________________
૬૦
એવા અરિહંત દેવ શુકલધ્યાનના બીજા-ત્રીજા પાયા વચ્ચે રહ્યા તેરમે ગુણુઠાણે વતતા કહીયે. તેમાં આગળ કહ્યા તે રીતે નવ તત્ત્વ પામીચે.
૬૫ શિષ્યઃ—એ નવ તત્ત્વમાંથી દ્રવ્ય સિદ્ધમાં કેટલા તત્ત્વ પામીચે ?
ગુરૂ:-સિદ્ધનું દ્રવ્ય તે કેવલી કહીયે, કેમકે કેવલીમાંથી સિદ્ધપણું નિપજે છે, માટે કેવલીમાં આગળ કહ્યા તે રીતે નવ તત્ત્વ પામીયે.
૬૬ શિષ્યઃ—એ નવ તત્ત્વમાંથી ભાવ સિદ્ધમાં કેટલા તત્ત્વ પામીયે ?
ગુરૂ:- ભાવ સિદ્ધમાં ત્રણ તત્ત્વ પામીયે. કેમકે શુદ્ધ શુકલધ્યાન રૂપાતીત પરિણામરૂપ ક્ષેપક શ્રેણીએ કરી આત્મપ્રદેશ થકી ક્રર્માવરણને ચૂરી જેણે સ્વસત્તા નિરાવરણ કરી
લેાકાને અગ્રભાગે વિરાજમાન,
અનંત જ્ઞાનમય,
અનંત દર્શનમય,
અનંત ચારિત્રમય, અનંત વીય મય,
અન ત દાનમય,
અનંત લાભમય,
અનંત ભાગમય,
અનત ઉપભાગમય,