________________
૩૯૮
તથા નિશ્ચયનયે કરી તા જીવ દ્રવ્ય, પણ પેાતાના સ્વરૂપમાં રમવરૂપ ક્રિયા કરતા જાય છે, કેમકે જો નિશ્ચયનયે કરી જીવ શુભાશુભરૂપ વિભાવદશામાં રમણુ કરવારૂપ ક્રિયા કરતા હાય, તે કંઈ કાલે જીવ સિદ્ધિ વરેજ નહિ, માટે નિશ્ચયનયે કરી તે જીવ પેાતાના સ્વરૂપમાં રમવારૂપજ ક્રિયા કરે છે,
તથા નિશ્ચયનયે કરી પુદ્ગલ પરમાણુઓ જે છે, તે પણ અનાદિકાલના પાતાની મલવા-વિખરવારૂપ ક્રિયા
કરતા જાય છે.
એ રીતે છએ દ્રવ્ય નિશ્ચયનચે કરી પાતપાતાની ક્રિયા કરે છે, માટે સક્રિય છે.
વ્યવહારનયે કરી ધમ, અધમ, આકાશ અને કાલ, એ ચાર દ્રવ્ય અક્રિય જાણવા. તથા જીવ અને પુનલ એ એ દ્રવ્ય સક્રિય જાણવા.
કારણ કે વ્યવહારનયને મતે જીવ અજ્ઞાન અને રાગ-દ્વેષની ચીકાશરૂપ અશુદ્ધતાએ કરી સમયે સમયે અનતા પુદ્ગલ પરમાણુઓનું ગ્રહણ કરવારૂપ ક્રિયા કરે છે, અને પુદ્ગલ પરમાણુઓને વલગવાના સ્વભાવ છે, માટે પુદ્ગલ પરમાણુઓ વળગવારૂપ ક્રિયા કરે છે.
એ રીતે વ્યવહારનયને મતે જીવ અને પુદ્ગલ, એ એ દ્રવ્ય મળવા–વિખરવારૂપ ક્રિયા કરે છે, માટે સક્રિય જાણવા.