SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ [ પંચસૂત્ર-૩ ચારિત્ર ક્ષમાદિ યતિધર્મ વગેરે ઢાંકણથી બંધ કરી દેવા જોઈએ. નહિતર એ છિદ્રોમાંથી કમરૂપી પાણી માંહી ભરાવાથી ડૂબવાનું થાય. તરવા માટે આ અસાધારણ ભવ ડૂબવા માટે બનાવાય, એ કેવું કારમું સાહસ? તે ય નાશવંતા આરંભ પરિગ્રહ ખાતર ? છિદ્રો ઢાંકવા ઉપરાંત આ જીવન-જહાજને જ્ઞાન–સુકાની જોઈએ. જેમ સુકાની વારંવાર ઉપયેગ (સાવચેતી) રાખી જહાજને દોરે છે, તેમ સમ્યક્ જ્ઞાન પણ પુન: પુન: શુભ ઉપગથી સુકાનીની જેમ જીવને તરવાના માર્ગે આગળ ધપાવે છે. એ જ્ઞાનને ઉપયોગ ન હોય તે સંવર આદરેલો છતાં અજ્ઞાન–આલસ્ય-પ્રમાદ વગેરેથી ઉન્માર્ગે જવાનું થાય, રાગદ્વેષના ખડક સાથે અથડાઈ ગુણસ્થાનકના ભુક્કા થવાનું બને. શાસ્ત્ર “ઉપગે ધર્મ” ઠીક જ કહ્યો છે. માત્ર પ્રતિજ્ઞા એ ધર્મ નહિ. એના પાલનની સાવધાની પણ જોઈએ. માને કે સુકાનીની મદદ પણ મળી, તે પણ વધારામાં તપરૂપી અનુકૂળ પવન જોઈએ. નહિતર જહાજ ડામાડેલ રહે; અને ત્યાંથી આગળ પણ ન ધપે. અનશનાદિ છ બાહ્ય અને પ્રાયશ્ચિત્તાદિ છ અત્યંતર તપ જોરદાર કર્મનિર્જરા સાધી આપે છે. તારૂપી અનુકૂળી પવનથી ભવપાર ઉતરવાનું પ્રયાણ વેગવંતુ થાય છે. પૂર્વોક્ત સંવર-ઢાંકણથી નવાં કર્મો આવવાનાં નથી, અને તપથી કર્મક્ષય જોરદાર ચાલુ છે, તેમાં વળી જ્ઞાનને શુદ્ધ ઉપ ગ જાગ્રત છે, પછી સંસારને તરી જતા શી વાર કે શી શંકા ?”
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy