SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૫ ૬ સંવર-તત્ત્વ ખાઇમ. સુખડી પતાસા આદિ ૧, શેકેલા ધાન્ય ૨, કોપરું ૩, દ્રાક્ષ ૪, બદામ ૫, અખરોટ ૬, ખજૂર ૭ પ્રમુખ સર્વ મેવા, કાકડી, આમ્ર (કેરી), ફણસ આદિ સર્વ ફળ. સાઇમ. સૂંઠ ૧, હરડે ૨, પીપળ ૩, મરી ૪, અજમો ૫, જાયફળ ૬, કસેલું ૬, કાથો ૮, ખેરવટી ૯, જેઠી મધ ૧૦, તજ ૧૧, તમાલપત્ર ૧૨, એલચી ૧૩, લવિંગ ૧૪, વિહંગ (વાવડીંગ) ૧૫, કાઠા ૧૬, વિડલવણ, ૧૭ આજઉ ૧૮, અજમોદ ૧૯, કુલિંજણ ૨૦, પીપળીમૂળ ૨૧, ચીણીકવાવ ૨૨, કચૂરઉ ૨૩, મોથ ૨૪, કાંટાસેલિઓ ૨૫, કપૂર ૨૬, સંચળ ૨૭, નાની હરડે ૨૮, બહેડાં ૨૯, કુંભડુ ૩૦, પોનપૂગ ૩૧, હિંગલાષ્ટક ૩૨, હીંગુ ત્રેવીસ ૩૩, પુષ્કરમૂળ ૩૪, જવાસામૂળ ૩૫, બાવચી ૩૬, બાવળછાલ ૩૭, ધાવડીછાલિ ૩૮, ખેરછાલી ૩૯, ખિજડાની છાલ ૪૦, એ સર્વ “સ્વાદિમ' કહેવાય, ગોળ સ્વાદિમ' કહેવાય પણ વ્યવહારે “અશન' જ છે. ફોકોક્યો (?) નીર સાકર વાસિઉ ૧, પાડલ વાસિઉ ૨, સૂંઠનું પાણી, ૩, હરડેનું પાણી, એ જો નિતારીને ગાળ્યા હોય તો “સ્વાદિમ' નથી, તિવિહારમાં લેવા કહ્યું, જીરું પ્રવચનસારોદ્ધારમાં “સ્વાદિમ' કહ્યું અને શ્રીકલ્પવૃત્તિમાં “સ્વાદિમ' કહ્યું છે. આ ચાર આહારનો વિચાર સંપૂર્ણ. લીમડાની છાલ ૧, મૂળ પનડા શિલી ૨, ગોમૂત્ર ૩, ગળો ૩ (૧) કડુ ૪, ચિરાયત્તા પ, અતિવિષ ૬, ચીડ ૭, સૂકડ ૮, રાખ ૯, હળદર ૧૦, રોહિણી ૧૧, ઉપલેટ ૧૨, વેજત્રિફલા ૧૩, પાંચ કૂળી ભૂનિવ ૧૪ ધમાસો ૧૫, નાહિ ૧૬, અસંધિરોગણી ૧૭, એલીઓ ૧૮ ગૂગળ ૧૯ હરડા દાલિ ૨૦, વઉણિમૂળ ૨૧, બોરમૂલ ૨૨, કૅથેરીમૂળ ૨૩, કેરમૂળ ૨૪, પૂંઆડ ૨૫, આછી ૨૬, મજીઠ ૨૭, વાલવીઉ ૨૮, કુમારી ૨૯, વોડાથરી ૩૦ ઈત્યાદિ જે અનિષ્ટપણે ઇચ્છા વિના લઈએ તે ચાર આહારમાં નહીં. “અનાહાર” જ જાણવા. ઇતિ અનાહાર. હવે વિગય સ્વરૂપ–દૂધ ૧, ઘી ૨, દહીં ૩, તેલ ૪, ગોળ ૫, પકવાન ૬, એ છે ભક્ષ્ય વિગય છે. હવે દૂધ-વિનયના ભેદ પ-ગાયનું ૧, મહિષનું. (ભેસનું) ૨, ઉંટડીનું ૩, બકરીનું ૪, ઘેટાંનું ૫, બીજા દૂધ-વિગઈ નથી ૧, ઊંટડી સિવાય. ઘી અને દહીં ૪ ભેદથી હવે તેલવિગય ૪ ભેદ તલ ૧, સરસવ ૨, અળસી ૩, કુસુંબીના ઘાસનું ૪. હવે ગોળ બે પ્રકારે - ઢીલોપોચો ૧, કાઠો (કઠણ) ૨. પકવાન-વિગય જે ઘી-તેલથી તળેલી. હવે મહાવિગય ૪ અભક્ષ્ય-કુતીયાનું ૧, માખીનું, ભમરીનું આ મધ સહિત, વનસ્પતિનું ૧ લોટનું ૨ મઘ(દારૂ) ૨ પ્રકારે, સ્થળચર ૧, જલચર ૨, ખેચર ૩નું માંસ ત્રણ ભેદે. માખણ ચાર પ્રાકરે વૃતવત જાણવું, એ ૪ અભક્ષ્ય જાણવી. - હવે વિગયને અંતર્ગત ત્રીસ ભેદ, ત્રીસ ભેદ-પ્રથમ દૂધના પાંચ દ્રાક્ષ સહિત રાંધેલું દૂધ તે “પય શાટી’ ૧. વધારે ચોખા થોડું દૂધ તે ખીર' ૨. થોડાં ભાત (ચોખા) વધારે દૂધ તે પેયા' ૩. તંદૂલના ચૂર્ણ સહિત દૂધ રાંધ્યા તે “અવલેહિ' કહેવાય ૪, ખાટા પદાર્થ સાથે રાંધેલુ દૂધ “દુગ્ધાટી” ૫, એ પાંચ દૂધનાં વિગયગત ભેદ જાણવા.
SR No.022331
Book TitleNavtattva Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri, Sanyamkirtivijay
PublisherSamyagyan Pracharak Samiti
Publication Year2013
Total Pages546
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy