SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ ષોડશક પ્રકરણ દર્શન જવાબદારીવાળું માનવ પણું અમને શા માટે આપ્યું? આના કરતાં તે જોખમદારી, જવાબદારી વિનાનું તિર્યચપણું સારું ! એ જ પ્રમાણે રસનેન્દ્રિય. તમે જે મિઠાઈવાળાની દુકાનેથી વગર પૈસે કે વગર રજાએ મીઠાઈને ટૂંકડો ઉપાડે તે ધેકા ખાવા પડે, પરંતુ કીડી, મંકેડી હંમેશાં તે મિઠાઈને સ્વાદ નિરંકુશપણે લે છતાં કશું પણ નહિ. રાજામહારાજાના ઉપવન સંબંધી ફૂલની મઘમઘતી સુગંધ લેવાનું મન થતાં, દ્વારપાળની રજા મેળવવાની જરૂર પડે, જ્યારે ભમરાએ આનંદથી એ સુગંધની મેજ મેળવી શકે. રાજાના અંતઃપુરની રાણીઓનાં રૂપ તમને જોવાનું મન થાય, અને ભૂલેચૂકે તે તરફ નજર થાય તે બંદીખાનાનું કષ્ટ સહન કરવું પડે ત્યારે એ અંતઃપુરમાં ઉડનારાં મેના, પોપટ, ચકલાં ચકલીએ સુખેથી એ રૂપનાં દર્શન કરી શકે. એ રાણીવાસનાં મધુરાં સંગીત સાંભળવાને તમને અધિકાર ન મળે ત્યારે તે સ્થાનમાં રહેલા ઉંદર વગેરે મેજથી મધુરું સંગીત શ્રવણ કરી શકે હવે વિચારો કે વિષયની સુલભતા તમને કે તિર્યંચને? વિયેપગને અંગે જવાબદારી અને જોખમદારી તમને કે એ તિર્યને? મહાનુભાવ! વિષયની સુલભતાને અગે જ માનવભવની મહત્તા ગણવામાં આવી હતી તે ઉપર જણાવેલી અપેક્ષાએ નિરંકુશપણે વિષયની મઝા લૂંટનારા તિયચેના ભવની મહત્તા ગણવામાં આવી હત, પરંતુ તેમ નથી. અનંતજ્ઞાની મહારાજાઓએ વિષયની સેવાને અંગે માનવ જીવનની મહત્તા વખાણી નથી, પરંતુ પ્રાપ્ત થયેલી વિષપભોગની સામગ્રીને સામને કરી ઈન્દ્રિય ઉપર સંયમ મેળવી ધર્મની આરાધના કરવામાં જ માનવજીવનની સાચી મહત્તા છે.
SR No.022352
Book TitleShodashak Prakaran Darshan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Nityodaysagar
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy