SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ प्रतिज्ञाप्रदर्शनम् = ६ હેતઇં દ્રવ્યાનુયોગ વિચાર કરું છું. ऽभ्यर्हितत्वात्, प्रधानात्मगुणत्वात्, दर्शन-चारित्रादिगुणकारणत्वाच्च तथा द्रव्यानुयोगस्य मुख्यतया विशिष्टज्ञानरुचिजीवोपकारकत्वाद् ज्ञानरुचिजीवोपकारकृते एव द्रव्यानुयोगः द्रव्य-गुण रा -पर्यायगोचरः सूत्रात्मकः अर्थात्मकश्च विचारः विविधनयाऽभिप्रायेण ईक्ष्यते = विमृश्यते महोपाध्यायम् न्यायविशारद-यशोविजयगणिभिः द्रव्यानुयोगरासाऽपराऽभिधाने द्रव्य-गुण- पर्यायरासाऽऽख्ये अपभ्रंशर्श भाषानिबद्धे प्रबन्धे स्वोपज्ञस्तबकान्विते, तदनुसारेण च रचितस्य द्रव्यानुयोगपरामर्शस्य वृत्तौ द्रव्यानुयोगपरामर्शकर्णिकाऽभिधानायां द्रव्य-गुण- पर्यायरासस्तबकार्थमनुसृत्य मया श्रीभुवनभानुसूरीशशिष्यपंन्यासश्रीविश्वकल्याणविजयगणिशिष्येण गणिना यशोविजयेन स्वतन्त्र - समानतन्त्राऽन्यतन्त्रग्रन्थसन्दर्भार्णि ऽभिनवयुक्त्याद्युपबृंहणत इति प्रतिज्ञा ज्ञेया। [ શ = इदमत्र चेतसि कर्त्तव्यम् - आत्मार्थिनो जीवा द्विधा (૧) મુચ્યતયા જ્ઞાનરુવિશાન્તિનઃ (૨) અને પ્રયોજનનો નિર્દેશ કરવા શ્લોકના ઉત્તરાર્ધમાં જણાવેલ છે કે ‘આત્માર્થી જીવના જ હિત માટે દ્રવ્યાનુયોગનો વિચારવિમર્શ થાય છે.' આત્માર્થી એટલે જ્ઞાનરુચિવાળો જીવ. ‘ક્રિયારુચિવાળો કે ધ્યાનરુચિવાળો કે દર્શનરુચિવાળો... એટલે આત્માર્થી' એવું કહેવાના બદલે ‘જ્ઞાનરુચિવાળો જીવ એટલે આત્માર્થી' - આવું કહેવાનું તાત્પર્ય એ છે કે ક્રિયાની અપેક્ષાએ જ્ઞાન અંતરંગ હોવાથી વધુ મહત્ત્વપૂર્ણ છે. તેમ જ આત્માનો મુખ્ય ગુણ જ્ઞાન છે. સમ્યગ્ દર્શન, ચારિત્ર આદિનું પણ તે કારણ છે. માટે ‘આત્માર્થી = જ્ઞાનરુચિવાળો જીવ' આવું કહેવું વ્યાજબી જ છે. વળી, દ્રવ્યાનુયોગનો અભ્યાસ મુખ્યત્વે વિશિષ્ટજ્ઞાનરુચિવાળા જીવોને જ ઉપકારક છે; નહિ કે ચારિત્રાદિના વિશિષ્ટ અર્થી જીવોને. એ આશયથી પણ અહીં ‘આત્માર્થી’ શબ્દનો અર્થ ‘જ્ઞાનરુચિ' કરેલ છે. ‘દ્રવ્યાનુયોગ' શબ્દનો અર્થ છે દ્રવ્ય-ગુણ | -પર્યાયના પ્રતિપાદક શાસ્રવચનોની અને તેના અર્થની વિચારણા. (દા.ત. સૂયગડાંગસૂત્ર એટલે સૂત્રાત્મક દ્રવ્યાદિવિચારણા. સૂયગડાંગસૂત્રવૃત્તિ એટલે અર્થાત્મક દ્રવ્યાદિવિચારણા.) આવા દ્રવ્યાનુયોગની વિવિધ નયોના અભિપ્રાયથી વિચારણા મહોપાધ્યાય શ્રીયશોવિજય ગણિવરે ‘દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ + ટબા'માં કરેલ છે. ટબાના મંગલ શ્લોક મુજબ ‘દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ' ગ્રંથનું બીજું નામ ‘દ્રવ્યાનુયોગરાસ’ છે. મહોપાધ્યાયશ્રી દ્વારા રચિત ‘દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ'ને અને તેના ‘ટબા’ના અર્થને અનુસરીને તેમજ સ્વતંત્રગ્રંથ = શ્વેતાંબરજૈનદર્શનગ્રંથ, સમાનતંત્રગ્રંથ = દિગંબરજૈનગ્રંથ, અન્યતંત્રગ્રંથ = ન્યાયાદિદર્શનશાસ્ત્ર - આ ત્રણેય પ્રકારના શાસ્ત્રોના સંદર્ભો તથા અભિનવ યુક્તિ વગેરે દ્વારા રાસનું અને ટબાનું સમર્થન કરીને શ્રીભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પંન્યાસપ્રવર શ્રીવિશ્વકલ્યાણવિજયજી ગણિવરના શિષ્ય ‘મુનિ યશોવિજય ગણી' એવા નામને ધારણ કરનારા મારા વડે ‘દ્રવ્યાનુયોગપરામર્શ’ની ‘દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા’ નામની સંસ્કૃત વ્યાખ્યામાં દ્રવ્યાનુયોગ વિચારાય છે. તથા આ બન્નેનું ગુજરાતી ભાષામાં ‘દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા સુવાસ’ અથવા ‘કર્ણિકાસુવાસ' નામનું વિવરણ પણ મારા વડે રચાય છે. આ પ્રતિજ્ઞા જાણવી. (વમ.) અહીં આ વાત ખ્યાલમાં રાખવી કે આત્માર્થી જીવો બે પ્રકારના હોય છે - (૧) પ્રધાનપણે જ્ઞાનરુચિવાળા અને (૨) પ્રધાનપણે ક્રિયારુચિવાળા. તેમાંથી આ ગ્રંથ દ્વારા પ્રધાનપણે જ્ઞાનરુચિવાળા
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy