SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ જીવ-તત્ત્વ અંતર્મુહૂર્તની. જે વસ્તુનો ઉપયોગ હતો તે તો બ્રશ થયો છે, પણ સંસ્કાર રહી ગયા છે, પુષ્પવાસનાની જેમ, તેને “વાસનાધારણા' કહેવાય છે. સ્થિતિ સંખ્યાત-અસંખ્યાત કાળની. કાલાંતરે કોઈક તાદશ અર્થના દર્શનથી સંસ્કાર જાગતાં જ્ઞાન જાગૃત થયું કે “મેં આ પહેલાં જોયું હતું” એવી જે પ્રતીતિ તે “સ્મૃતિધારણા' જાણવી અવગ્રહ આદિ ૪ની સ્થિતિ–અવગ્રહ એક સમય વસ્તુ જોયા પછી વિકલ્પ ઉપજે જ છે. (૧) ઈહા અંતર્મુહૂર્ત. વિચારરૂપ હોવાથી, અવાય અંતર્મુહૂર્ત. નિશ્ચય કરવા દ્વારા. ધારણા વાસના. સંખ્યાત અસંખ્યાત કાલ આયુષ્યને આશ્રયીને. અવગ્રહના બે ભેદ છે. બંનેના અર્થ૧ વ્યંજનાવગ્રહ. “વ્યંજન’ શબ્દના ત્રણ અર્થ છે, “વ્યંજન” શબ્દની વ્યુત્પત્તિ કરીને વિચારી લેવું. શ્રોત્રાદિક ઇન્દ્રિય અને શબ્દાદિક અર્થનો જે અવ્યક્તપણે–અપ્રગટપણે સંબંધ તેને વ્યંજન કહેવાય. અથવા વ્યંજન શબ્દાદિક અર્થને પણ કહે છે અથવા વ્યંજન શ્રોત્રાદિક ઇન્દ્રિયને પણ કહેવાય, એટલે એવો શબ્દાર્થ બન્યો કે, અપ્રગટ સંબંધપણે કરી પ્રહવા તે વ્યંજનાવગ્રહ કહેવાય, એ વ્યંજનાવગ્રહ પ્રથમ સમયથી લઈ અંતર્મુહૂર્ત પ્રમાણ કાલ જાણવો. ૨ અર્થાવગ્રહ. પ્રગટપણે અર્થગ્રહણ તે “અર્થાવગ્રહ કહેવાય, તે એક સમય પ્રમાણ છે. વ્યંજનાવગ્રહ ચાર પ્રકારે છે–૧ શ્રોત્રઇન્દ્રિય વ્યંજન અવગ્રહ, ૨. ઘાણ ઇન્દ્રિય વ્યંજન અવગ્રહ, ૩ રસના ઇન્દ્રિય વ્યંજન અવગ્રહ, ૪. સ્પર્શન ઇન્દ્રિય વ્યંજન અવગ્રહ. ચાર ઇન્દ્રિય પ્રાપ્યકારી હોવાથી તેનો વ્યંજનાવગ્રહ હોય, વસ્તુને પામીને પરસ્પરને અડકીને પ્રકાશ કરે તે પ્રાપ્યકારી’ કહેવાય અથવા વિષય વસ્તુથી અનુગ્રહ–ઉપઘાત પામેતે “પ્રાપ્યકારી કહેવાય. તે નેત્ર સિવાય ચાર ઇન્દ્રિયો જાણવી. નયન, મન તે અપ્રાપ્યકારી છે. શ્રોત્રેન્દ્રિયવ્યંજનાવગ્રહ-શ્રોત્રેન્દ્રિય અવ્યક્તપણે શબ્દના પુદ્ગલ પ્રથમ સમયાદિકને વિષે રહ્યા છે, તે શ્રોત્રેન્દ્રિય વ્યંજનાવગ્રહ. આ જ રીતે ઘાણ, રસન, સ્પર્શનની સાથે અર્થ જોડી લેવો. અર્થાવગ્રહ ૬ ભેદે છે–૧ સ્પર્શનેન્દ્રિયાર્થાવગ્રહ, ૨ રસનેન્દ્રિયાર્થાવગ્રહ, ૩. ધ્રાણેન્દ્રિયાર્થાવગ્રહ, ૪. ચક્ષુરિન્દ્રિયાર્થાવગ્રહ, ૫. શ્રોસેન્દ્રિયાર્થાવગ્રહ, ૬. નોઇન્દ્રિયાર્થાવગ્રહ. સ્પર્શનઇન્દ્રિયે કરી પ્રગટપણે સ્પર્શ કરી પુગલને ગ્રહે, તે “સ્પર્શેન્દ્રિયાર્થાવગ્રહ', એમ બધે જાણવું. નોઇન્દ્રિય મન છે. ઇહાઇ ભેદે છે–૧ સ્પર્શેન્દ્રિયેહા, ૨ રસનેન્દ્રિયેહા, ૩ઘ્રાણેન્દ્રિયેહા, ૪ ચક્ષુરિન્દ્રિયેહા, ૫ શ્રોત્રેન્દ્રિયેહા, ૬ નોઇન્દ્રિયેહા, સ્પર્શન ઇન્દ્રિયે કરી ગૃહીત જે અર્થ તેની વિચારણા તે સ્પર્શન-ઇન્દ્રિય ઈહા” એમ બધે જ જાણવું અવાયના છ ભેદ-૧ સ્પર્શનેન્દ્રિયાવાય, ૨ રસનેન્દ્રિયાવાય, ૩ઘ્રાણેન્દ્રિયાવાય, ૪ ચક્ષુરિન્દ્રિયાવાય ૫. શ્રોત્રેન્દ્રિયાવાય ૬ નોઇન્દ્રિયાવાય, સ્પર્શન ઇન્દ્રિયે ગૃહીત વસ્તુ વિચારી તેનો નિશ્ચય કરવો, તે “સ્પર્શનેન્દ્રિયાવાય.” એમ બધે જાણવું. ધારણા છ ભેદે છે–૧ સ્પર્શનેન્દ્રિયધારણા, ૨ રસનેન્દ્રિયધારણા, ૩ ધ્રાણેન્દ્રિયધારણા, ૪ ચક્ષુરિન્દ્રિયધારણા, ૫. શ્રોત્રેન્દ્રિયધારણા, ૬ નોઇન્દ્રિયધારણા-સ્પર્શન ઇન્દ્રિયે જે વસ્તુ ગ્રહી વિચારી નિશ્ચય કરી ધારી રાખવી તે “સ્પર્શનેન્દ્રિયધારણા એમ બધે જાણવું.
SR No.022331
Book TitleNavtattva Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri, Sanyamkirtivijay
PublisherSamyagyan Pracharak Samiti
Publication Year2013
Total Pages546
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy