SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ સંવર-તત્ત્વ ૩૩૯ (ઘોળવડા) જે કાચા ગોરસમાં નાખ્યા તે વડા અભક્ષ્મતત્કાળજીવની ઉત્પત્તિ થાય છે, એમ સર્વ મગ આદિદાળ (હિંદલ) જાણવા જેની બે દાળ થાય અને ઘાણીમાં પડે તો તેલ ન નીકળે તે કાચા ગોરસમાં મળતા અભક્ષ્યએ દ્વિદળ આમગોરસનો અર્થ ૧૬, અનંતકાય૩૨ અભક્ષ્યતે બત્રીસ આગળ કહીશું ૧૬, સંઘાણ કહેતાં અથાણા અર્થાત્ બીલા, કેરી, લીંબુ, પાડલ આદિ, તે જીવની ઉત્પત્તિ રસ ચલિતના કારણે અભક્ષ્ય ૧૮, રીંગણ કામ ઉદીપિત કરે અને ઉંઘ વધારે આવે અને આકાર ખરાબ ૧૯, અજાણ્યાં ફલ ફૂલ આદિ ક્યારેક વિષફળ હોય ૨૦, તુચ્છ ફળ જેના ઘણા ભોજનથી પણ તૃપ્તિન થાય ૨૧, ચલિત રસ જે કોહવાયેલ અન્ન આદિક ઓદન પ્રહર ઉપરાંત દહીં ૧૬ પ્રહર, છાશ ૧૨ પ્રહર, કરંબા પ્રહર, જાડી રખડી ૧૨ પ્રહર, પાતળી રખડી-પ્રહર, લાપસી ૪પ્રહર, પૂડા ૪પ્રહર, રોટલી ૪પ્રહર કાંજીના વડા ૪પ્રહર, કોરાં વડા ૪પ્રહર, ખીચડી ૪ પ્રહર, પછી આ સર્વ રસ ચલિત થાય છે, જો કે તપ્ત આદિકારણે જલદી રસ ચાલે (જાય) તો વિવેકીએ પહેલાં જ છોડાવા, એ વ્યવહારની અપેક્ષા છે, એમ ૨૨ વર્જનીય. હવે ૩૨ (બત્રીસ)અનંતકાય–સર્વ કંદ જાતિ સૂરણકંદ ૧, વર્જકંદ ૨, લીલી હળદર ૩, આદૂ ૪, લીલો કચૂરો ૫, શતાવરી ૬, વિરાલી ૭, કુંઆરિ ૮, થોહર ૯, ગલો ૧૦, લસણ ૧૧, વાસના કારેલા ૧૨ ગાજર ૧૩, લવણક-લૂણી જેને સાજીખાર કહેવાય ૧૪, લોઢકપોયણીનું કંદ ૧૫, ગિરિકર્ણિકા વેલી ૧૬, નવા ઊગતા કિસલય પત્ર ૧૭, ખરસઇઓ ૧૮, થેનકંદ ૧૯, લીલી મોથ ૨૦, લવણ વૃક્ષની છાલ ૨૧, ખિલ્લહડોકદ ૨૨, અમૃતવેલી ૨૩, મૂળા ૨૪, ભૂમિફોડ જે વર્ષા કાળે છત્રડા ઉપજે ૨૫, વિરુઢા જે કઠોર ધાન્ય અંકુર થાય ૨૬, જે છેલ્લા પછી ઊગે ૨૭, શૂકરવલ્લી જે મોટાં થાય ૨૮, કોમળ આંબલી જેમાં કાંચિકા બેઠા નહીં ૨૯, પાલખમાજી ૩૦, બટેટા ૩૧, ડુંગળીકંદ-૩૨, એ અનંતકાય પ્રસિદ્ધ છે અને અનંતકાયના લક્ષણ શ્રીપન્નવણાજીના (પ્રથમ)પદ (સૂ.૨૫)થી જાણવા “ચક્કગંભન્જ ઇત્યાદિ હવે ભંગ ૧૪૭ શ્રાવકના શ્રીભગવતીજીથી જાણવા કરવું, કરાવવું આદિ ગુરુમુખે પચ્ચખાણ કરવું. અહીં ગુરુ અને શ્રાવક આશ્રયી ચાર ભાંગા છે, તે કેમ? ગુરુ પચ્ચખ્ખાણને જાણે અને શ્રાવક પચ્ચખાણને જાણે, એ ભાંગો શુદ્ધ ૧ અને ગુરુ જાણકાર પણ શ્રાવક અજાણ તેને પચ્ચખાણ સંક્ષેપથી સંભળાવી ભેદ કરાવે એ ભાંગો શુદ્ધ ૨ તથા ગુરુ અજાણ પણ શ્રાવક જાણકાર એ ભાંગામાં ભળતાં ૩ તથા શ્રાવક અજાણ અને ગુરુ અજાણ એ ભાંગો સર્વથા અશુદ્ધ ૪ એમ ચાર ભાંગા જાણવા. હવે પચ્ચખાણની ૬ શુદ્ધિ-(૨) સિ–વિશુદ્ધિથી યથાવત્ ઉચિત કાલે પચ્ચખ્ખાણ લીધું હોય તે, (૨) પાત્રિય-વારંવાર સ્મરણ કરવું. (૩) સોહિય-ગુરુમહારાજાને વહોરાવ્યા પછી વધેલાનું ભોજન કરવું (૪) તરિય-કંઈક અધિકકાલ થવા દેવો, (4) ફિટ્ટિય-ભોજનની સમયે ફરી સ્મરણ કરવું. (૬) કારાદિય-ઉપરના બોલ પૂરાં કરે તે આરાહિય અથવા છ શુદ્ધિ પ્રકારાંતરે, સદુહણા શુદ્ધ ૧, જાણવું શુદ્ધ ૨, વિનયશુદ્ધિ ૩, અનુભાષણશુદ્ધ ૪, અનુપાલન શુદ્ધ ૫, ભાવશુદ્ધ ૬ એ પ્રકારે પચ્ચખાણ પાળીને અનંત જીવતર્યા છે. આગળ તરશે ઇતિ સમત્ત
SR No.022331
Book TitleNavtattva Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri, Sanyamkirtivijay
PublisherSamyagyan Pracharak Samiti
Publication Year2013
Total Pages546
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy