SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ વિકાસ સાધ્યો હતો. તેમ જ બુદ્ધિની તીવ્રતાથી ગમે તેવી ગૂંચ હોય તો પણ તુરત ઉકેલ અણી આપતા.તેઓ ઉપર પૂ. આગમ દ્વારકશ્રીની અસીમ કૃપાદષ્ટિ વર્તતી. દીક્ષા લીધા પછી ત્રણેક વર્ષ પસાર થતાં સં. ૧૮૯૦માં પૂ. આગમેદ્દારશ્રીને ચાતુર્માસ મેસાણા ગામમાં થયું. સાથમાં તેઓશ્રી પણ હતા. ત્યાં તેઓએ પોતાના સંસારી લઘુબંધુ શાંતિલાલ જે ત્યાં પાઠશાળામાં અભ્યાસ કરતા હતા તેમને પણ પિોતે લીધેલ મોક્ષમાર્ગે વળવા પ્રેરણા આપી. તે પ્રેરણાના સિંચનથી ચાતુર્માસ બાદ શાંતિલાલે દીક્ષા લીધી. તેમનું નામ મુનિશ્રી સૌભાગ્ય સાગરજી રાખીને પિતાના શિષ્ય બનાવ્યા. બંને ગુરૂ શિષ્ય જ્ઞાન, ધ્યાન, તપ, ક્રિયા વૈયાવચ્ચ વિગેરેમાં સતત ઉધત રહેવા લાગ્યા. પરંતુ પૂવકમનો ઉદય કે અને કયારે આવી પહોંચે એ કણ જાણી શકે છે ? આ આપણા ચરિત્ર નાયક શ્રી મહેન્દ્ર સાગરજી મહારાજની તબીયત અશાતાના ઉદયે સં. ૧૮૮૧માં બગડવા માંડી. છ વર્ષ સુધી કાયમ નિષ્ણાતોના ઉપચારે તથા બની શકે તેટલા સર્વપ્રયત્ન કરવા છતાં ન જ સુધરી. તેમની તબીયત સુધારવા માટે તો શહેરના સ્ટેશન નજીકની ધર્મશાળામાં બે મહિના પૂ. આગ દ્વારકશ્રીએ સ્થિરતા કરી. પરંતુ અશાતાને ઉદય વધવાનો જ હોય ત્યાં શું થાય ? આટલી બધી અશાતા હોવા છતાં સહનશીલતા ગુણુ અપૂર્વ હતો. સમય પસાર થતાં સં. ૧૯૯૬ના ભાદરવા વદ ૬ને દિવસે સવારના સાડાત્રણ લગભગ સિદ્ધક્ષેત્ર (પાલીતાણા)માં વીશ વર્ષની યુવાન વયે સ્વર્ગવાસ સિધાવ્યા. તેઓશ્રી સ્વર્ગવાસ પામતાં સમુદાયમાં તથા બીજે બધે પણ એક ભાવિ મહાન પુરૂષ અકાળે ગુમા” એમ બધા વ્યથિત હૃદયે કહેતા હતા. - તેઓશ્રીનો જ્ઞાનધ્યાન માટે ઉત્સાહ, ગુંચવણભર્યા કાર્યોમાં સૂઝ ને માર્ગદર્શન, વૈયાવચ્ચ, પઠન પાઠન પ્રવૃત્તિશીલતા વિગેરે હજી પણ પ્રેરણુ દાયક તરીકે યાદ આવ્યા કરે છે. આવા ગુણધારકે ૫. ગુરૂદેવને ભુરિ ભુરિ વંદના હૈ. ગુણવંતલાલ જેચંદભાઈ ઠાર
SR No.022335
Book TitleShodashak Prakaran
Original Sutra AuthorN/A
AuthorChandansagar, Saubhagyasagar
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1957
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy