________________
૧૭
બીજી ઘણી પ્રવૃત્તિઓમાં ગુંથાયેલી અને શારીરિક અસ્વસ્થતાવાળી હાલતમાં આ સંપાદન થયું છે. બનતા. પ્રયને શાસ્ત્ર પરંપરા વિરૂદ્ધ કંઈ ન થવા પામે તેવું સંપાદન કરવા ધ્યાન રાખ્યું છે. છતાં છદ્મસ્થ સુલભ આવરણ દોષથી થયેલી ક્ષતિઓ બદલ સકળ સંઘ સમક્ષ ત્રિવિધે ત્રિવિધે-મિથ્યા દુષ્કૃત દઉં છું.
પુણ્યશાળી તત્વરૂચિ મુમુક્ષુ કલ્યાણકામી ભવ્યાત્માઓને આ ગ્રંથ ગ્ય, પરિણુતજ્ઞાની સર્વ વિરતિ સંયમધારી ગીતાર્થ ગુરૂના ચરણેમાં વિનય, આત્મસમર્પણ અને તીવ્ર જિજ્ઞાસા પૂર્વક બેસી વાંચવા-ભણવાની વારંવાર મારા તરફથી આગ્રહપૂર્વક પ્રાર્થના છે. તે જરૂર ધ્યાનમાં રાખવાની નમ્રભાવે ચતુર્વિધ શ્રી સંઘને ભલામણ છે.
આ ગ્રંથને ગ્ય જ્ઞાની–ગુરૂના ચરણમાં વાંચી– વિચારી ભવ્ય છે પિતાના આત્માને કર્મબંધનથી મુક્ત કરવા માટે જરૂરી વ્યવહાર અને નિશ્ચયનય બંનેની સાપેક્ષા આરાધના કરી પરમપદના ભાગી બને એ મંગલકામના.
વીર નિ. સં. ૨૪૬ વિ. સં. ૨૦૨૬
શ્રા. સુ. ૧૦ બુધ ગુમાનજીનું જૈન મંદિર
મુ. પ્રતાપગઢ (રાજસ્થાન)
લિખી.
શ્રમણ સંઘ સેવક પરમતપસ્વી પૂ ઉપાધ્યાય ગુરૂદેવશ્રી
ધર્મસાગરજીમ
ચરણસેવક અલયસાગર