SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ પમરાટ પરમ પૂજ્ય શાસન શાર્દૂલ આગમોદ્ધારક આચાય ભગવ'ત શ્રી આનન્દ સાગરસૂરીશ્વરજી મ. સાહેબનાં ષોડશક પ્રકરણ” પરનાં વ્યાખ્યાને વાંચવાથી જીવનમાં પુણ્ય પ્રકાશને પમરાટ પથરાઇ રહે છે. આવા અનન્ય, સમ, અદ્વિતીય આચાય શિશર્માણુના જીવન, કથન કે વ્યક્તિત્વ તેમજ પ્રતિભા વિશે કાંઇ લખવું તે ખાલચેષ્ટા છે. કયાં તે મહાન વિરાટ વિભૂતિ ને કયાં અમારા જેવા અલ્પતમાંશ અજ્ઞાની ! આ વ્યાખ્યાના જેણે સાંભળ્યાં હશે તે આત્માઓને ધન્ય છે. શ્રેતાઓના મનમાં ઉપસ્થિત થતા પ્રશ્નને પોતે જ દર્શાવે છે અને તેના ઉત્તર શાસ્ત્રોક્ત ને સચેટ આપે છે. તાત્ત્વિક વાત સરળ સહજ અને તે માટે નિત્ય અનુભવાતાં દૃષ્ટાન્તા આપે છે. શ્રોતાઓને મંત્રમુગ્ધ કરે તેવી આગવી વિશિષ્ટ શૈલીને કારણે તેઓશ્રીના પ્રવચનમાં મીઠાશ અનુભવાય છે. તે સાંભળવા-સમજવા તે સમયના પુણ્યશાળી આત્માએ કેવા તન્મય બનતા હશે ? આવા મહાપુરૂષના વ્યાખ્યાનેને ગ્રંથસ્થ કરવા માટે પ. પૂ. પ્રાતઃ સ્મરણીય આચાર્ય ભગવંત શ્રી દ ́નસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબે અનેરી કૃપા દર્શાવી તેમજ પરમ પૂજ્ય સંગઠ્ઠન પ્રેમી શ્રી નિત્યાય સાગરજી મહારાજ સાહેબે આ પુસ્તક સંપાદન કરી અનેરી ઉષ્મા અપી તથા શ્રી આગમાદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિએ આ કાર્યને સફળ બનાવવા વિશ્વાસ મૂકયા તે બધાને હાર્દિક આભાર માની કુંતા અનુ છું. થોડા સમય શ્રી એચ્છવભાઇ મફતલાલે અનેરા સાથ આપ્ય ને આ કાને પ્રગતિપથે રાખ્યું તે માટે તેમના આભાર માનુ છું. આ પુસ્તકમાં જિનાજ્ઞા વિરૂદ્ધ છપાઇ ગયું હોય તે માટે ત્રિવિધે ત્રિવિધ ક્ષમા ચાહું છું. આષાઢી બીજ, ૨૦૩૮ ૧૬, શત્રુન્ય સાસાયટી પાલડી, અમદાવાદ છે લાલચંદ કે. શાહ (વણેાદવાળા)
SR No.022352
Book TitleShodashak Prakaran Darshan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Nityodaysagar
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy