________________
૨૩૧
૩૪૫-અનુભવ ઉપર ચાર નિક્ષેપા બતાવે છે :પ્રથમ અનુભવ એવું નામ તે નામથકી અનુભવ
જાણવા,
બીજો અનુભવ એવા અક્ષર લખીને સ્થાપવા તે સ્થાપના અનુભવ જાણુવે.
જીસૂત્રનયને મતે જીવને શુભાશુભ રૂપ
ત્રીજો પરિણામ,
તેમાં શુભ અનુભવરૂપ પરિણામ તે સેવા, સ્તુતિ, ભક્તિ, પૂજા, પ્રતિક્રમણ, સામાયિક, પાસદ્ગુરુપ વ્રત ઉચ્ચરી શુભ પરિણામે તલ્લીન મનનું એકાગ્રપણું' તે શુભઅનુભવ જાણવા,
અને અશુભ અનુભવ તે વિષય-કષાય, નિદ્રા—વિકચારૂપ પ્રમાદને વિષે જીવના અશુભ પરિણામે તલ્લીનપણું મનનુ એકાગ્રપણું તે અશુભ અનુભવ જાણવા.
એ રીતે શુભાશુભ પરિણામને વિષે જીવને તલ્લીન પણું તે ત્રીજો દ્રવ્ય અનુભવ જાણવા.
તથા ચેાથે જે શબ્દ અને સમભિરૂઢનયને મતે શુદ્ધનિશ્ચયનયે આત્મ સ્વરૂપની પ્રતીતિ કરી, એકાગ્રચિત્તે તલ્લીનપણે મન, વચન, કાયાના ચેાગ 3'ધી અયાગી અવસ્થાએ પેાતાના સ્વરૂપમાં રમવુ, તે ભાવ અનુભવ જાણવા.