________________
આ રીતે --
નારકીના ૧૪ તિર્યંચના ૪૮ મનુષ્યના ૩૦૩ દેવના ૧૯૮
કુલ પ૬૩ ભેદ જીવના જાણવા. .] ૧૨ શિષ્ય -જીવ શાશ્વત કે અશાશ્વત?
ગુરૂ-નિશ્ચયનયને મતે જીવ શાશ્વત છે અને વ્યવહાર નયને મતે જીવ અશાશ્વત છે,
કેમ કે નિશ્ચયનયને મતે જીવ છેદ્યો છેદાય નહિ અને ભેદ્યો ભેદાય નહિ સત્તાએ શાશ્વત સિદ્ધસમાન છે,
વ્યવહારનયને મતે તે એકેંદ્રિય, બેઈદ્રિય તેઈદ્રિય, ચઉરિંદ્રિય, દેવતા, નારકી, મનુષ્ય, તિર્યંચ એમ અનેક પ્રકારે જીવ ગતિ સંબંધી ભવ કરે છે. વલી તિહાંથી મરણું પામે છે વળી તિહાં જ પાછો ફરે છે–જઈ ઉપજે છે. એમ અનેક પ્રકારે જન્મ-મરણનાં દુઃખ ભેગવે છે, માટે જીવ અનેકવિધ પર્યાને અનુભવે છે, તેથી વ્યવહારનયને મતે જીવ અશાશ્વત કહેવાય.
૧૩ શિષ્ય-જીવનાં દ્રવ્યપ્રાણ તે શું? અને ભાવપ્રાણ તે શું?