓ કરતાં પણ મિથ્યાત્વનો ત્યાગ વધુ મહત્ત્વપૂર્ણ છે. ‘સુખ-શાંતિ બહારમાં છે, દેહ-પત્ની-પુત્ર-પરિવાર-પૈસા-પ્રસિદ્ધિમાં છે’ - આવી મિથ્યામતિ ટળે તો જ મિથ્યાત્વ ઓગળે અને અંદરમાં સહજ શાંતરસમય અનંત આનંદનું વેદન થાય. ૪ . 27 તેથી મિથ્યામતિને ટાળવા, મિથ્યાત્વને ઓગાળવા માટે (૧) વિષયવાસનાનો આવેગ, (૨) કષાયનો આવેશ, (૩) આક્રોશ (ઈર્ષ્યા-દ્વેષ-તિરસ્કાર વગેરે ભાવોથી પ્રેરાઈને સાચી-ખોટી હૈયાવરાળ કાઢવી), (૪) આગ્રહ, (૫) આશાતના - આ પાંચ મલિન પર્યાયોને પોતાના અંતઃકરણમાંથી કાઢવા સાધકે સ્વયમેવ સતત પ્રયત્નશીલ રહેવું જરૂરી છે. જ્યાં સુધી આ પાંચેય મલિન પર્યાયોની અંતઃકરણમાં કબજિયાત થયેલી હોય, ત્યાં સુધી તપ-જપ-શાસ્ત્રાભ્યાસાદિ સાધના દ્વારા થતી પુણ્યની પુષ્ટિ પ્રાયઃ “પાપાનુબંધી હોય છે. તેવી સાધનાથી સાત્ત્વિકતા વધતાં જે દેહબળ, વાણીબળ, મનોબળ, પ્રેરણાબળ, આત્મવિશ્વાસબળ, લેખનબળ, પુણ્યબળ, પ્રભાવકતાબળ, શિષ્યપરિવારબળ વગેરે પ્રાપ્ત થાય છે, તે પ્રાયઃ અહંભાવપોષક, *જિનશાસનનાશક, રસ-ઋદ્વિ-શાતાગારવના સર્જક તથા માયા-નિયાણ-મિથ્યાત્વશલ્યના વર્ધક બનવાથી ભવાટવીમાં સાધકને રખડાવે છે. જ્યાં સુધી અહંભાવને ઓગાળ્યો ન હોય, મલિન ચિત્તવૃત્તિને ઘસી ન હોય, ચિત્તવૃત્તિપ્રવાહને બહારમાં ઉદાસીન બનાવ્યો ન હોય, અંતઃકરણવૃત્તિવહેણને સ્વાત્મદ્રવ્યસન્મુખ १. पल्लवगाही सबोहसंतुट्ठा । सुबहुं पि उज्जमंता ते दंसणबाहिरा नेया ।। (सम्यक्त्वसप्ततिका-६८) २. ज्ञान -चारित्रयोः आधारभूते श्रीसम्यक्त्वे प्राग् यतितव्यम्, तत्पूर्वकत्वात् सकलधर्माराधनफलस्य ( षष्टिशतकवृत्तिप्रारंभे ) । 3. शरणं प्रपन्नाः प्रव्रज्यादिप्रतिपत्त्या, મોયિતવ્યાઃ પ્રયત્નેન સયવત્ત્વારોન। (પશ્ચવસ્તુ .૧રૂપ?- સ્વોપજ્ઞવૃત્તિ-પૃ.૭૮) અર્થ :- દીક્ષાદિને સ્વીકારવા દ્વારા શરણે આવેલા શિષ્યોને સમ્યકત્વ ઉત્પન્ન કરાવવા દ્વારા જન્મ-મરણાદિ સંસારદુઃખમાંથી ગુરુએ છોડાવવા જોઈએ. ૪. પૂર્વ તાવવું मिथ्यात्वं त्याज्यम् । ततो नित्यं यथाशक्ति त्रिः द्विः सकृद् वा जिनपूजा, जिनदर्शनम्, सम्पूर्णदेववन्दनं चैत्यवन्दना च कार्या । (શ્રાદ્ધવિધિવૃત્તિ-પ્રજાશ-૧ હ્તો. /વૃ.પૃ.૧૦૧) ૫. યોગબિંદુ - ૧૪૫ + દ્વાત્રિંશિકાપ્રકરણ-૨૨/૨૭ ૬. સંમતિતર્ક - ૩/૬૬ + ઉપદેશમાલા - ૩૨૩
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy