SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ કરે છે. ત્યાં ઉત્કટ ભવવૈરાગ્ય સાથે મેક્ષદાયી અને સર્વજ્ઞકથિત તત્ત્વ પર અનન્ય શ્રદ્ધા પ્રગટ થઈ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. એ પ્રશમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા-આસ્તિક્ય એ પાંચ લક્ષણથી અલંકૃત હોય છે. બીજા પણ તત્ત્વપરિચય, કુદષ્ટિજનસંસર્ગ ત્યાગ, જિનેશ્વરદેવનાં શાસન અંગે મન-વચન-કાયશુદ્ધિ વગેરે અનેક ગુણોથી એ વિભૂષિત હોય છે. મહાપ્રભાવી આરાધક ભાવઃ સમ્યક્ત્વ પામ્યા પછી પણ ખૂબ સાવધાની જરૂરી છે જેથી આરાધકભાવ નાશ પામી વિરાધભાવમાં ન પડાય. સમ્યગ્દર્શનના પાયામાં વીતરાગ સર્વજ્ઞ શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાનું બંધન હૈયે ધરવાનું હોય છે, તે ઠેઠ વીતરાગ બનવા સુધી અણી શુદ્ધ ધરવું જોઈએ છે. “ધમે આણાએ પડિબદ્ધ.” ધર્મ શું? જિનાજ્ઞા ફરમાવે તે જ ધર્મ. માટે ધર્મ આજ્ઞામાં જ સંબંધિત છે. સમ્યક્ત્વ અવસ્થામાં જિનાજ્ઞાન બધા વિધાન પાળવાનું નથી બનતું, છતાં એને આજ્ઞાનું બંધન આટલું હોય છે કે જિનની આજ્ઞા જ તારણહાર છે, જિનવચને કહ્યું તે જ બરાબર છે, એજ કર્તવ્ય છે, બાકી બધું અનર્થરૂપ છે. તેથી જિનેન્દ્ર આરાધના તરફ અપેક્ષાભાવ હોય છે. એજ આરાધકભાવ. સાનુબંધ પશમ - આ જિનાજ્ઞાના ઉંચા ઉપાદેયભાવ, કર્તવ્યભાવ હૈયે વસ્યા હોવાથી વિશ્વાસ જાગતાં બધા યા થડા અંશે આજ્ઞાના વિધિ-નિષેધના પાલનમાં જે જીવ આવે છે, એ અનુક્રમે સાધુ યા શ્રાવક બન્યો કહેવાય.
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy