________________
એ રીતે અશુભપ્રકારે જીવનું સ્વરૂપ ત્રિભંગીએ કરી જાણવું.
પલ્પ શિષ્ય –એ નવ તત્વમાં શુભ પ્રકારે જીવના સ્વરૂપમાં કર્તા, કારણ કે કાર્ય તે શું?
ગુરૂ –કર્તા જીવ, અને દાન, શીયલ, તપ, ભાવ, એ આદિ અનેક પ્રકારે શુભ કારણ થકી જીવને દેવ-મનુષ્યભવરૂપ કાર્ય નિપજે છે.
૫૬ શિષ્ય –એ નવ તત્વમાં શુદ્ધ પ્રકારે જીવના સ્વરૂપમાં કર્તા, કારણ કે કાર્ય તે શું?
ગુરૂ –કર્તા જીવ અને શુદ્ધકારણ તે આ ભવ પરભવ ઇદ્રિયસુખની વાંછા રહિત, યશ-કીર્તિની વાંછા રહિત, એક પિતાને આત્મા કમાવશે દુઃખી છે, તેને કર્મરૂપ બંદિખાનાથી છોડાવવારૂપ જે સાધન કરવું, તે શુદ્ધ કારણ જાણવું અને એવા શુદ્ધકારણ સેવન કર્યાથી જીવને કર્મરૂપ દુઃખને રાશિ તુટે, અને અનંત સુખને. રાશિ પ્રગટે છે, તે રૂપ કાર્ય જાણવું.
એ રીતે શુદ્ધ પ્રકારે જીવનું સ્વરૂપ ત્રિભંગીએ કરી કહ્યું. - ૫૭ શિષ્ય-એ નવ તત્તમાં નિશ્ચયન કરી જીવમાં કર્તા, કારણ કે કાર્ય તે શું કહીએ?
ગુર–નિશ્ચયન કરી જીવ મેક્ષરૂપ કાર્યને કર્તા જાણ.