________________
• शुक्लध्यानाधिकारिनिरूपणम् । પ્રથમ પાદ હોઈ અનઇ તેહની અભેદચિંતાઇ દ્વિતીય પાદ હોઈ. -पर्यायाणां भेदमीमांसायाः शुक्लध्यानस्य प्रथमभेदरूपत्वात्, तेषामभेदचिन्तायाश्च शुक्लध्यानद्वितीयभेदरूपत्वात् ।
तथाहि - “कषायदोषमलापगमात् शुचित्वम् । तदनुषङ्गात् शुक्लं ध्यानम् । तच्च द्विविधम् - शुक्ल रा -परमशुक्लभेदात् । तत्र पृथक्त्ववितर्कवीचारम् एकत्ववितर्काऽवीचारञ्चेति शुक्लं द्विधा। परमशुक्लमपि । सूक्ष्मक्रियाऽप्रतिपाति व्युपरतक्रियाऽनिर्वति चेति द्विधा। ___ बाह्याध्यात्मिकभेदाच्चैतदपि द्विविधम् । गात्र-दृष्टिपरिस्पन्दाभावः जृम्भोद्गारक्षवथुविरहः अनभिव्यक्त-श प्राणाऽपानप्रचारत्वमित्यादिगुणयोगि बाह्यम् । आध्यात्मिकं तु परेषामनुमेयमात्मनश्च स्वसंवेद्यम् ।
पृथग्भावः = पृथक्त्वं = नानात्वम्, वितर्कः = श्रुतज्ञानं द्वादशाङ्गम्, वीचारः = अर्थ-व्यञ्जन । -योगसङ्क्रान्तिः । व्यञ्जनम् = अभिधानम्, तद्विषयोऽर्थः, मनो-वाक्-कायलक्षणो योगः, सङ्क्रान्तिः = परस्परतः पूर्ण परिवर्तनम् । पृथक्त्वेन वितर्कस्यार्थ-व्यञ्जन-योगेषु सङ्क्रान्तिः = वीचारः यस्मिन् अस्ति तत् पृथक्त्ववितर्कवीचारम् । અભેદની વિચારણા કરવી તે શુક્લધ્યાનનો બીજો ભેદ છે. તેનું નામ એકત્વવિતર્ક અવિચાર છે.
(તથા.) તેની વિચારણા સમ્મતિતર્કગ્રંથની વ્યાખ્યામાં તર્કપંચાનન શ્રીઅભયદેવસૂરિવરે આ મુજબ કરેલ છે કે – જે ધ્યાન શુચિત્વ(= સ્વચ્છતા)થી અલંકૃત હોય તેને શુક્લધ્યાન કહેવાય છે. અહીં શુચિત્વ = કષાયસ્વરૂપ દોષોની મલિનતાના ડાઘને ધોવા. શુક્લધ્યાનના બે ભેદ છે. (૧) શુક્લ અને (૨) પરમશુક્લ. (૧) શુક્લના બે ભેદ છે. (૧) પૃથક્વવિતર્કવિચાર અને (૨) એકત્વવિતર્ક અવિચાર. પરમશુક્લના પણ બે ભેદ છે. (૧) સૂક્ષ્મક્રિયાઅપ્રતિપાતી અને (૨) વ્યુપરતક્રિયાઅનિર્વર્તી.
(વાલ્લા) શુક્લધ્યાનના ઉપરોક્ત બે ભેદના પણ બે ભેદ પડે છે – બાહ્ય અને આધ્યાત્મિક. બાહ્ય :શરીર અને દૃષ્ટિ અત્યન્ત સ્થિર બની જાય, થોડું પણ ભૂલકંપન તેમાં ન હોય. ન બગાસુ આવે, {} ન ઓડકાર આવે કે ન ખાંસી આવે. શ્વાસોચ્છવાસની ક્રિયા પણ મંદ મંદ ચાલતી હોય... વગેરે. આ લક્ષણો બાહ્ય શુક્લધ્યાનના છે. જ્યારે આધ્યાત્મિક ધ્યાન તો પોતાને અનુભવગમ્ય હોય છે અને રસ બીજા માટે અનુમાનનો વિષય બને છે.
(પૃથ.) શુક્લધ્યાનના પહેલા બે ભેદમાં પ્રથમ છે – પૃથક્વવિતર્ક વિચાર. તેનું વિવેચન આ પ્રમાણે છે :- પૃથક્વ એટલે પૃથભાવ = વૈવિધ્ય. વિતર્ક એટલે દ્વાદશાંગીનું જ્ઞાન એટલે કે શ્રુતજ્ઞાન. વિચારનો મતલબ છે અર્થ, વ્યંજન અને યોગોનું સંક્રમણ. વ્યંજન એટલે નામ અથવા શબ્દ, અર્થ એટલે તે શબ્દનો વાચ્યાર્થ અને યોગ એટલે મન-વચન-કાયા. સંક્રાન્તિ એટલે એક શબ્દ ઉપરથી બીજા શબ્દ ઉપર, એક અર્થથી બીજા અર્થ પર અથવા એક યોગથી બીજા યોગમાં ધ્યાનનું સંક્રમણ એટલે કે પરિવર્તન. વિવિધ રૂપે વિતર્ક એટલે કે શ્રુતજ્ઞાનમય પરિણામનું અર્થ-વ્યંજન-યોગોમાં સંક્રમણ = વિચાર જે ધ્યાનમાં હોય છે તે જ પૃથક્વવિતર્કવિચાર નામનું શુક્લધ્યાન છે. * “પ્રથમભેદ' પાઠ શાં.ધ.+મમાં છે. લી.(૧+૨+૩)+કો. (૧૨)+ P(૩+૪)+મો(૧)+પા.નો પાઠ લીધેલ છે.