________________
એમ ધર્માસ્તિકાય દ્રવ્યમાં પિતાનું સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ અને સ્વભાવપણાનો સંબંધ છે, પણ બીજા પાંચ દ્રવ્યના સ્વદ્રવ્યાદિક ચારને તેમાં સંબંધ નથી.
તેમજ અધમસ્તિકાયદ્રવ્યમાં પોતાનો સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ, અને સ્વભાવપણાને સંબંધ છે, પણ બીજા પાંચ દ્રવ્યના સ્વદ્રવ્યાદિક ચારને સંબંધ તેમાં નથી.
તેમજ આકાશાસ્તિકાયમાં કાલમાં, પુદ્ગલમાં અને જીવમાં એ સર્વમાં પિતાપિતાનું સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ અને સ્વભાવપણનો સંબંધ છે, પણ બીજા પાંચ દ્રવ્યમાં સ્વદ્રવ્યાદિક ચારને તેમાં સંબંધ નથી. - એમ છ દ્રવ્ય સ્વગુણે કરી સત્ છે, અને પરગુણે કરી અસત્ જાણવા. જે દ્રવ્ય તે ગુણ પર્યાયવંત હય, એટલે અનેક પર્યાય તે દ્રવ્ય કહીએ, અને સ્વદ્રવ્યનું આવર્ત પણું તે ક્ષેત્ર કહીએ. તથા ઉત્પાદ વ્યયની વતના તે કાલ કહીએ, તથા વિશેષ ગુણ પરિણતિ તે સ્વભાવ પરિણતિ જાણવી. એટલે પર્યાય પ્રમુખ તે સ્વભાવ કહીએ.
એ રીતે છએ દ્રથના સ્વરૂપમાં સ-અસતપણાને વિચાર જાણ. - ૫૩૪ શિષ્ય – દ્રવ્યમાં વક્તવ્ય-અવક્તવ્યપણાનું સ્વરૂપ કેમ જાણએ?
ગુરૂ–છ દ્રશ્યમાં વકતવ્ય વચનથી કહેવાય એવા પ્રત્યેક દ્રવ્યમાં અનંતા ગુણ-પર્યાય વક્તવ્ય છે, અને એ