SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૯ ૯ મોક્ષ-તત્ત્વ એમ એક-એક વૃદ્ધિ અસંખેય ગુણ હીન ત્યાં સુધી કહેવા જ્યાં સુધી ૫૦ સિદ્ધ. પચાસ પચાસ સિદ્ધથી ૫૧ સિદ્ધ અનંત ગુણહીન, બાવન-બાવન સિદ્ધ અનંત ગુણ હીન, એમ એક એક હાનિ ત્યાં સુધી કહેવી જ્યાં સુધી ૧૦૮ આઠ આઠ સિદ્ધ અનંત ગુણ હીન. તથા જ્યાં જ્યાં વીસ વીસ સિદ્ધ ત્યાં એક-એક સિદ્ધ સર્વથી અધિક ૧, બે બે સિદ્ધ સંખેય ગુણ હીન ૨, એમ ત્યાં સુધી કહેવું જ્યાં સુધી પાંચ પાંચ સિદ્ધ. હવે છ છ સિદ્ધ અસંખ્યય ગુણ હીન એમ ૧૦ સુધી કહેવું, અગિયારથી લઈ આગળ અનંત ગુણ હીન ૨૦ સુધી કહેવું. તથા અધોલોક આદિમાં પૃથક્ત વીસ સિદ્ધ ત્યાં પહેલા ચોથા ભાગમાં સંખેય ગુણ હીન, બીજા ચોથા ભાગમાં અસંખ્ય ગુણહીન , ત્રીજા ચોથા ભાગથી લઈને આગળ સર્વત્ર અનંત ગુણ હીન, તથા જ્યાં હરિવર્ષ આદિમાં દશ દશ સિદ્ધો ત્યાં ત્રણ સુધી તો સંખેય ગુણ હીન, ચોથા પાંચમામાં અસંખ્યય ગુણહીન, ૬ થી લઈને સર્વત્ર અનંત ગુણ હીન. જ્યાં પુનઃ અવગાહના યવમધ્ય તે અનુત્કૃષ્ટી આઠ ત્યાં ચાર સુધી સંખ્યય ગુણ હાનિ તેથી આગળ આઠ સુધી અનંત ગુણ હાનિ. જ્યાં વળી ઊર્ધ્વલોક આદિમાં ચાર સીઝે એકએક સિદ્ધ બધાથી વધારે, બે-બે સિદ્ધ અસંખ્યય ગુણ હીન, ત્રણ ત્રણ સિદ્ધ અનંત ગુણ હીન. ચાર ચાર સિદ્ધ અનંત ગુણ હીન. જ્યાં લવણ આદિકમાં બે-બે સિદ્ધ ત્યાં એક-એક સિદ્ધ અધિક, બે-બે સિદ્ધ અનંત ગુણ હીન. ઇતિ સન્નિકર્ષ દ્વાર સંપૂર્ણ. શેષ દ્વાર સિદ્ધપ્રાભૃત ટીકાથી જાણવા. શ્રી ૬ પરમપૂજ્ય મહારાજ આચાર્ય શ્રીમલયગિરિકૃત શ્રીનંદીજીની વૃત્તિથી આ સ્વરૂપ જણાવ્યું. | | ઇતિ નવતત્ત્વસંકલનાયાં મોક્ષતત્ત્વ નવમું સંપૂર્ણમ્ | અથ ગ્રંથસમાપ્તિ સવૈયા એકત્રીસાઆદિ અરિહંત વીર પંચમ ગણેસ ધીર ભદ્રબાહુ ગુર ફી(ફિ) સુદ્ધ ગ્યાન દાયકે જિનભદ્ર હરિભદ્ર હેમચંદ દેવ ઈદ અભય આનંદ ચંદ ચંદરિસી ગાયકે મલયગિરિ શ્રીસામ વિમલ વિગ્યાન ધામ ઓર હી અનેક સામ રિટે બીચ ધાયકે જીવન આનંદ કરો સુષ(ખ)કે ભંડાર ભરો આતમ આનંદ લિખી ચિત્ત તુલસાયકે ૧ વીર વિભુ વૈન ઐન સત પરગાસ દૈન પઠત દિવસ જૈન સમ રસ પીજીયો. મૈ તો મૂઢ રિટે ગૂઢ ગ્યાન વિન મહાફૂઢ કથન કરત રૂઢ મોપે મત ખીજીયો જૈસે જિનરાજ ગુરુ કથન કરત ધુરુ તૈસે ગ્રંથ સુદ્ધ કુરુ મોપે મત ધીજીયો મૈ તો બાલખ્યાલવત્ ચિત્તકી ઉમંગ કરી હંસકે સુભાવ ગ્યા(જ્ઞ)તા ગુણ ગ્રહ લીજીયો ર ગ્રામ તો વિબિ)નોલી’ નામ લાલા ચિરંજીવ વસ્યામ ભગત સુભાવચિત્ત ધરમ સુહાયો હૈ ૧. જીવનરામ એ ગ્રંથકર્તાના સ્થાનકવાસી ગુરુનું નામ છે. ૨-૩. લાલા ચિરંજીલાલ અને લાલા શ્યામલાલ એ બંને શ્રાવકો ભક્ત અને સમજદાર હતા.
SR No.022331
Book TitleNavtattva Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri, Sanyamkirtivijay
PublisherSamyagyan Pracharak Samiti
Publication Year2013
Total Pages546
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy