SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ દેખાડી પિતાની મુંઝવણ બતાવવાની માયા કરીને પણ એમની રજા મેળવવાનું કરે. એમાં ય સફળતા ન મળે તે જંગલમાં મરતાને જીવાડવા ઔષધ લેવા જવારૂપે કુશળતાથી ગુપ્તપણે નીકળી જઈ દીક્ષા સાધે. એમાં ભવતારક ભાવ ભૂલે નહિ. તસ્વસમજુ પુરુષ પરમાર્થ કાર્યમાં ધીર-વીર-ગંભીર બની સવંદષ્ટિએ સર્વનું કોય ઈચ્છતા અહીં પિતાના માટે ચારિત્ર-આજીવિકાના અર્થ અને કુટુંબ માટે સમ્યગ્દર્શનાદિ ઓસડ લાવવા અર્થે ભાવદયાળુ બને રહી એમને છોડીને ચારિત્ર લેવા જાય છે. ત્યાં ચારિત્રની સમ્યમ્ આરાધના કરાવે એવા સુગુરુનો યોગ સાથે, અને વીતરાગ પ્રભુની શ્રદ્ધા બહુમાન સાથે પૂજાભક્તિ કરવા પૂર્વક, મુનિઓને માન સાથે સત્કાર કરી, યથાશક્તિ ગરીબ-અનાથાદિને સંતોષી, વૈભવ પ્રમાણે સમયાનુસાર શાસનપ્રભાવના કરી, સારા મને ચારિત્ર સ્વીકાર કરે લૌકિક માર્ગમાંથી નીકળી લોકોત્તર ધર્મમાં પ્રવેશે, સંસારવાસનાથી મુક્ત થઈ સહજાનંદી મુમુક્ષુ બને. (૪) ચેથાસૂત્ર-પ્રવજ્યા-પરિપાલન'માં-વિધિની મુખ્યતા રાખી સુવિધિભાવથી સાધુકિયા સાધે; સમજે કે ઉપાયથી જ ઉપેય સિદ્ધ થાય. માટી કે સેનું, શત્રુ કે મિત્ર, વગેરે રાગદ્વેષનાં સાધનમાં સમભાવ રાખે. એકાંત આગ્રહથી મુક્ત થઈ, પ્રશમભાવમાં રહી, ગુરુકુળવાસ સેવીને સમ્યજ્ઞાન મેળવે. ગુરુ-વિનય–બહુમાન ભરપૂર સાચવી ગુણરાગી થઈને જીવનને એક આધાર માને. મેક્ષ માટે ચારિત્રની આરાધના પ્રધાન માની વિરાધના-ઉન્માદ આદિ ઘોર પાપથી બચે. લેક સંશ આદિ પાપોથી દુર્લભબાધિ વગેરે મહા અનર્થ દેખે. સિંહની જેમ ચારિત્ર લીધા પછી સિંહની જેમ પાળવાને ઉધમ રાખે. ચારિત્રનું રક્ષણ માતાની જેમ ૫ સમિતિ ૩ ગુપ્તિએ આઠ પ્રવચનમાતાથી જ સમજી એમાં પૂરે સાવધાન રહે. મેહના અંધારામાં જ્ઞાનદીવાને પ્રકાશ અને દરિયાના તોફાનમાં ચારિત્રએટનું શરણ તાત્વિક ભાવે સાધે, રોગની ભયંકર વેદનામાં વૈધના ઔષધથી રોગ-મુક્તિની જેમ ગુરુદત્ત ચારિત્રના ઔષધનું સેવન કરતાં, સાથે ગુરુને ઉપકાર બહુ માને, તપ-સંયમના કષ્ટને
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy