SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૯) વિહારે સાથે પંડિતે પાસે તેમજ સ્વયં અધ્યયન કરી સાગરજી મ. તરીકે વિખ્યાત થયા અને મનસુખભાઈ ભગુભાઈ જેવા સંઘનાયકે અને “મુંબઈ સમાચાર” તથા “સયાજી વિજય જેવા દૈનિક પત્રે તેમના તરફ આકર્ષાયા ને જૈન સમાજમાં પૃચ્છાગ્ય પુરૂષ તરીકે પ્રસિદ્ધ થયા ને ૧૯૫૨માં સંવત્સરીને પ્રશ્ન ઊભો થતાં શ્રી સંઘને સત્ય માર્ગદર્શન આપ્યું. સં ૧૫૩ છાણી, ૧૫૪ ખંભાત, ૧૫૫ સાણંદ, ૧૯૫૬– ૫૭-૫૮ (ત્રણ વર્ષ) અમદાવાદ, ૧લ્પ૯ ભાવનગર, ૧૯૬૦ અમદાવાદ, આ આઠ વર્ષમાં ઈતરે ના આક્રમણને સામને કરવા સાથે વિદ્યાભ્યાસ વધાર્યો અને પ. પૂ. આ. શ્રી નેમિસૂરિ તથા શ્રી મણિવિજ્યજી સાથે રહી જૈનશાસનની પ્રભાવના સાથે દહન કર્યા અને સં. ૧૯૬૦ ના જેઠ સુદ ૧૦ ના ગણિપદ અને અષાઢ સુદ ૧૩ ન પન્યાસપદે આરૂઢ થયા. સં. ૧૯૬૨ કપડવંજ, ૧૯૬૨ ભાવનગર, ૧૯૬૩ અમદાવાદ ચાતુર્માસ કરી શત્રુંજય–તારંગાની યાત્રાઓ કરી. ૧૯૬૪ના ચાતુર્માસ માટે મુંબઈ લાલબાગ પધાર્યા. આ જ અરસામાં સમેતશિખર ગિરિ ઉપર હવા ખાવા માટે બંગલા બનાવવાને સરકારે નિર્ણય કર્યો. પૂ. આચાર્ય મહારાજે પ્રજાને સરકારની સામે જાગૃત કરી. તીર્થ રક્ષા માટે ધનના ઢગલા થયા, યુવાનોએ મૃત્યુની પણ અવગણના કરી, ધર્મ માટે મરવાનું મંજુર કર્યું. પરિણામે બંગલા બગલા બની ઊડી ગયા. ચાતુર્માસ બાદ શેઠ શ્રી અભેચંદ સ્વરૂપચંદ ઝવેરીએ પૂજ્ય શ્રી ની નિશ્રામાં અંતરીક્ષ જીને છરી પાલિત સંઘ કાઢયે, સંઘમાં સાથે રાખેલ પ્રતિમા અંતરીક્ષ પાર્શ્વનાથના મંદિરમાં પધરાવવા જતાં દિગંબરે લાકડી લઈ તૂટી પડયા. સંઘના માણસોને ખૂબ ઈજા થઈ અને “ચેર કેટવાલને દંડે તે ન્યાયે દિગંબરોએ કેટને આશરો લીધે. કેટે તહોમતનામું ફરમાવ્યું. જેનેની નિંદા હરામ થઈ
SR No.022352
Book TitleShodashak Prakaran Darshan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Nityodaysagar
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy