SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ સંવર-તત્ત્વ ૩૩૭ હવે વૃતના(ઘી)ના પ–પકવાન જેમાં તળ્યાં તે “દષ્પવૃત નિર્ભજન” કહેવાય ૧, દહીને તારવી ઘી કાઢે તે વીસ્પંદન ૨, ઔષધી પકાવીને કાઢેલું ઘી ૩, ઘી નીતાર્યા પછી મેલ રહે તે ૪, ઔષધિ નાંખીને ઉકાળેલું ઘી ૫, એ પાંચ ઘીના વિગયગત ભેદ. હવે દહીંના ૫-કરબો ૧, શિખરિણી મીઠાશ નાખી દહીં વસથી ગાળ્યું હોય ૨, લુણ (મીઠું) સહિત દહીં મથવું ૩. કપડાથી ગાળી દહીં ઘોળવું ૪, ઘોળવડા દહીં ઉકાળી જેમાં વડા ઘોળ્યા તે ૫, એ પ દહીંના વિગયગત ભેદ જાણવા. હવે તેલના પ–જેમાં પકવાન તળ્યાં તે “દગ્ધતેલ નિભંજન” ૧, તલકુટ્ટીમા જે ગોળ આદિ ઘણા નાંખ્યા હોય તે વાસી રાખ્યા પછી વિગતગત ૨, લાક્ષા આદિ દ્રવ્યથી બનેલ તેલ ૩, ઓષધી બનાવી નિતારેલ તેલ ૪, તેલનો મલ ૫, એ પ તેલના. - હવે ગોળની-સાકરના ગુલવાણી ૧, ઉકાળીને ૨, ગોળનો પાક ૩, ખાંડની રાબ ૪, અર્થક્વથિત શેરડીનો રસ, એ પાંચ ગોળના. - હવે પકવાનની–ધીના પૂડાએ કરી સઘળી તવી ભરીને તેમાં જે ફરી પૂડા તળે તે ૧, નવા ઘી નાખ્યા વગર તવીમા જે ત્રણ ઘાણ ઉતર્યા પછી જે પકવાન ઉતરે તે ૨, ગોળધાણી ૩, પહેલા કડાઈમાં સેકીને પછી તેને ઘી લગાવીને કડાઈમાં જે લાપસી આદિક કરે તે ૪, ઘી લગાડી તવીમાં જે પૂડા કર્યા પ, એ પાંચ પકવાનના વિગયગત ભેદ, એમ ૩૦, એ નીવીમાં લેવા નથી કલ્પતા. ગાઢ કારણ હોય તો વાત જુદી. હવે ૨૨ અભક્ષ્ય લખે છે ગાથા"पंचुबर(रि) ५ चउ विगई ९ हिम १० विस ११ करगे य १२ सव्वमट्टी १३ य । रयणीभोयण १४ वयंगण १५ बहुबीय १६ मणंत १७ संधाणा(ण) १८ ॥१॥ विदलामगोरसाइं १९ अमुणियनामाइं पुप्फफलयाई २० । तुच्छफलं २१ चलियरसं २२ वज्जह वज्जाणि बावीसं ॥२॥" ઇતિ ગાથાદ્વયં બંનેનો અર્થ - વડનાટેટા ૧, પીપળવંટા ૨, ગુલિર ૩, પ્લેક્ષ ૪, કાકોદુમ્બરી ૫, એ ૫ “ઉદુંબર' કહેવાય, એ પાંચેયમાં મચ્છરના આકારે ઘણા ત્રસ જીવ ભર્યા હોય છે, માટે અભક્ષ્ય ૫, મધુ ૧, માખણ ૨, મદ્ય ૩, માંસ ૪. એમાં તદવ નિરંતર સંમૂચ્છિમ પંચેંદ્રિય ઉપજે તેથી અભક્ષ્ય, માખણ અહીં છાશથી અલગ પડેલું જાણવું ૯, બરફ કેવળ અસંખ્ય અપ્લાય છે માટે અભક્ષ્ય ૧૦, વિસ પેટની અંદરના ગંડોળા આદિ સર્વ જીવને મારે અને મરણ સમયે અસાવધાન પણાનું કારણ ૧૧, કરા પિંડરૂપ અસંખ્યાતા અખાયના અભક્ષ્ય ૧૨, ખડી મરુડ પ્રમુખ સર્વ જાતિની માટી મીંડક આદિક પંચેંદ્રિય જીવની ઉત્પતિ થાય અને આમ વાત આદિ રોગ ઉપજે તે માટે અભક્ષ્ય ૧૩, રાત્રિભોજન આ લોક પરલોક વિરુદ્ધ ૧૪, વધારે બીવાળાં પંપોટ, રીંગણા આદિ ફળ જેમાં જેટલાં બીજ તેમાં તેટલા જીવ ૧૫, દહીંવડા १. पञ्चोदुम्बरी चतस्रो विकृतयो हिमं विषंकरकं चसर्वमृत्तिका च। रजनीभोजनं वृन्ताकं बहुबीजमनन्त(कायिक) सन्धानम्। द्विदलामगोरसे अज्ञाननामानि पुष्पफलानि । तुच्छफलं चलितरसं वर्जत वानि द्वाविंशतिम् ॥
SR No.022331
Book TitleNavtattva Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri, Sanyamkirtivijay
PublisherSamyagyan Pracharak Samiti
Publication Year2013
Total Pages546
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy