________________
* गुणस्य द्रव्यभेदकता
२/२
''
प्रवचनसार-तत्त्वप्रदीपिकावृत्ती " तत्रान्वयो द्रव्यम्, अन्वयविशेषणं गुणः” (प्र.सा.त.प्र.८० वृ.) इत्येवं गुणलक्षणम् अमृतचन्द्राचार्येण प्रोक्तम् । तत्रैव चाग्रे “ द्रव्यमाश्रित्य परानाश्रयत्वेन वर्तमानैः लिङ्ग्यते गम्यते द्रव्यम् एतैः इति लिङ्गानि गुणाः " ( प्र .सा.त. प्र. १३०) इत्येवं गुणलक्षणमुक्तम् । गुण- पर्यायाधारत्वं न हि अन्वयत्वम्, अन्वयापराभिधानद्रव्यविशेषणत्वात् ज्ञानादीनां द्रव्यान्याऽवृत्तीनां गुणत्वमिति तदाशयः । र्श क्वचिद् ""गुण इदि दव्वविहाणं" (सर्वार्थसिद्धी उद्धृत - ५ / ३८ ) इत्येवं तल्लक्षणमावेदितम् । द्रव्यत्वेन समानानामपि चेतनाचेतनद्रव्याणां जीवत्व - पुद्गलत्वादिरूपेण द्रव्यविभाजकत्वं ज्ञानादि-रूपादिप्रतिनियतगुणापेक्षयेति गुणस्य द्रव्यभेदकत्वमिति तदभिप्रायः । इदमेवाभिप्रेत्य अमृतचन्द्राचार्येण तत्त्वार्थसारे
1
[ “મુળો વ્યવિધાનું ચા” (સ.તા.૧) ફત્યુત્તમ્।
का
“द्रव्याश्रय्यगुणवान् संयोग-विभागेष्वकारणम् अनपेक्ष इति गुणलक्षणम्” (वै.सू.१/१/१६) इति तु
http
१०८
=
(વ.) અમૃતચંદ્ર નામના દિગંબરાચાર્ય પ્રવચનસારની તત્ત્વપ્રદીપિકા વ્યાખ્યામાં જણાવે છે કે ‘અન્વય ગુણ-પર્યાયઆધાર એટલે દ્રવ્ય. તથા અન્વયવિશેષણ દ્રવ્યવિશેષણ એટલે ગુણ.' તે જ વ્યાખ્યામાં તેમણે ગુણની વ્યાખ્યા કરતાં જણાવેલ છે કે “એક દ્રવ્યનો આશ્રય લઈને પ્રવર્તમાન તથા બીજા દ્રવ્યનો આશ્રય લીધા વિના કે બીજાને આશરો આપ્યા વિના પ્રવર્તમાન હોવાથી જેમના દ્વારા દ્રવ્ય લિંગિત = પ્રાપ્ત થાય અથવા ઓળખાવાય એવા લિંગ એટલે ગુણ.” તત્ત્વપ્રદીપિકાકારનું મંતવ્ય એવું છે કે ‘ગુણ-પર્યાયનો આધાર હોય તે અન્વય = દ્રવ્ય કહેવાય. તથા દ્રવ્યનું વિશેષણ બનનાર જ્ઞાનાદિ ગુણ કહેવાય. ગુણ દ્રવ્યમાં જ રહે છે, તથા પોતાના આશ્રયને દ્રવ્યસ્વરૂપે ઓળખાવે છે.'
Cu
(વિ.) તથા તત્ત્વાર્થસર્વાર્થસિદ્ધિ વ્યાખ્યામાં જે એક પ્રાચીન ઉદ્ધરણ ટાંકવામાં આવેલ છે તેમાં જણાવેલ છે કે ‘દ્રવ્યમાં ભેદ (= પ્રકાર અથવા વિભાગ) કરનારા ધર્મને ગુણ સમજવા.' તેનું તાત્પર્ય એ છે કે ‘દ્રવ્યત્વરૂપે બધા દ્રવ્ય સમાન હોવા છતાં અમુક દ્રવ્યને આત્મા કહેવાય, અમુક દ્રવ્યને પુદ્ગલ કહેવાય, અમુક દ્રવ્યને ધર્માસ્તિકાય કહેવાય. આવા દ્રવ્યવિભાગનું કે દ્રવ્યપ્રકારનું કોઈ નિમિત્ત હોય તો તે ગુણ છે. જ્ઞાનાદિ ગુણ પોતાના આધારને આત્મદ્રવ્ય તરીકે ઓળખાવે છે. રૂપ-૨સાદિ ગુણ પોતાના આશ્રયને પુદ્ગલદ્રવ્ય તરીકે જણાવે છે. આમ ગુણ દ્રવ્યભેદક દ્રવ્યવિભાજક દ્રવ્યવિભાગકારી છે.' આ જ અભિપ્રાયથી અમૃતચંદ્ર નામના દિગંબરાચાર્યે તત્ત્વાર્થસાર નામના ગ્રંથમાં જણાવેલ છે કે ‘દ્રવ્યના ભેદક = વિભાજક હોય તે ગુણ બને.' આ રીતે અલગ-અલગ પદ્ધતિએ ગુણનું લક્ષણવૈવિધ્ય -સ્વરૂપવૈવિધ્ય-કાર્યવૈવિધ્ય આપણને વિવિધ ગ્રંથોના આધારે જાણવા મળે છે.
=
=
=
=
=
* ગુણલક્ષણ : વૈશેષિક-ન્યાયાદિદર્શનઅનુસાર
(“દ્રવ્યા.) વૈશેષિકસૂત્રકાર કણાદ ઋષિ ગુણનું લક્ષણ જણાવતા કહે છે કે “જે દ્રવ્યમાં રહેનાર હોય, સ્વયં ગુણશૂન્ય હોય, દ્રવ્યના સંયોગનું અને વિભાગનું જે નિરપેક્ષ કારણ ન હોય તે ગુણ કહેવાય - આવું ગુણનું લક્ષણ છે.” વૈશેષિકદર્શનમાં કર્મ = ક્રિયા એ સંયોગ-વિભાગનું નિરપેક્ષ કારણ કહેવાયેલ છે. પરંતુ ગુણ એ સંયોગ-વિભાગ પ્રત્યે કર્મસાપેક્ષ કારણ છે. માટે કર્મવ્યાવૃત્ત ગુણલક્ષણ દર્શાવવા 1. મુળઃ કૃતિ દ્રવિધાનમ્।