SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ સંવર-તત્ત્વ ૩૩૩ તો અધું જમે અને ઉઠીને બીજી જગ્યાએ જઈને જમે પણ તેની દૃષ્ટિ આગળ ન જમે, અથવા સાધુને ભોજન કરતાં ગૃહસ્થ જોતા હોય તો ત્યાંથી અન્યત્ર જઈને જમે તો ભંગ ન થાય. ૮ આઉટણ. વાત આદિના કારણે હાથ પગ આદિ સંકોચે, પ્રસારે તો ભંગ નથી. ૯, ગુરુઅભુ. ગુરુને આવતાં જોઈને જો ઊભો થાય તો ભંગ નથી. ૧૦પારિઢ—વિધિથી લીધું. વિધિથી જમ્યા એમ કરતાં જે વિગય પ્રમુખ આહાર વધ્યાં તે પરિઠાવણિયા ગુરુની આજ્ઞાએ લે તો ભંગ નથી. ૧૧ લેવાલેવે. જે વિગય ત્યાગ્યા તેનાથી કડછી આદિક ખરડાયેલી હોય તે કડછીથી આહાર આદિક છે તે લેતાં વ્રતભંગ ન થાય. ૧૨ ગિહત્યસં. ગૃહસ્થ પોતાના માટે ઓદન (ભાત) દૂધથી અથવા દહીથી ઓળ્યાં હોય ત્યાં જે ધાન્ય ઉપર ચાર આંગુલ ચડે દૂધ દહીં થાય તે નિવીયે કહ્યું, તે પાંચ અંગુલ તો વિગ(ય) જ જાણવી. એ આચાર્લી સુધી કહ્યું ૧૩, એ આગાર સાધુને. ઉખિતવિ. કઠણ ગોળ વિગય, પફવાન આદિકપોળી ઉપર મૂકેલા તે ઉપાડી દૂર કરી તે પોળી આચાર્મ્સ સુધી કલ્પ. ૧૪. આ આગાર સાધુને. પહુચ્ચમખિ. સર્વથા લુખા મંડક આદિકને રુક્ષતા દૂર કરવા હાથ ફેરે મંડા ફેરે ૧૫. પચ્ચકખાણ તિવિહાર કરે ત્યારે પાણીના છ આગારઃ–પાણસ્સ લેવેણ અથવા અલેવેણ અથવા અચ્છેણ અથવા બહુલેણ વા સસિત્થણ અથવા અસિત્થણ વા વોસરામિ, આનો અર્થપાણ. જેનાથી ભાજન આદિ ખરડાય તે ખજૂર આદિકના પાણી લેપકૃત ૧. અલે. અલેપ કાંજીનું પાણી પ્રમુખ. ૨ અચ્છેણ સારું નિર્મળ ગરમ પાણી, ૩બહુલેણ. ઘણું ડહોળાયેલું ચોખા ધોયેલું પાણી ૪ સસિન્થ-સાથ દાણાં સહિત ઓસામણ આદિ ૫ અસિન્થ. સીથ રહિત પાણી ૬, એ છ પાણી લે તો ભંગ નહીં. પચ્ચષ્માણ કરવાવાળા વોસરામિ કહે, ગુરુ કરાવવાવાળા વોસરઈ કહે. શ્રાવકને આચામ્ય નીવમાં પાણી ભોજન અચિત્ત કરે, સચિત્ત ન કરે, અને શ્રાવકે આચાણ્ડ નીવીમાં ત્રણ આહારનો ત્યાગ જાણવો. નમોક્કારસી અને રાત્રિભોજનમાં સાધુને ચારે ય આહારનો ત્યાગ નિશ્ચય હોય છે, શેષ પચ્ચખ્ખાણ ત્રિવિહાર ચૌવિહાર હોય છે, રાત્રિભોજન ૧, પોરસિ ૨, પુરિમ ૩ એકાસણામાં શ્રાવકને બે આહાર ત્રણ આહાર, ચાર આહારનો ત્યાગ હોય છે. એ સર્વ પચ્ચખાણનો ભેદ જાણવો. હવે ચાર આહારનું સ્વરૂપ લખે છે. પ્રથમ અશનના ભેદ ડાંગર, જુવાર, વરઠી પ્રમુખ સર્વ ઓદન (ભાત) ૧, મગ આદિ સર્વ દાળ ૨, સાથવો વગેરે સર્વ લોટ ૩, રાબડી આદિ સર્વ પ્રવાહી, ૪, મોદક આદિ સર્વ પફવાન ૫, સૂરણ આદિ સર્વ કંદ ૬, મંડક આદિ સર્વ તળેલી વસ્તુ ૭, બેસન ૮, વિરાહલી ૯, આમળા ૧૦, સેંધવ ૧૧, કાઠિપત્ર ૧૨, લીંબુપત્ર ૧૩, લૂણ(મીઠું) ૧૪, હીંગ ૧૫ આ સર્વ અશનના ભેદ જાણવા ૧. પાણ. પાણી કાંજિક ૧, જવ ૨, કેર ૩, કાકડી આદિકનું ધોવણ ૪, અન્ય સર્વ શાસ્ત્રોક્ત ધોરણ ૫ એ સર્વ પાણી, સાકરપાણી ૧, આંબલીપાણી, ઇક્ષરસ પ્રમુખ (શેરડીનો રસ) સર્વ સરસ પાણી એ પાણીમાં ગણ્યા પણ વ્યવહારે અશન જ છે. ૨
SR No.022331
Book TitleNavtattva Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri, Sanyamkirtivijay
PublisherSamyagyan Pracharak Samiti
Publication Year2013
Total Pages546
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy