________________
૩૭૩ તથા બાજુ ત્રનયને મતે સિદ્ધપરમાત્મા પોતાના પરિણામિકભાવે સામાન્ય-વિશેષરૂપે ઉપયોગમાં સદાકાલ વર્તે છે,
તથા શબ્દનયને મતે આગળ જીવ-અવરુપ નવતવ–ષદ્રવ્યના જાણપણું ભાસનરૂપ અંતરંગ પ્રતીતિ કરી, ક્ષાયિક સમકિતરુ૫ ગુણ પ્રગટ છે, તે પણ સિદ્ધના જીવને પિતાની પાસે છે,
તથા સમભિરૂદનયને મતે શુદ્ધ શુકલધ્યાન રુપાતીત પરિણામરૂપ ક્ષપકશ્રેણિએ ઘાતકર્મને ક્ષયે અનંત ચતુષ્ટયરુપ લક્ષ્મી પ્રગટ કરી, તે પિતાની પાસે છે,
તથા એવભૂતનયને મતે સિદ્ધ પરમાત્માએ અષ્ટ કર્મને ક્ષયે અષ્ટ ગુણરૂપ લક્ષમી પ્રગટ કરી, તે લઈને લેકને અંતે જઈ વિરાજમાન થકા વર્તે છે, - એ રીતે જીવને સ્વરૂપના ભક્તાપણામાં અંતરદષ્ટિએ જેમાં કાર્યરૂપ સાતે નય જાણવા.
૫૧૨ શિષ્ય –નૈગમાદિ સાત નયમાં જીવ, કર્મને અકર્તા કયા નામે કરી જાણ? તથા કર્મને અક્તા કયા નયે કરી જાણ? તથા સ્વરૂપને અકર્તા ક્યા નયે કરી જાણવો? તથા સ્વરૂપને અભેકતા કયા નામે કરી જાણવો?
ગુરૂ- શ્રી અધ્યાત્મગીતા મળે મુનિશ્રી દેવચંદ્રજીએ આવી રીતે કહ્યું છે.