SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ • शुक्लध्याने भेदाभेदवितर्कः । भेदेन, विस्तीर्णभावेनान्ये, वितर्कः = श्रुतं यस्मिन् तत्तथा, कस्येदं भवतीत्यत आह - अरागभावस्य = " રારિામરતિતિ થાર્થ:” (ધ્યા.શ.૭૮ પૃ.) “નું પુજન સુગપ્પાં નિવાયસરપક્વમિવ વિત્ત ડપ્પાય-ટિઃ HTTqયાને િપન્નાઈI(ધ્યા.શ.૭૧) | “अविचारमत्थ-वंजण-जोगंतरओ तयं बितीयसुक्कं । पुव्वगयसुयालंबणमेगत्तवितक्कमवियारं ।।” (ध्या.श.८०) म व्याख्या - “यत्पुनः सुनिष्प्रकम्पं = विक्षेपरहितं निवातशरणप्रदीप इव = निर्गतवातगृहैकदेशस्थदीप इव । વિમ્ = સન્ત:કર, ચ? = ઉત્પાદ્ધ-સ્થિતિ-માવીનામેવભિન્ પયે” (ધ્ય.શ.૭૨ પૃ. ) તતઃ મિત आह - “अविचारम् = असङ्क्रमम्, कुतः ? अर्थ-व्यञ्जन-योगान्तरतः इति पूर्ववत्, त(क)मेवंविधं द्वितीयं क છે. પૃથફત્વથી = ભેદથી અથવા અન્યમતે પૃથકત્વથી = વિસ્તારથી, વિતર્ક = શ્રુત = આગમશાસ્ત્ર જેમાં હોય તેને પૃથકૃત્વવિતર્કસવિચાર કહેવાય. “આવું શુક્લધ્યાન કોને હોય ?' આ પ્રશ્નનો જવાબ એ છે કે રાગના પરિણામ વિનાના સાધુને આ શુક્લધ્યાનનો પ્રથમ પ્રકાર હોય છે.” ૪ શું શુક્લધ્યાન પૂર્વધરને જ હોય ? જ સ્પષ્ટતા :- પ્રસ્તુત શુક્લધ્યાન પૂર્વઅંતર્ગત શ્રતના અનુસારે થતું હોય છે. પૂર્વોમાં દ્રવ્ય-ગુણ -પર્યાયનું સ્વરૂપ તથા તેના ભેદ-અભેદની મીમાંસા ઘણી વિસ્તૃત અને સૂક્ષ્મકોટિની હોય છે. તેથી તેના આધારે પૂર્વધર મહર્ષિ જ તે રીતે શુક્લધ્યાન કરી શકે છે. જેમને પૂર્વનો અભ્યાસ ન હોય તેવા જીવોને ધર્મધ્યાનની પ્રકૃષ્ટતાના બળથી તથા નિર્મળ અધ્યવસાયના બળથી ઉપલા ગુણસ્થાનકે ચઢી જવાના પ્રભાવે તત્કાલ જ્ઞાનાવરણકર્મનો તીવ્ર ક્ષયોપશમ પ્રગટે છે અને ‘પૂર્વગત શ્રુતના પદાર્થોનો બોધ તેમને થાય છે. માટે તેઓ શબ્દથી પૂર્વના જ્ઞાતા ન હોવા છતાં અર્થથી પૂર્વજ્ઞાતા બનીને તેના આધારે શુક્લધ્યાન પર ચઢી કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. આ રીતે પૂર્વધર હોય કે ન હોય છતાં શુક્લધ્યાનથી જ ક્ષપકશ્રેણીનો ઘા ઉપરોક્ત રીતે આરંભ થાય - આ પ્રમાણે અમુક પૂર્વાચાર્યોનો મત છે. અન્યમતે પૂર્વધર ન હોય તેવા જીવો ધર્મધ્યાનથી જ ક્ષપકશ્રેણિ માંડીને કેવળજ્ઞાન મેળવે છે. (“પુ.) શુક્લધ્યાનનો બીજો ભેદ ધ્યાનશતકની ૭૯ + ૮૦ મી ગાથામાં આ પ્રમાણે બતાવેલ છે કે “વળી, ઉત્પાદ, સ્થિતિ અને ભંગ = વ્યય વગેરે પર્યાયોમાંથી કોઈ પણ એક પર્યાયમાં જે ચિત્ત અત્યંત નિષ્પકંપ રહે, પવનશૂન્યસ્થાનગત દીવાની જેમ, તે ચિત્ત અર્થ-સૂત્ર-યોગથી સંક્રમ = પરિવર્તન ન પામતું અવિચાર બને છે. આ શુક્લધ્યાનનો બીજો પ્રકાર છે. તેનું નામ એકત્વવિતર્ક-અવિચાર છે. પૂર્વગત શ્રતનું તેમાં આલંબન હોય છે. આ બન્ને ગાથાની વ્યાખ્યામાં વધુ સ્પષ્ટતા કરતા શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે જણાવેલ છે કે “ઉત્પાદ, દ્રૌવ્ય, વ્યય વગેરેમાંથી કોઈ પણ એક પર્યાયમાં ચિત્ત વિક્ષેપશૂન્ય અત્યંત સુનિશ્ચલ બનવું જોઈએ. જાણે પવન વિનાના બંધબારી-બારણાવાળા મકાનના એક ખૂણામાં રહેલ અત્યંત સ્થિર દીવો જોઈ લો. આવું ચિત્ત હોય તો શું થાય ? આ પ્રશ્નનો જવાબ એ છે કે આવું ચિત્ત સંક્રમશૂન્ય હોવાથી અવિચાર કહેવાય છે. એક સૂત્રમાંથી બીજા સૂત્રમાં કે અર્થમાં જવું અથવા એક અર્થમાંથી બીજા અર્થમાં કે સૂત્રમાં જવું. અથવા મનોયોગમાંથી વચનયોગ આદિમાં જવું તે સંક્રમ કહેવાય. આવું 1. यत्पुनः सुनिष्प्रकम्पं निवातशरणप्रदीप इव चित्तम् । उत्पाद-स्थिति-भङ्गादीनामेकस्मिन् पर्याये।। 2. अविचारमर्थ-व्यञ्जन-योगान्तरतः तकं द्वितीयशुक्लम् । पूर्वगतश्रुतालम्बनमेकत्ववितर्कमविचारम्।।
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy